________________
જુદાપણું વર્તાવવા, વાતચીતનો પ્રયોગ !
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
બગીચામાં બેઠાં બેઠાં બોલવું. ‘ચંદુલાલ ચા-બા પીવી છે તમારે ?” આમતેમ વાત કરીએ. કો'ક તો એમ જાણે કે ગાંડો છે કે શું ? એવું કો'ક સાંભળે એવું નહીં. લોકોથી આપણે છેટા બેસવું. બોલીએ તો અભ્યાસ થાય આનો.
પોતે આડો થાય ત્યારે ! પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધા પછી પણ ક્રોધ આવે તો એ પણ ડિસ્ચાર્જ કહેવાય ?
દાદાશ્રી : ક્રોધ કોને આવે છે, એ ‘જોઈ લેવું. પ્રશ્નકર્તા : બહુ વખત આવ આવ કરે તો ય ડિસ્ચાર્જ કહેવાય ?
દાદાશ્રી : સો વખત આવે કે પાંચસો વખત આવે તે બધું ય ડિસ્ચાર્જ જ કહેવાય ને ! આપણે એવું કહેવું જોઈએ કે “ચંદુભાઈ, બહુ અકળાય અકળાય કરો છો, તે માફી માગો બધાની.' તમે કહેતા નથી એવું ? ભૂલ તો એક્કેક્ટ થઈ ગયેલી.
પ્રશ્નકર્તા : આપણે એને બહુ કહીએ, ચંદુભાઈને આપણે ઠપકો બહુ આપીએ તો ય એ આડા થાય તો શું કરવું ?
દાદાશ્રી : તો આડા થયા, તે ‘જોયા’ કરવાના. કરવાનું કશું હોય નહીં. આત્મામાં કરવાની શક્તિ જ નથી. આત્મા અક્રિય સ્વભાવનો છે ને જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી છે. બધું કરવાનું છે તે આ પુગલનું છે. જે જડ (મેટર) વસ્તુ છે, એની છે ને ક્રિયા બધી.
પ્રશ્નકર્તા : ચંદુભાઈ આડા થાય અને બીજાને ગોથું વાગી જાય તો શું કરવું પછી ?
દાદાશ્રી : માફી મંગાવવી. ‘આડા થઈ ગયા, એની માફી માગો” કહીએ. આ અક્રમ વિજ્ઞાન કેટલું સુંદર છે કે તમારે કશું કરવાનું નહીં અને ઊલટું ચંદુભાઈને કહેવાનું, ઠપકો આપવાનો, ‘તમે આની જોડે શું કરવા ચિડાયા ? આવું કેમ કરો છો ?’ કહીએ. ચંદુભાઈને કહેવું કે ‘તારું કહ્યું
હું બધું કરીશ પણ એક કલાક અમારા કહ્યા પ્રમાણે રહેજે.' એક કલાક દાદાની આજ્ઞામાં રહેવાનું ને પછી ચંદુભાઈના કહ્યા પ્રમાણે કરવાનું. એનેય પાછું જોવાનું. ધ્યેયથી વિરૂદ્ધ કરાવતા હોય તો નહીં માનવાનું.
કોઈ ગાળ દે ત્યારે... પ્રશ્નકર્તા : જ્યારે કોઈ ખરાબ વર્તન કરે ને ત્યારે મારે શું કરવું ?
દાદાશ્રી : આપણે ચંદુભાઈને કહેવું, ‘જુઓને ! તમારો ફોટો તો જુઓ.” એવું બોલ્યા કરવું. એટલે આપણને આ કશું અડે નહીં. ચંદુભાઈ ઠંડા દેખાય. પેલાનાં મનમાં એમ થાય કે આ આટલી બધી ઠંડકમાં કેવી રીતે રહેતા હશે ?
હવે કોઈ ગાળ દેતા હોય ચંદુભાઈને, તો ય તમે તો જુદા. તમને પેલો ઓળખતો નથી પછી પેલો તમને શી રીતે ગાળ દે ? ચંદુભાઈને ઓળખે. ચંદુભાઈ તો તમારું સ્વરૂપ હોય. ચંદુભાઈ તમારાથી જુદા. ચંદુભાઈ એ ફાઈલ નંબર વન એટલે તમને ક્યાં અડે ? હવે અડે નહીં ? એટલે ‘તારે દેવી હોય એટલી દે’ કહીએ ! આપણે ચંદુભાઈને કહીએ ‘તેં કંઈ કર્યું હશે, તેથી દે છે, નહીં તો કોણ દેવાનું છે ?”
શાસ્ત્રકારોએ કહ્યું કે જો તારું શુદ્ધાત્માપદ ચૂકીશ નહીં તો તું મુક્ત જ છે અને ચૂકશો તો તપ જતું રહેશે. તપ તો કરવું પડે. લોક નિંદા કરે તોય આપણે તપ કરવું પડે. લોકો મશ્કરીપૂર્વક હસે, તો આપણેય મશ્કરીપૂર્વક હસવું કે, “ઓહોહો ! ચંદુભાઈ તમે કેવા માણસ છો તે ! જુઓ, આ લોકો કેવું કહે છે ! ચંદુભાઈ, જુઓ આ તમારી દશા, લોકો શું વાતો કરે છે ! નિંદાઓ કરે છે. કેવા હતા તમે ! એવું અમેય જાણીએ છીએ કે તમે આવાં હતા.” આવું બોલવાનું હોય.
અક્રમ વિજ્ઞાન એનું નામ કહેવાય. બંધાય જ નહીં પછી. અહીં તપ કરવાનું છે. પણ આવી રીતે છૂટા રહીને બોલીએ એટલે પછી આને તપ રહ્યું જ ક્યાં ? આપણેય કહેવા લાગીએને કે ‘ચંદુભાઈ, જોયું તમારું આ ?! આ દુનિયા તો તમારી જુઓ ! શું આ તમારી દશા છે ! અમનેય