________________
જુદાપણું વર્તાવવા, વાતચીતનો પ્રયોગ !
દ
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : એકદમ એના ઉપર ગુસ્સો થાય. દાદાશ્રી : ના, પણ એમ નહીં, પણ તે ઘડીએ જ્ઞાન રહે કે જતું રહે ? પ્રશ્નકર્તા: હવે રહે છે. દાદાશ્રી : એ શુદ્ધાત્મા છે, તે ચંદુભાઈ ગુસ્સો કરે તેને આપણે જોવું. પ્રશ્નકર્તા : હા, બરોબર. ચંદુભાઈ કદાચ ગુસ્સો કરે.
દાદાશ્રી : ગુસ્સે થઈ જાય. કારણ કે ભરેલો માલ ખરો ને ! પણ તેને આપણે જોવું જોઈએ. અને પછી ચંદુભાઈને કહેવું જોઈએ કે ‘શા માટે આમ કરો છો ! જરા પાંસરા રહોને ! અનંત અવતારથી ભટક્યા છો તો હવે સીધા ચાલો'. પછી એ કહે કે ચાર આનાય નહીં આપું, તો શું કહો ?
પ્રશ્નકર્તા : તો ‘ભોગવે એની ભૂલ’ માનીને સમાધાન કરી નાંખીએ.
શરમ આવે છે ! એવું મનમાં ને મનમાં ચંદુભાઈ જોડે બોલીએ, લોક સાંભળે નહીં એવી રીતે.
કંઈક ખોટું થઈ ગયું હોય તો ગભરામણ થઈ જાય છે કેટલાક માણસોને, ‘મારાથી આવું થઈ જાય છે.” અલ્યા મૂઆ, ના બોલશો આવું. જે ખોટું કરે તેને કહેવું કે ‘પ્રતિક્રમણ કર, કેમ અતિક્રમણ કર્યું ?” ખોટું કરે, તેને ના ઓળખીએ આપણે ?
પ્રશ્નકર્તા : ચંદુભાઈને તો ઓળખીએ.
દાદાશ્રી : તે તો કાયમના ઓળખાણવાળા, પહેલાંના સંબંધવાળા. ‘કેમ ખોટું કર્યું, પ્રતિક્રમણ કરો.” એટલે આપણે છૂટા એની સાબિતી થઈ ગઈ.
જાગૃતિ : લોભ તે માનતી સામે ! પ્રશ્નકર્તા : શબ્દોમાં ના મૂકી શકે પણ અનુભવ થઈ ગયો ને ! આપની પાસે જ્ઞાન લીધું અને પછી થોડા દિવસ પછીથી કારખાનામાં બધા લોકોએ ચંદુભાઈને માર્યા. નહીં તો ચંદુભાઈને મારે એ ચંદુભાઈ કંઈ ચલાવી ના લે, સામા થઈ જાય. જ્ઞાનથી સમતા રહી.
દાદાશ્રી : એવું છે મારવામાં સમતા થાય, લક્ષ્મીમાં થાય છે કે નહીં તે જોવાની જરૂર.
પ્રશ્નકર્તા : લક્ષ્મીમાં ? પણ મારવામાં ય જો જ્ઞાન પરિણામ ના પામ્યું હોય તો અહંકાર છતો થઈ જાયને, દાદા ?
દાદાશ્રી : ના, પણ એ પરિણામ પામી ગયું. એટલે પેલો માન કષાય તો બંધ થઈ ગયો. હવે લક્ષ્મીનો કષાય. એ લોભ કષાય. એ લોભ કષાયમાં છે તે ત્યાં સમતા ના થાય.
પ્રશ્નકર્તા : આ લોભ કષાય એટલે કે ગમે તેટલો ફાયદો અગર તો નુકસાન થાય તો પણ બધી વખતે મનની સમસ્થિતિ રહે તે ?
દાદાશ્રી : એ તો રહે. પણ વ્યક્તિગત એક માણસને તમે પચ્ચીસ હજાર આપ્યા છે અને એ અવળું બોલે તો તમને શું થાય ?
દાદાશ્રી : તરત જ ?
પ્રશ્નકર્તા : હા. એવા લીધા હશે તો એ નથી આપતો. દાદાશ્રી : તો એ લોભ કષાય ઊડ્યો. લોભ કષાય ગયો. પ્રશ્નકર્તા: બાકી આમ લોભ કષાય ઊડવો બહુ કઠણ છે.
દાદાશ્રી : કઠણ છે પણ તમારું ડહાપણ ના કરો તો આ જ્ઞાન બિલકુલ ચોક્કસ રાખે એવું છે.
એક લાખ બાકી હોય અને એક આનોય ના આપે તો ય આપણું મોટું બગડવું ના જોઈએ. મોઢું બગાડ્યું તો ખલાસ થઈ ગયું !
પ્રશ્નકર્તા : દસ લાખ રૂપિયા લેવાના હોય અને એની અંદરથી પછીથી બે-ત્રણ લાખ રૂપિયા ગયા હોય તો તો કરોળિયાનો એક પગ ગયો, પણ દસ લાખને બદલે બાર લાખની જ્યારે ખોટ આવી હોય તો...
દાદાશ્રી : અઢાર લાખની આવે તો ય શું?