________________
જુદાપણું વર્તાવવા, વાતચીતનો પ્રયોગ !
ફાધર, તમારી તો વાત જ જુદીને ! તમે મોટા વકીલ થયા.' એવી વાતચીત કરવામાં વાંધો નહીં. રૂમ વાસીને વાતચીત કરવી. આપણે તો બોલ્યા કોનું નામ કહેવાય કે આપણા કાન સાંભળે એવું. બીજો ન સાંભળે ને આપણા કાન સાંભળે, એ બોલતાં જ નથીને પણ ! અને આપણે થયા છીએ છૂટા અને તેથી છૂટાપણું પ્રત્યક્ષ અનુભવાય છે. કેટલાંક તો આવું બોલે છે ને મહીં પ્રત્યક્ષ છૂટાપણું અનુભવે છે. પણ તમારે ‘કેમ છો – કેમ નહીં’ એ પૂછવામાં શું વાંધો, પાડોશી થઈને વાંધો શું છે ? અને તોય ચા
તો પીવાના જ છે અને કંઈ આપણી ચા છે ? એ એમની જ ચા છે. આપણી છે જ નહીંને ! જરા દોઢ કપ ચા-બા પીઓ' કહીએ. પેલાને કહીએ, ‘આપો, ચંદુભાઈને ચા આપો.’ હસતાં-રમતાં મોક્ષે જવાય એવો માર્ગ છે !
૫૭
સો ટકા જુદાપણાતો અનુભવ !
પ્રશ્નકર્તા : એટલે આમ એકલા બેઠાં હોઈએ અને સાંજે બેઠાં હોય
તો ચંદુભાઈને જોયા કરવાનું કે
દાદાશ્રી : ચંદુભાઈને જોવાનાં. તે એનું મન શું કરી રહ્યું છે, એની બુદ્ધિ શું કરી રહી છે, અહંકાર શું કરી રહ્યો છે એ જોયા કરવાનું. અને બધું શાંત હોય તો ચંદુભાઈ જુદા દેખાય, એને જોયા કરવાનાં. અરીસામાં મોઢું જોશેને, ચંદુભાઈ દેખાય. એને જોયા કરવાનું. પછી આપણાથી બોલાય ખરું કે ‘ચંદુભાઈ, તમે તો બહુ સારા છો. બહુ ડાહ્યા દેખાઓ છો.’ એવું બધું બોલાય આપણાથી. આપણે એની જોડે વાતો કરીએ એટલે પછી એ સો ટકા છૂટાપણું છે એનો અનુભવ થાય !
પ્રશ્નકર્તા : એટલે આપણે આખા દિવસને અંતે બેસીને ચંદુભાઈને જોઈએ અને યાદ કરીને એમ કહીએ કે આજે સવારે તેં આમ કર્યું હતું. આજે બપોરે ગુસ્સો કર્યો હતો...
દાદાશ્રી : હા, તે બધું કહેવાય.
પ્રશ્નકર્તા : એ જ જોયું કહેવાયને ? પ્રકૃતિ જોઈ કહેવાયને ?
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : હા. ‘જોયા’ પછી આપણે કહીએ ખરા, કે આમ કર્યું તે આ શોભે નહીં. હવે તો ઉંમર થઈ. હવે મોક્ષે જવું છે ને ?”
૫૮
પ્રશ્નકર્તા : હા. એટલે ગુસ્સો થઈ ગયો હોય તો પછી આપણે વઢીએ એને કે ‘આ તમે શું કરો છો ? આ દાદા મળ્યા પછી હવે આ ગુસ્સો કરો છો, શોભતા નથી !'
દાદાશ્રી : હા, બસ. ‘આ તમને શોભે નહીં.’ હા, વઢાય, વઢાય.... પ્રશ્નકર્તા : એ બધું જોયું કહેવાયને ?
દાદાશ્રી : હા, એ જોયું કહેવાય. પ્રશ્નકર્તા : એ અનુભવ કહેવાય ?
દાદાશ્રી : હા, એ અનુભવ કહેવાય. તમારે થોડું થોડું કહેવાય કે, ‘હવે તમારે ઉંમર થઈ છે. જરા વિચારો હવે આમ ! સાસુ અહીં નથી એટલે રોફ મારો છો !' એવું કહેવું જોઈએ. સાસુ ટૈડકાવે તો શું કરીએ ?! ‘કોઈ કહેનાર નથી એટલે તમે આવું કરો છો ?” જેટલું કહેવાય એટલું કહેવું. એમાં કંઈ આબરૂ જવાની છે ? આબરૂ તો ગયેલી જ છેને ! આબરૂ ગયેલી એટલે તો આ દાદા મળ્યા, અને આબરૂદાર લોકો તો જો કેવા ફરે છે ! એ લોકોને મહીં ચિંતા કરવી છે, પણ બહાર આબરૂ રાખવી છે કે બહાર આબરૂ નહીં જવા દઈએ !
વાઘ જોઈને માંદો કેવો દોડે !
આખું જગત અવસ્થામાં જ તન્મયાકાર થાય. અજ્ઞાનીની સમજ કેવી હોય ? અવસ્થામાં જ તન્મયાકાર. જે અવસ્થા ઉત્પન્ન થઈ તેમાં જ તન્મયાકાર. ગરીબી અવસ્થા ઉત્પન્ન થઈ તો ગરીબીમાં. શ્રીમંતાઈ થઈ એટલે એમાં તન્મયાકાર. આમ સાંઢ જેવો ફરે. એટલે તન્મયાકાર થઈને ફર્યા કરે. તાવ આવે, તો હું શું કરું ? ચલાતું નથી. હું શું કરું ?
અમથા મૂઆ, ‘ચલાતું નથી, ચલાતું નથી' એમ કહીને ઊલટો નરમ થઈ જાય. જેવું બોલે તેવો થઈ જાય. આત્માનો સ્વભાવ જેવું બોલે તેવો