________________
જુદાપણાની જાગૃતિ
પ્રશ્નકર્તા : આ ફાઈલ નંબર ટુ કરી આપે ત્યારે મારી ઇચ્છા પૂરી થાયને, આ નથી કરી આપતા ઇચ્છા પૂરી. હું મહેલ નથી માગતી, એક નાની વસ્તુ પંદર વર્ષથી માગું છું તો ય એ નથી આપતા.
૪૩
દાદાશ્રી : એ તો તારું પ્રારબ્ધ વાંકું. તારું પ્રારબ્ધ જો તૈયાર હશેને તો આ દુનિયામાં આપણે ના કહીએ તો ય લાવીને આપી જાય. હજુ અંતરાય તૂટ્યા નથી. આ અંતરાય છે. હવે અંતરાય તોડી નાખીએ એના. મારી પાસે વાત નીકળી એટલે અંતરાય તૂટી જવા આવ્યા. ‘ચંદુ' ખેદમાં તે ‘તમે' જ્ઞાતમાં !
અત્યાર સુધી તો કહેતા હતા કે મને થયું, પણ હવે જ્ઞાન પછી એનો સહકાર ન કરો કે મને થયું ! અલ્યા, તમને શી રીતે થાય ? તમને તો દાદાએ જુદા બનાવ્યા ! જુદા નથી પાડ્યા ?!
પ્રશ્નકર્તા : જુદા જ છીએ.
દાદાશ્રી : હા, ત્યારે જુદું જ રાખવું જોઈએને ! આખું જગત સાયકોલોજીકલ રોગથી પીડાય છે ‘મને થયું’ કહીને. ‘અમારો જ વેવાઈ મને ગાળો ભાંડી ગયો', કહે.
કોઈ ભૂલ કરી હોય અને ખેદ ના થાય તે ય ખોટું. ખેદ તો થવો જ જોઈએ. તેને આપણે જાણ્યા કરીએ કે ચંદુભાઈ બહુ ખેદમાં છે. તે આપણે ચંદુભાઈનો ખભો થાબડી આપીએ. આનું અવલંબન લઈને ખેદ બંધ કરી દે તો પાછું કાચું રહી જશે. ખેદ તો થવો જોઈએ. જેણે અવળું કર્યું, તેનો ખેદ તો એને થવો જ જોઈએ. એટલે ખેદ થાય ત્યારે પછી આપણે કહેવું કે, ‘હવે ભૂલનાં પ્રતિક્રમણ કરો, પ્રત્યાખ્યાન લો. અમે છીએને તમારી જોડે. ચાલો શક્તિ માગો.' આ તો અક્રમ વિજ્ઞાન છે.
લોકોતી દ્રષ્ટિમાં, શુદ્ધાત્મા થયા કે ચંદુ રહ્યા ?
લોક તમને ઓળખે ક્યારે ? વર્તન સારું હોય ત્યારે. આ શુદ્ધાત્મા થયા છે એવું ઓળખે ક્યારે ? અત્યારે તો ચંદુભાઈ છે, એવું જ જાણેને બધાં ? અને તમે એમ જાણો કે ‘હું શુદ્ધાત્મા છું’. તમારું જ્ઞાન જુદું ને
૪૪
લોકો જાણે એ જ્ઞાન જુદું, જુદું નહીં ? પ્રશ્નકર્તા : હા.
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : એટલે લોકોને એમ ખબર નથીને કે આ શુદ્ધાત્મા થયા
છે. શુદ્ધાત્મા થયા ક્યારે કહેવાય ? બહારનું વર્તન ફરી જાય ત્યારે લોકો સમજે. એટલે લોકો જાણતા નથીને હજુ. જાણશે ત્યારે વાત જુદી છે.
અત્યારે તમારા શિષ્ય થાય કોઈ ? ના. શાથી ? અવળું-સવળું બોલાઈ જાય, બીજું કંઈ વર્તન દેખેને બધાં ?
પ્રશ્નકર્તા : હા, વર્તન દેખે.
દાદાશ્રી : લોક તો, એમને અનુભવ થાય. એમને કશું કરી આપીએ ને એમને આનંદ થાય તો એ શિષ્ય થાય. આ તો તમે જ્ઞાનની સમજણ પાડો તોય છે તે એ જાણે કે આ દાદાની વાત બોલી રહ્યા છે. એ જ્યારે આપણે શુદ્ધાત્મા સ્વરૂપમાં રહીને બોલતાં હોઈએ અને આનંદ થાય, ત્યારે એવાં થશો. પણ ત્યાં સુધી તો તમને શિષ્ય નથી ને, એટલે આપણે પહેલાં શિષ્ય ચંદુભાઈને બનાવવા. ના સમજ પડી ?
એટલે ‘તમને’ ચંદુભાઈ તો એક શિષ્ય જબરજસ્ત સુંદર શિષ્ય મળ્યા. ‘એય... આમ કર, તેમ કર' એને કહેવું. ચેતવવા, સમજણ પાડવી, ભૂલો બતાવવી, પ્રતિક્રમણ કરાવવા. તે ઉલ્ટું સારું ફાવે. હું કહું ને તો પણ મારું કેટલાં જણ સાંભળે એ ?! અને તમે કહો તો ચંદુભાઈ સાંભળે.
શિષ્ય પોતે પોતાના થવું પડે. આ ચંદુભાઈને તમારા શિષ્ય બનાવવાના. બીજો કોણ શિષ્ય થાય ? ચંદુભાઈનો કોઈ શિષ્ય થાય ?
પ્રશ્નકર્તા : ના થાય. દાદા, આપની વાત એકદમ સરસ છે ! દાદાશ્રી : જેમ આમને એમની ફાઈલ નંબર વન શિષ્ય થાય અને ‘તમારે’ ‘ચંદુભાઈ’ શિષ્ય થાય. અમને તો લોકો બધાય શિષ્ય થાય. એટલે તમે મારા જેવા થઈ જાવ, તો તમને બહારના લોકો શિષ્ય થાય.
܀܀܀܀܀