________________
જુદાપણું વર્તાવવા, વાતચીતનો પ્રયોગ !
૪૭
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
નથીને ! હવે તો તમે આખા ભગવાન થઈ ગયા લાગો છોને !' તો કહે, ના, તમે ભગવાન છો, ભગવાન હું નહીં !
ય પટેલ સાથે કરતો વાતો ! અજ્ઞાન અત્યારે ય આનું ઉપરાણું લે છે. આપણે એને કહીએને, તો રાગે પડી જાય. કહીએ કે તારે જે રસ્તે જવું હોય તે રસ્તે જા. નહીં તો આપણે ઘેર શું ખોટાં હતાં ?
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : પ્લાનિંગ મોટું છે. પ્રગતિ કરવી નથી, મારી હાજરીમાં ?! નહીં તો આવું તો કહેતાંની સાથે જ ફાઈલ નંબર વન સાથે વાત કરવા માંડે.
હું પટેલ સાથે બહુ વાતો કરતો'તો. મને મઝા આવે એવી વાતો કરવાની. અમે હઉ આવડા મોટા છોત્તેર વર્ષના અંબાલાલભઈને એવું કહીએ ને !! “છોંતેર વર્ષોથી કંઈ ડાહ્યા થયા છો ?! એ તો ઘડતરથી
પ્રશ્નકર્તા : આપે બહુ વર્ષો પહેલાં કહેલું કે જાત જોડે વાતચીત કરજો ! બહુ શક્તિ વધી જશે. તે એ વાતચીતનો પ્રયોગ બહુ ઊંચામાં ઊંચી વસ્તુ છે. આટલું આપણું અક્રમ વિજ્ઞાનનું જે કહીએને, આ જુદા પડવાની જે પ્રક્રિયાની આખો આધાર જેવી વસ્તુ છે આ. - દાદાશ્રી : આપણે કહીએ કે ‘તારે બહુ ચા પીવી સારી નહીં.’ ત્યારે કહે, કે “ના, પીવી છે.” “તો પીઓ પછી.” વાતચીત કરી, જુદાપણાનો લાભ લઈએ આપણે.
પ્રશ્નકર્તા ઃ બરોબર છે. અને આવી વાતચીતથી બહારની નિર્જરા તો એની મેળે થવાની જ. આ ઉપયોગપૂર્વક કહેવાયને આખું ? આખું આમ એટલે બહાર માંદગીની અસરો હોય, વિકનેસ હોય તોય અંદર વાતચીત ચાલુ જ રહેવાની.
દાદાશ્રી : એ તો જુદેજુદી રહેવાની. પ્રશ્નકર્તા : એ વખતે આપ શું વાત કરો ? દાદાશ્રી : બધી જ. એ તો જેમ છે એમ જ.
પ્રશ્નકર્તા એટલે પૂછો આપ અંદર? કેમ લાગે છે તબિયત, પૂછો એવું બધું કરો ? - દાદાશ્રી : આ ભઈ કહે કે દાદા, હવે રૂમમાં મહીં થોડું ચાલો, ફરો. તો ફરે, તે ઘડીએ હું જોતો રહું કે “ઓહોહો ! કેવા દેખાય છે ! શું વેશ તમારા થયા છે ? આ તમે ચાલો છો તે ઉપર મને હસવું આવે કે આ વેશ તો જુઓ ! કોઈને અડવા ના દે એવા માણસ, તે તમને હાથ ઝાલીને ફેરવવા પડે છે !'
પ્રશ્નકર્તા : એટલે આમાં પેલું કોઈને અડવા ના દે, એ જ તમે. હાથ ઝાલીને ચાલો છો, એ જ તમે ! બધું આખું જુદું પડી જાય. આમાં આખો અહંકાર ના રહે. માલિકીભાવ ના રહે. બધું જ ઊડી જાય આખું !
દાદાશ્રી : અમે છૂટ આપીએ એને કે જે કરવું હોય, એને પછી અમે જરા આવી ગમ્મત કરી લઈએ કે “ઓહોહો ! તમને તો કશું અડતું જ
ડાહ્યા થયા !”
પ્રશ્નકર્તા : તમે ક્યારથી વાતો કરતા'તા ?
દાદાશ્રી : જ્ઞાન થયા પછી. પહેલાં તો કેવી રીતે વાત કરું હું? ‘હું જુદો છું’ એવું ભાન થયું ને પછીથી !
જે પૈણવા બેઠા'તા એ ય યાદ કરીને અંબાલાલને કહીએ કે, ઓહોહો. તમે તો કંઈ પૈણવા બેઠા'તા ને ! પછી માથેથી પાઘડી ખસી ગયેલી, ત્યારે પછી રાંડવાનો વિચાર આવેલો તમને એવું હઉ કહું છું. દેખાય પેલું. કેવી પાઘડી ખસી ગયેલી હતી, ને કેવું બધું પણવામાં મારું હતું, તે દેખાય. વિચાર કરતાની સાથે દેખાય. અમે બોલીએ અને અમને આનંદ આવે. આવી વાત કરીએ એટલે એ ખુશ થઈ જાય !
અમારા' અનુભવતી વાત ! હું ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી ના કરું. કારણ કે બીજા પેસેન્જરો પછી