________________
જુદાપણું વર્તાવવા, વાતચીતનો પ્રયોગ :
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : ત્યારે રહેવું જોઈએ. દાદાશ્રી : અચાવીસ લાખની આવે તો ય શું ?'
પ્રશ્નકર્તા : પછી તો પાંચ કરોડ હોય તો ય સરખું જ છે ને, એને આપવાના નથી એટલે !
દાદાશ્રી : આપણે ચંદુભાઈને એટલું જ કહેવાનું કે ‘ચંદુભાઈ, આપવું છે એવો નિશ્ચય તોડશો નહીં. જ્યારે આવે ત્યારે આપવું છે એવું નક્કી રાખજો.” અને એનું હોય, તે એને મળ્યા વગર રહેતું નથી અને ના હોય ત્યારે માર ખાય.
પ્રશ્નકર્તા : બહુ મોટી વાત કહી. એનું હશે તો એને મળવાનું જ.
દાદાશ્રી : એને મળવાનું જ છે. બધો હિસાબ છે આ તો. મન બગડ્યું કે ખરાબ થયું, મન બગડે ને એટલે એવું કહે, ‘પોલીસ કેસ કરીશ ને આમ કરીશ, તેમ કરીશ', એમ કરીને પેલા પાસે પાંચ-દશ હજાર પડાવી લે. તો આમણે આ જે ગુનો કર્યો, તે પછી આ દંડ ભોગવવો પડશે. એટલે ગુનો થાય જ નહીં. શાંતિથી જવા દેવું પડે, મેં તો આખી જિંદગી આવું કર્યું છે. જો મોક્ષ જોઈતો હોય તો લોભ અને માન બે બિલકુલ ના હોવા જોઈએ.
ત કોઈનો ધણી આત્મા ! પ્રશ્નકર્તા : હજી પૈસા માટે જરા ભાંજગડ થાય છે. દરરોજ સવાર પડી એટલે ઘરમાં પહેલી ચર્ચા થાય છે કે આ ખર્ચા વધતા જાય છે, એટલે આવક વધવી જોઈએને !
દાદાશ્રી : હા, પણ એ ચંદુભાઈ કકળાટ કરે છે ને તમે નથી કરતાંને ! પ્રશ્નકર્તા : હા, ચંદુભાઈ કરે છે.
દાદાશ્રી : ચંદુભાઈ તો એના ધણી થઈ બેઠા છેને ! કોઈના છોકરા થઈ બેઠા છો, નહીં ?! કોઈના બાપે ય થયા હશોને ?! અને તમે તો કોઈના બાપે નહીં થયા, કોઈના ધણી નહીં, એવા તમે નિર્લેપ કહેવાઓ.
સમય વેડફાય ત્યારે ! પ્રશ્નકર્તા : ધંધામાં ને બધે આવી બધી ક્ષુલ્લક વાતોમાં, નિરર્થક વાતોમાં ધ્યાન અને સમય ઘણો બગડે છે.
દાદાશ્રી : વગર કામની વાત, કામ વગરનાં વલોણાં વલોવ વલોવ કર્યા કરે. પણ કોઈ દા'ડો તમે કહ્યું, કે ‘ચંદુભાઈ, આ ખોટો વખત શું કરવા બગાડે છે, વગર કામનો ?'
પ્રશ્નકર્તા : હા, પણ એ તો બે કલાક ગયા પછી કહ્યું, પછી તો એકાદ પ્રતિક્રમણ કરી લઈએ.
દાદાશ્રી અને પ્રતિક્રમણને ના ગાંઠે તો આપણે એમ કહેવું, ‘હે ચંદુભાઈ, બેસ સામો. જો આ વખત બગાડે છે અમથા, તે તારા હાથમાં શું આવ્યું ? બોલ.' તો તરત એની મેળે ઠેકાણે આવી જાય. કંઈ ચંદુભાઈ અભણ છે ? ભણેલો માણસ છે !
બોસ વઢે ત્યારે .... હવે બોસ છે તે ચંદુભાઈને વઢે, તમને શી રીતે વઢે ? તમને એ ઓળખે કંઈ ? ચંદુલાલને વઢે, તે આપણે ચંદુલાલને બોસ વઢી ગયા પછી, ઓફીસમાં જઈને કહેવું કે ‘તમે કંઈ બોલ્યા હશો તેથી જ કહેતા હશે ને ! શાંતિ રાખોને જરા !' કહેવાય કે ના કહેવાય ? અને બોસ લડે કે ના લડે, આ જમાનામાં ?
પ્રશ્નકર્તા : લડે.
દાદાશ્રી : એની બાઈડી જોડે લડીને આવ્યો, તેમાં આપણી પર અકળામણ કરે. એવું ના બને ? આપણી ભૂલ ના હોય તો ય વઢે ? ચંદુભાઈને આપણે “જાણ્યા’ કરવાનું. ઓફિસનું કામ કેવું કરે છે, કેવું નહીં તે આપણે જાણીએ” ને પછી એમને કહેવુંય ખરું, કે ‘આવું શા હારુ કરો છો ? પુરું કામ કરોને !' કહેવામાં શું વાંધો ? બોલવામાં શું વાંધો આપણે ? ખાલી એડજસ્ટમેન્ટ જ છે, નહીં તો ય બીજું કશું વળે નહીં. આવું પણ બોલીએ તો અંધાધૂંધી ના ફેલાય.