________________
જુદાપણું વર્તાવવા, વાતચીતનો પ્રયોગ !
૫૪
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
ઉપયોગ તમારે નહીં કરવાનો. મન જે કરતું હોય તે, ઝાવાદાવા કરતું હોય કે ગમે તે, જોયા કરવાનું. ખરાબ મન હોય ને ચંદુભાઈ કંટાળે, તો પછી પાછળથી આપણે ખભો થાબડી આપવાનો કે અમે તમારી જોડે છીએ, ગભરાશો નહીં. આપણો કોઈ ખભો ઠોકનાર મળે નહીં આ દુનિયામાં, આપણે જાતે ઠોકીએ તો જ, આપણે શુદ્ધાત્મા ભગવાન છીએ. પહેલાં કોઈ કહેનારું જ હોતુંને ! ખભો થાબડનાર કોઈ હતું નહીંને !
આ આપણો ઉપયોગ શુદ્ધ કહેવાય. કોઈ ના હોય ત્યારે આપણે પૂછવું કે ‘ચંદુભાઈ, આજે તમે સારું કર્યું.” અને બીજે દહાડે જરા ચિડાયો હોય તે કહેવું કે ‘ભઈ, આવું આ ચિડાવું સારું ના કહેવાય. માટે પ્રતિક્રમણ કરો.’ બને કે ના બને એવું ?! બસ, એટલું જ કરવાનું છે આપણે. તમે ઓળખો કે ના ઓળખો ફાઈલ નંબર વનને ?
પ્રશ્નકર્તા : હા, બરાબર. દાદા પાસે આવ્યા પછી એ પાડોશીને બરાબર ઓળખીએ.
દાદાશ્રી : નાનપણથી ઓળખો ? એમનું જીવનચરિત્ર પહેલેથી બધું જાણો કે ના જાણો ?
લપટો પડી ગયો હોય તો ના કામ લાગેને ? લોક કહેય ખરાંને, ‘લપટો પડી ગયો છે'. લપટો હઉ પડી જાયને ? અને પ્રકૃતિમાં આત્મા લપટો પડે તે તો સારો. આપણે મહીં વાસીએ તોયે ફરી પાછો છૂટો ને છૂટો. અરીસામાં જોઈને જરાક પાછળ કહેશોને, ત્યારે આત્મા લપટો પડી જશે. પછી આપણે મજબૂત કરવા જઈએ તે ના થાય. લપટો પડી ગયો છે. આપેલો આત્મા શુદ્ધાત્મા છે, લપટો પડીને બીજો કંઈ બગાડ જોડે આવવાનો નથી. આપેલો શુદ્ધાત્મા છે, એટલે જ છૂટો પડી શકે.
આપણે પૂછીએ ત્યારે જવાબ મળે. તમે છે તે, ચંદુભાઈ જોડે વાત કરોને, કોઈ દા'ડો કરેલી ? તો આપણે ચંદુભાઈને પૂછીએ કે ‘તમારે હવે કંઈ હિંસા કરવાના ભાવ થાય છે ?” ત્યારે એ ‘ના’ કહે. ‘કોઈનું લઈ લેવું છે ?” ત્યારે કહે, ‘ના’. પૂછીએ તો જવાબ આપે કે ના આપે ?
પ્રશ્નકર્તા : આપે.
દાદાશ્રી : કારણ કે મિશ્રચેતન છે ને ! હા, આત્માને કશું જ કરવું પડતું નથી. આત્માની ખાલી હાજરીથી જ, આ મિશ્રચેતન ચાલે છે !
પોતે પોતાતો થાબડવો ખભો ! કો'ક ફેરો ઢીલા થઈ જાય, તો આમ ખભો ઠોકવો ! કોઈ ખભા ઠોકનારેય મળ્યો નથી. માણસ કેટલો ત્રાસી જાય બિચારો ! પાંચ લાખ ખોટ ગઈ અને બાપાને કહે તો એ કહેશે, “પાંચ લાખ ખોટ ગઈ ?! તારામાં બરકત જ નથી.” અલ્યા મૂઆ, એ આશ્વાસન લેવા આવ્યો તોય ઊલટો આ વેશ કર્યો !! બૈરીને કહે, એ જાણે કે બૈરી મને આશ્વાસન આપશે. અમારું અડધું અંગને, અર્ધાંગના આશ્વાસન આપશે ! ત્યારે કહેશે, “અમે તો તમને રોજ કહેતા'તા કે જરા દુકાને જઈને બેસો. આ મહેતા બરાબર નથી.” તે આ આશ્વાસન મને અત્યારે જે જોઈએ એ આશ્વાસન આપને ! એટલે હવે તમારે આ ખબો થાબડી આશ્વાસન આપવાનું કે અમે છીએ. એવું આશ્વાસન કોઈ ના આપે. હવે જોને, એક ફેરો ટપલી મારી તો જુઓ ! જુઓ ચંદુભાઈ દોડે છે ને ! એક ફેરો ય કોઈ ખભો થાબડનાર મળ્યું જ નથી આ દુનિયામાં. આ જેટલાં પ્રયોગ
પ્રશ્નકર્તા : હા, દાદા.
દાદાશ્રી : તો પછી તમારે એમને કહેવું કે ‘ભાઈ, હવે આમ નહીં ચાલે. હવે આમ ચાલો. અત્યાર સુધી તો અમે સૂઈ રહ્યા હતા, તે ચાલી ગયું તમારું. પણ હવે અમે જાગીએ જ છીએ. તે જાગ્યા, તે ચાલો અમારે પાછલો દંડ કરવો નથી તમને. પણ હવે જાગ્યા છીએ તો અમારી મર્યાદા રાખો'. તો એ એવી સરસ મર્યાદા રાખશે. ખરેખરી મર્યાદા રાખશે. આ તો એવું છે કે કહેનાર જોઈએ. કારણ કે આપણી હાજરીમાં આપણે ઘેર એ બધાંએ ખાધું. એ પછી એ આપણા ના થાય તો કોનાં થવાનાં છે?
તે પ્રકૃતિથી લપટો પડે આતમ.. અરીસામાં જોઈને રોજ ચંદુભાઈને કહેવું એટલે આત્મા છૂટો પડતો જાય. ને પ્રકૃતિથી આત્મા લપટો થયો તો કામ થઈ ગયું. શીશામાં તો બૂચ