________________
[૧.૩]
જુદાપણું વર્તાવવા, વાતચીતનો પ્રયોગ !
સમજો પ્રયોગ જુદાપણાતો !
પ્રશ્નકર્તા : આપ સત્સંગમાં થોડી થોડી વારે જુદા પાડવાનો પ્રયોગ કહેતાં જ હો છો.
દાદાશ્રી : એ મુખ્ય વસ્તુ જ એ છે ને !
પ્રશ્નકર્તા : મન કશું બતાડે તો મનને કહી દેવું કે તારું નહીં ચાલે. એટલે મન સાથે વાત કરી કે છૂટું પડી જ જાય.
દાદાશ્રી : હા, છૂટું પડી જ જાય અને આ દેહને ફાઈલ નંબર વન કહ્યું તોય છૂટું પડી જાય.
પ્રશ્નકર્તા : આ જે જુદાપણાનો પ્રયોગ છે આપનો, તે કેવી રીતે હોય છે ? આપને એ સહેજે એક્ઝેક્ટ જુદું દેખાયા કરે ?
દાદાશ્રી : દેખાય એ તો. આ પુદ્ગલભાગ અને આ ચેતનભાગ. એ રીતે બધું ઓળખાય જ. એવી જાગૃતિ હોય. દૂધીનું શાક કરવું હોય તો જાગૃતિ હોય કે છોડાં જુદાં કાઢી નાખવાના, ડીટું જુદું કાઢી નાખવાનું. પછી સમારી દે હડહડાટ ! એવું અમને જડ-ચેતનનું જુદું જ રહે !
જ્ઞાતા-દ્રષ્ટા રહેવું એટલે શું કે ચંદુભાઈ શું કરે એ તમે જાણ્યા કરો,
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
ચંદુભાઈએ છોકરાંને ધોલ મારી ને કકળાટ કરતો હોય તે આપણે જાણવું કે ચંદુભાઈ હજુ કકળાટ કરે છે ! આપણે ચંદુભાઈને કહેવાય ખરું કે શા હારુ કકળાટ કરો છો વગર કામના ? હા, ખુશીથી કહેવાય. અને કો’ક ફેરો ઠપકો ય આપવો. ‘ચંદુભાઈ, શા હારુ કરો છો’ કહીએ. પહેલેથી, પરણ્યા ત્યારથી આવા ને આવા હતા એ. ‘હવે જરા પાંસરા થઈ જાવને, ભઈ. દાદા મળ્યા હવે તો !'
૪૬
પ્રશ્નકર્તા : હા, અને આપે છૂટા પાડી આપ્યા પછી એ ચંદુભાઈ સામો જવાબ આપે કે ના, હું આમ ને આમ રહીશ.
દાદાશ્રી : ના, હવે એ બોલે નહીં. અક્ષરે ય બોલે નહીં. જાત જોડે વાતચીતનો પ્રયોગ !
પ્રશ્નકર્તા : બરોબર. આપ કહો છો અમે વાણીના જ્ઞાતા-દ્રષ્ટા, વાણી ‘જોયા’ કરીએ શું નીકળે છે એ, તો એક્ચ્યુલી અંદર આવી રીતે કહો, અંદર આવી રીતે વાત કરો, એવું કંઈકને ?
દાદાશ્રી : એવું જોતાં શીખો. તું ચંદુભાઈને ‘જોતાં’ શીખ. પ્રશ્નકર્તા : હા, પણ એ ‘જોતાં’ શીખવું એટલે આવી રીતે વાત કરવાનીને અંદર છુ
દાદાશ્રી : વાત કરીએ તો ‘જોવાનું’ વધારે શીખાય. ઇન્ટરેસ્ટ પડતો જાય એટલે જુદા તરીકે રહેવાનો ભાવ થતો જાય અને છે જ જુદા એટલા
બધા !
પ્રશ્નકર્તા : આવી રીતે બોલવાથી ખરેખર એ જુદાપણાનો વ્યવહા૨ શરૂ થઈ જાય છે.
દાદાશ્રી : એ ગમ્મત કરવાથી, મશ્કરી કરવાથી, જોવાથી જુદાપણું થઈ જાય. હું તો એવું હઉ કહુંને, કેમ છો ! મજામાં છોને ! અંબાલાલભાઈ, લહેરમાં આવ્યા છો, કંઈક લાગે છે !’ એટલે અમે ફ્રેશ રહી શકીએને ! તે અમે આખો દિવસ ફ્રેશ રહીએ છીએ, તે આટલું કામ કરે છે.