________________
જુદાપણું વર્તાવવા, વાતચીતનો પ્રયોગ !
- ૫૧
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : હા, જોડાને, ‘તમારે જ્યારે જવું હોય ત્યારે જજો.’ હું ક્યાં તમારી ઉપાધિ કરું આખી રાત ! મને તો સૂઈ રહેવા દોને નિરાંતે ! કેવી રીતે જાય છે, આવે છે એ અમે જાણીએ પહેલેથી. એટલે એ તમને કહી દઈએ.
પ્રશ્નકર્તા : આમાં કહેવાનું છે, એ પ્રયોગનો હેતુ શો છે આખો ? દાદાશ્રી : એ એક્કેક્ટ ફળ આપે છે તેથી.
પ્રશ્નકર્તા : પણ આવું કોઈનેય વિચાર જ ના આવે કે આની જોડે વાત કરીએ. આપે કેવી રીતે આ પ્રયોગ ઊભો કર્યો ?
દાદાશ્રી : જ્યાં સુધી બુદ્ધિકળા ને જ્ઞાનકળા ફૂટે નહીં ત્યાં સુધી આવાં વિચાર કેવી રીતે આવે ? આ તો બુદ્ધિકળા છે. એ કળા ક્યાંથી હોય માણસનામાં ? એવું ગજું નહીંને ! એક ફેરો હજુ જોડે રહે ત્યાર પછી આમ થોડી શીખે એટલે બુદ્ધિકળા આવતી જાય એનામાં. પછી એની મેળે ફૂટે અમુક કાળ પછી, પણ બુદ્ધિકળા જાણતો જ નથીને ! બુદ્ધિ નામની કળા, એ તો કહેશે મહીં, “આમનાં બ્રેઈન ટોનિક બધાં ભારે છે.” હોય અલ્યા, મૂઆ બ્રેઈન તો મારા કરતાં બહુ છે, મોટા મોટા સોલિસીટરોને ! આ તો અમારી બુદ્ધિકળા છે.
જ્ઞાતીતો ગમો-અણગમો ! પ્રશ્નકર્તા ઃ આપને લાઈક કે ડિસ્લાઈક એવું કશું જ કોઈ દહાડો થાય નહીં ?
દાદાશ્રી : થાય. અહીં આગળ (નીચે) બેસવાનું હોય તો ઉદયકર્મ ડિસ્લાઈક કહે અને “અમે’ પછી કહીએ કે લાઇક છે ! એટલે ઉદયકર્મ કહેને. બધી બાબતમાં નહીં, અમુક બાબતમાં કહે. જેટલું ચોખ્ખું નથી કર્યું એટલી બાબતમાં કહે. ચોખ્ખું થઈ ગયું હોય એ ના કહે. અંદર અવળું બોલે તો આપણે સવળું બોલીએ. એ કહે કે નબળાઈ લાગે છે, તો કહીએ બોલો, ‘ચંદુલાલ, અનંત શક્તિવાળો છું. પ્લસ-માઇનસ તો કરવું પડે ?
અરીસામાં પૂર્ણ જુદાપણું ! પ્રશ્નકર્તા : બધી પરવશતાથી મુક્ત કેવી રીતે થયું ?
દાદાશ્રી : પરવશતા તો ચંદુભાઈને છે, તમને નથીને ? તમારે ચંદુભાઈને કહેવું, “અમે છીએ તારી જોડે, તારે કંઈ વાંધો છે, ગભરાવાનું નહીં. તું લોકોનો પરવશ ના રહીશ. અમારી જોડે પરવશ રહેજે. બીજા કોઈનો પરવશ રહીશ નહીં' એવું બોલીએ. આમ જુદાપણાની જાગૃતિ છે, પણ તે ના બોલતાં ફાવે તો આમ અરીસામાં દેખાડીને વાતચીત કરવી. તને દેખાય કે ના દેખાય ? તને ગમ્યું ને ? આ રસ્તો ગમ્યો ને ? હા, અમને પૂછે એટલે અમે જે રસ્તા કરતાં હોય, તે જ રસ્તા તમને દેખાડીએ.
પ્રશ્નકર્તા : અમેય કરીએ ને !
દાદાશ્રી : તો કરવો હોય તો આ રહ્યો અરીસો, કોણ ના પાડે છે? ‘હું સાથે છું ને દાદા માથે છે. બોલ શેની અડચણ છે ?” બસ, એટલે થઈ ગયો ચૂપ. અમે આવું કરતા'તા. ભલેને પગ દુખતાં હોય, પણ આખી રાત નીકળી જાય. ‘અમે છીએ તારી જોડે” એટલું કહીએ, કે એની સાથે વાતો કરીએ. નહીં તો આશ્વાસન આપનાર કોઈ નથીને ! અત્યારે કોઈ માણસને બહુ ખોટ ગઈ હોય અને કોઈ કહેશે, “અમે છીએ તારી જોડે', તો પેલા બિચારાને રાતે ઊંઘ આવે, પણ એવું કોઈ કહેનારું જ નથીને અત્યારે તો ?
જાણીએ તાતપણથી જાતતે ! આ જ્ઞાન પછી હવે તમારામાં ક્રોધ-માન-માયા-લોભ રહ્યા નથી. હવે તમારામાં કોઈ જાતનું કશું રહ્યું નથી. સર્વસ્વ શુદ્ધાત્મા તમે થઈ ગયા છો. હવે મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધું ચંદુભાઈનું અને તમારે કશું લેવાદેવા નહીં. ને મનમાં કઢાપો કરે કે અજંપો કરે, આ બધું તમારે જોયા કરવાનું.
તમારાં હવે ઘર બદલાયા. તમારો વિભાગ શુદ્ધાત્મા વિભાગ અને આ છે તે ચંદુભાઈનો આ વિભાગ. તે તમારે બન્ને વિભાગમાં ધ્યાન રાખવાનું. હવે મન એ ચંદુભાઈના વિભાગમાં ગયું, હવે એ મનનો