________________
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
જુદાપણું વર્તાવવા, વાતચીતનો પ્રયોગ !
૫૫ અમારા અનુભવના છે એ બધા અનુભવ તમને આપી દીધા છે. જે હથિયાર મેં વાપયા છે તે આપી દીધાં.
અમે અરીસા સામું જોઈને થાબડતા'તા ત્યારે ડાહ્યા થઈ ગયા જો આ, છોત્તેર વર્ષે. આ છોત્તેરમું બેસશે. એમ ને એમ કાઢ્યાં નથી ! કોઈ થાબડે ? ઘેર તારે કોઈ થાબડે ? કોઈ ના થાબડે. ઘેર તો બધું અહંકારી. ઊંધું જ બોલે. આ તો કહે, ‘તને હું પહેલેથી ના કહેતો'તો, અક્કલ વગરનો જો છેવટે ઊંધું કરી નાખ્યુંને તેં ?” અલ્યા મૂઆ, આટલા હારુ નથી આવ્યો, અત્યારે તો મને આપઘાત કરવાનું મન થાય છે ત્યારે હું તમારી પાસે આશ્વાસન લેવા આવ્યો છું. પણ ત્યારે જંપીને ના બેસવા દે. હવે શું થાય ?
ઉદાસીત મત જોડે વાતો કરો ! પ્રશ્નકર્તા : મારે એમ થાય કે મારે થોડુંક લખવું છે. સંસ્થાનું થોડુંક કામ કરવું છે. પછી ચોપડી લઈને બેસું, થોડીક વાર થાય એટલે પેલી ચોપડીમાં જરાય મન ના લાગે અને પછી આપ્તસૂત્ર કે દાદાનું કોઈ પુસ્તક લઈને વાંચું. કાલે આ કરીશ. એમ કરતાં કરતાં દિવસો વીતતા જાય છે. પેલું હાથમાં લઉં. પણ એમ થાય કે નથી કરવું, જતું કરું. એટલે મન, જેને કલ્પી ના શકાય એટલું બધું ઉદાસીન બની ગયેલું છે.
દાદાશ્રી : ના, પણ આપણે થોડુંક થોડુંક કહેવું ચંદુભાઈને, થોડી વાતચીત કરવી. ચંદુલાલ જોડે તમારે વાતચીત કરવી હવે કે જરાક એ તરફ વળે. ભેદ રાખવો પડે. તમારે છૂટા રહીને બોલવામાં વાંધો નહીં. છૂટા રહીને બોલીએને તો ધીમે ધીમે રાગે પડે. તે જરાક આટલું સુધારજોને ! તમે ચંદુલાલ જોડે વાતચીત કરવાની રાખો. કાલે થઈ જતું હોયને તો આપણે કહેવું ચંદુલાલને કે ‘ભઈ, આ કાલે કરતાં આજ કરી આવોને’ ! તે એટલે પછી શું થાય, એ થયા કરશે અને જરૂર છે આની. આ તો વસ્તુ સ્થિતિમાં જે છે ને ફરજિયાત, એ કર્યા વગર છૂટકો જ નહીંને ! એ ટાઈમ ત્યાં જ જવાનો હશે અને આ પ્રમાણે ગોઠવાયેલું હશે તે કરે. કરવું પડેને ! જમવાનું મોડું કરતા હોય તો કહીએ, ‘જમી લોને ટાઈમસર. વાંધો શું છે ?”
તમે જુઓ, વાતચીત કરી જુઓ તો ખરાં. એટલે પછી તમને પેલું એવું નહીં લાગે કે હજુ મને અસર થઈ છે. કારણ તમે છૂટા થઈ ગયા. તમે છૂટા થયા, હવે આને કહેવાનું, તમારી ફરજ છે એને ચેતવવાની. ફરજ પાડોશી તરીકે. પાડોશી તરીકે ફરજ નહીં ? કેમ લાગે છે ?
એ તો ભરેલો માલ, તે નીકળે તો ખરોને ? ના નીકળે તો મહીં ગંધાયા કરે કોઠીમાં. પાછું પૈડપણમાં નીકળે એનાં કરતાં હજુ સારું છે શરીર, હજુ વાંધો નથીને ? શરીર સારું છેને ? અમને કહો તો તમારી ખબર પડેને ? પણ શરીરને હવે એ ના કરતા. શરીરને કહીએ, ‘તું ગભરાઈશ નહીં, તારો દોષ નથી. દોષ કોનો હતો, તે હું જાણું છું'. અહંકારનો દોષ હતો. અહંકારે ભરેલું આ બધું.
આમ થાય “પ્રકૃતિ'તે ટેક્સ ! પ્રશ્નકર્તા : હવે એ કશું કરવાનું નથી. એ જે આજ્ઞા આપે આપી કે હવે કશું તમારે કરવાનું નથી. હવે કોઈ માણસને વાંચવાનું મન થતું હોય, કોઈ માણસને ક્રિયા કરવાનું મન થતું હોય તોય પણ આ ઉપયોગ તે વખતે રહે છે કે આ મારે કરવાનું નથી, આ તો મારો ઉદયકર્મ છે અને મારે ડિસ્ચાર્જ કરીને કાઢવાનો છે.
દાદાશ્રી : આ તો હું કરતો નથી, આ ચંદુભાઈ કરે છે એવું ચંદુભાઈના નામથી જ વ્યવહાર રાખવો આપણે. ઉદયકર્મ બોલવું જ ના પડે. ‘ચંદુભાઈ કેમ છો ? તમારી તબિયત સારી છે કે નહીં ?” સવારમાં ઊઠીને પૂછીએગાછીએ બધું. કારણ કે આપણા પાડોશી છેને ! વાંધો શો છે ? એમ કરીને તમે કામ તો લેજો. જુઓ, કેવું સુંદર કરે છે ! પ્રકૃતિની જોડે..
પ્રશ્નકર્તા : લડવાની જરૂર નથી.
દાદાશ્રી : નહીં. પ્રકૃતિની જોડે એડજસ્ટ થતાં આવડવું જોઈએ. પ્રકૃતિ તો સુંદર સ્વભાવની છે.
પ્રકૃતિ બહુ સુંદર હોય પણ આપણે એને ગૂંચવીએ છીએ. એટલે આપણે એમેય કહેવાય, ‘હવે તો તમે આ પુત્રોના ફાધર, દીકરીઓના