________________
જુદાપણું વર્તાવવા, વાતચીતનો પ્રયોગ !
થઈ જાય. અને પેલો તો બોલે, ‘ચલાતું નથી, પગ તો ચાલતા જ નથી.’ પછી પગ જાણે કે આપણને કહે છે કે ચાલતા નથી. તે વઢનાર નથી કોઈ.’ આપણે કહીએ કે ‘ના કેમ ચાલે ? ચાલ આગળ !' આમ બે ઠપકારીએ તો એની મેળે ચાલે. ના કેમ ચાલે ? કરાર કર્યો છે. કરાર પૂરો થયો નથી હજુ. ફાઈલ નં. ૧ ને ખવડાવીએ-પીવડાવીએ ને ચાલે કેમ નહીં ? કઈ જાતની વાત ! ચા-પાણી પાઈએ મસાલેદાર અને ઘીમાં તળેલાં પાઉ એવું બધું ખવડાવીએ-પીવડાવીએ, તો ય પાછો કહે, ‘ચાલે નહીં ?” તો આપણે કહીએ, ‘ચાલ. ચાલે છે કે નથી ચાલતો ?” વાઘ પાછળ પડે તો ચાલે કે નહીં ચાલે ? ત્યારે વાઘ પાછળ પડે ને દોડીએ, એના કરતાં જાણોને કે વાઘ પાછળ જ પડેલો છે ને ? સંસાર વાઘ જ છે ને ! સંસાર વાઘ કરતાં યે વસમો છે. વાઘ તો એક ફેરો ખઈ જાય ને સંસાર ભવોભવ ખઈ જાય.
૫૯
કરાર કર્યા પ્રમાણે બધું ચાલવું પડે ને ? ચાલવાનું એણે. આપણે ‘જોયા’ કરવાનું. અમે અમારી ફરજ ના બજાવીએ તો કહેજો. ચાલવાનું તમારે. અમે ‘જોઈએ’ !
દોષો સામે જાગૃતિ...
શૂટ ઓન સાઈટ. દોષ દેખાયો કે ‘ચંદુભાઈ ચાલો, પ્રતિક્રમણ કરો’ કહીએ. ચંદુભાઈનો તમારે દમ કાઢી નાખવો હવે. ત્યારે ચંદુભાઈ કહેશે, ‘આ પૈડપણને લીધે થતું નથી.’ ત્યારે કહેવું, ‘અમે તમને શક્તિ આપીશું.’ ત્યારે કહે, ‘આપો’. ત્યારે આપણે પછી બોલાવવું. બોલો, હું અનંત શક્તિવાળો છું'. આપણે બોલાવીએને, તે શક્તિ પાછી આપણા આત્મામાંથી એમાં પડે પાછી. કંટાળી ગયા હોય તો આપણે કરવું જ પડેને ! પાડોશી છેને ! અને નિશ્ચેતન ચેતન છે. જીવ વગર બીજા પાંચેય તત્ત્વમાં ચેતન છે નહીં ! જેને પોતાના દોષ દેખાવા માંડ્યા, ત્યાંથી જાણવું કે હવે ઉકેલ આવવાનો થયો !
જેને છેલ્લો ઉપયોગ રાખવો હોયને, તો ચંદુભાઈ અત્યારે શું મૂંઝવણમાં છે, ચંદુભાઈને ટેન્શન કેટલું છે, એ બધું આપણે ‘જોયા’ કરીએ, એનું નામ છેલ્લો ઉપયોગ !
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : ટેન્શન અનુભવાતું હોય, વેદના અનુભવાતી હોય તો ?
દાદાશ્રી : વેદના અનુભવાય નહીં, એ અનુભવને ‘જોવાનું’ કે “અહોહો, ચંદુભાઈ ! ખૂબ ટેન્શન અનુભવો છો ? અમે છીએને તમારી જોડે. વાંધો નહીં, ચા-બા પીઓ જરા.’ આપણે વાતો કરીએ પછી.
૬૦
પ્રશ્નકર્તા : એ રીતે ચંદુભાઈ સાથે વાતો કરવી, એ ઉપયોગ કર્યો કહેવાયને ?
દાદાશ્રી : આ છેલ્લો ઉપયોગ ! ચંદુભાઈને ‘જોયા’ જ કરવું. ચંદુભાઈને કેટલું ટેન્શન વધ્યું-ઘટ્યું એ બધું ‘જોયા' કરો. પછી આપણે કહીએ, ‘અમે છીએ તમારી જોડે, ગભરાશો નહીં'. બસ, આટલું જ કરવાનું છે. એ જ ઉપયોગ રાખવાનો છે. ગમે તેવું ટેન્શન આવે તોય પણ ચંદુભાઈને જ આવે છેને ! તમને શેનું આવે ? તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : કો'ક ઇન્કમટેક્ષવાળો આવ્યો, હિસાબ હોય તો જ છે તે બૂમાબૂમ કરેને ! પણ હવે છે તે આવ્યો એટલે તમને શું ? એ તો ચંદુભાઈને ભાંજગડ !
આ જ્ઞાન મળ્યા પછી પણ કેટલાક એવું કહે છે, “મને હાર્ટમાં ગભરામણ થાય છે'. જે દ્રઢ થઈ ગયું છે એમ બોલે છે. એ ભૂલચૂક થાય છે ને એનું કારણ શું છે કે એની પાસે ગૃહિત મિથ્યાત્વ છે. એટલે આ લોકોએ કહ્યું કે ‘આ તમે ચંદુલાલ છો. તમને પૈણાયા, તમે પાસ થયા છો.’ લોકોએ કહ્યું, તે આપણે સંઘરી રાખ્યું. હવે એ હિસાબ નીકળે છે. આપણે તરત કહી દેવું કે ‘હું ચંદુલાલને ઓળખું છું, ભઈ.’ ‘ઓળખું છું’ એમ કહીએ એટલે ચંદુલાલ સમજી જાય કે ‘હવે આ કોણ છે તે ?” વિગતમાં આવી જવું જોઈએ.
આત્મા થયા પછી હાર્ટમાં શી રીતે ગભરામણ થાય તને ? તને શેની થાય આ ? થાય તો આને થાય ! પાડોશીને થાય. પણ પ્રેક્ટિસ પાડવી પડે કે ‘આવો ચંદુલાલ, જાવ ચંદુલાલ.' આમતેમ મોંઢે આ