________________
જુદાપણાની જાગૃતિ
દાદાશ્રી : એ ગમે તેવી પરિસ્થિતિ હોય, જ્ઞાતા-દ્રષ્ટા રહેવું હોય તો રહી શકે. જ્ઞાતા-દ્રષ્ટા રહેવું હોયને, તે અમુક હદ સુધીની પરિસ્થિતિમાં રહી શકાય એમ છે. બેહદ થયેલું હોય, દબાણ બહુ હોય ત્યાં ન રહે. હવે જાગૃતિ ઊડી ગઈ તો ય એમ રહેવું જોઈએ કે આ જાગૃતિ ઊડી ગઈ છે, તેને ય હું જાણું છું ! પણ જાણકાર જ રહેવું જોઈએ. તો પેલું બધું ધૂળધાણી, નિઃસત્ત્વ થઈ જાય. સત્ત્વ નીકળી જાય, બળી જાય બધું. લોકોની સાથેનું ડિલિંગ કેવું હોય છે, એ કહોને મને ! રાગ-દ્વેષ થાય છે ? બિલકુલેય નહીં ?
૪૧
પ્રશ્નકર્તા : ના થાય. એટલે બહુ ચીકણી ફાઈલો હોય એમાં થઈ જાય. પણ લોકો જોડે ઘણા ઓછાં થઈ ગયા છે.
દાદાશ્રી : આપણને આત્મા પ્રાપ્ત થયો એટલે રાગ-દ્વેષ ના થાય, પણ ડિસ્ચાર્જ રાગ-દ્વેષ થાય, જે નિકાલી છે તે. હવે નિકાલી છે એને રાગદ્વેષ ગણાતા નથી. રાગ-દ્વેષ તો જે આમ આગળ બીજ રૂપે પડેને, તે ચાર્જને રાગ-દ્વેષ કહેવાય. પેલું ખાલી ગુસ્સો છે, ને એ પુદ્ગલના ગુણો છે. એટલે એ કંઈ બહુ મહત્ત્વની વસ્તુ નથી.
પ્રશ્નકર્તા : એટલે આણે આમ કર્યું, તો હું પણ આમ કરીશ એવી જાતનો ગુસ્સો હોય, એ ચાર્જ થઈ જાય કે નહીં ?
દાદાશ્રી : ચંદુભાઈ એવી જાતનો ગુસ્સો કરતા હોય કંઈક, તો ય પણ આપણને ન ગમતું હોય તો એ ડિસ્ચાર્જ છે. આપણને ગમે નહીં, તમને રુચિ નથી તો તમે જોખમદાર નથી.
પ્રશ્નકર્તા : દાદા, અજ્ઞાનીને પણ જો ચિ ના હોય...
દાદાશ્રી : તોય એ જોખમદાર. કારણ કે અજ્ઞાની એટલે હું જ ચંદુલાલ છું. રુચિ ના હોય તો ય જોખમદાર. રુચિ ના હોય તો અરુચિ હોય. કંઈક તો હોય એને. અને તમને અરુચિ ના હોય, આવું ના થવું જોઈએ, એવું હોય ! અજ્ઞાનીને રુચિ ના હોય તો અરુચિ હોય જ ! એટલે ગમે ત્યાં એને તો લપટાવાનું જ છે.
પ્રશ્નકર્તા ઃ કોઈએ ગાળ આપી, પછી આપણને થાય કે આને બે
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
ગાળ આપવી છે અને પછી આપીએ ખરી. પણ પછી આપણે જોઈએ કે
આ ચંદુભાઈને આ આવું મન થયું, પાછી આપી અને તે ય પાછાં ચંદુભાઈને આપણે જોઈએ, તો એ શું કહેવાય ?
૪૨
દાદાશ્રી : આ બધું બની ગયું એને તું બસ ‘જોયા’ કરે, તો છૂટી ગયું. તમારે લેવાદેવા નહીં. તારે જવાબદારી નહીં. ચંદુભાઈને જવાબદારી ખરી. તે ચંદુભાઈને પેલો સામો માણસ ટૈડકાવે, ‘કેવા નાલાયક છો તે ! શું બોલ બોલ કરો છો ?' એટલે ધોલ-બોલ મારીય દે. એટલે જોખમદારી છે એના માથા પર ! પછી આપણે ચંદુભાઈને કહીએ, ‘અતિક્રમણ કેમ કર્યું, માટે પ્રતિક્રમણ કરો.’
પ્રશ્નકર્તા : પણ ધારો કે ચંદુભાઈએ પ્રતિક્રમણ ના કર્યું, તો એ ચાર્જ થયું ને ?
દાદાશ્રી : ના, તો ય ચાર્જ નથી થતું. ચાર્જ તો થાય જ નહીં. પ્રશ્નકર્તા : પણ પ્રતિક્રમણ કરવું જોઈએ ?
દાદાશ્રી : કરે તો ચોખ્ખી થઈ ગઈ બધી ફાઈલ. જ્ઞાને કરીને ચોખ્ખી કરીને મૂકી દીધી. જેટલાં કપડાં ધોઈએને એટલાં ચોખ્ખાં કરીને મૂકી દેવાનાં. પછી ઇસ્ત્રીમાં જાય.
પ્રશ્નકર્તા : કોઈ વખત ઇચ્છા પૂરી તો ના થાય. ઇચ્છાના મૂળ એટલા ઊંડા હોય, કે જ્ઞાન હોય તે છતાં ય એ સતાવ સતાવ કરતી હોય તો એ કાઢવી કેવી રીતે ? ઇચ્છાને નિર્મૂળ કેવી રીતે કરવી ?
દાદાશ્રી : તેથી આપણે કહીએ છીએને, એક-બે અવતાર થશે. તે જે ઇચ્છા બધી અધૂરી છે, તે બધી પૂરી થઈ જશે. ઇચ્છાઓ પૂરી થયા સિવાય મોક્ષમાં કોઈ પેસવા દે નહીં. જેટલી જેટલી ઇચ્છાઓ છે એ પૂરી થવી જ જોઈએ. બહુ ઊંડી હોય તો આવતા ભવમાં આવે પાછી પણ પૂરી કરે.
પ્રશ્નકર્તા : તો આપણે એવું કરવું કે આજથી બધી ઇચ્છાઓ પૂરી કરવા જ માંડવી ?
દાદાશ્રી : કરોને ! તમને મેં ક્યારે ના પાડી છે ?