________________
જુદાપણાની જાગૃતિ
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
ચંદુભાઈને એમ કહેવું કે ‘ભઈ, બહુ વઢો છો તો તમારી શી કિંમત રહેશે ? તમારી આબરૂ જશે !”
પ્રશ્નકર્તા : એમ ઘણી વખતે આપણે કુદરતની સામે માણસને એટલો બધો લાચાર થતો જોઈએ છીએ, તે વખતે કશું જ્ઞાન કે કોઈ વસ્તુ કામ નથી લાગતી, તો ત્યાં શું કરવું એમ ?
દાદાશ્રી : એ તમે શુદ્ધાત્મા થયા. શુદ્ધાત્માને લાચારી થાય જ નહીં ને. આ તો તમારે ચંદુભાઈ ન થવું જોઈએ. તમે ચંદુભાઈ થઈ જાવ, એની જવાબદારી આવે. તમે નક્કી કર્યું કે આપણે કોણ છીએ ખરેખર ? અને ચંદુભાઈ એ તમારું રિલેટિવ સ્વરૂપ છે. એટલે આપણે તો એ થવું જ નહીં.
દાદાનો તિજ જુદાપણાતો વ્યવહાર ! પ્રશ્નકર્તા : એક મહાત્માએ બીજા મહાત્મા જોડે કેવી રીતે વર્તન રાખવું ?
દાદાશ્રી : પોતે આત્મામાં રહીને, દેહાધ્યાસ ઉત્પન્ન ન થવો જોઈએ. પ્રશ્નકર્તા : એટલે બધી વાતનો સાર પોતે આત્મામાં રહેવું નિરંતર.
દાદાશ્રી : બીજું શું છે ? દેહમાં તો ગધેડો ય રહે છે અને તમે ય રહો, તો શું ફેર પડ્યો ?
પ્રશ્નકર્તા : કશું નહીં. નકામું ગયું ! પ્રશ્નકર્તા ઃ દાદા, તમે તમારા પાડોશીને કેવી રીતે જુઓ-કરો છો ?
દાદાશ્રી : સરસ રીતે, બહુ સારા માણસ છે એ હું જાણું ને, નાનપણથી જ ! આમ સારા માણસ છે. ઘણા સારા માણસ છે. કશી ડખલ નહીં, કશી ભાંજગડ નહીં, કંઈ જોઈએ નહીં, કંઈ હેરાનગતિ નહીં. વહેલા ઉઠાડો તો ય વાંધો નહીં, મોડા ઉઠાડો તો ય વાંધો નહીં. નીચે મહાત્મા આવ્યા છે, કહેતાંની સાથે અડધો કલાકમાં ઉઠીને ય આવતા રહે નીચે. તને એમ લાગ્યું અમને પજવતા હશે ? ના. અરે, આ તો પજવતા નથી પણ હીરાબાનેય પજવતા નથીને, કોઈ દહાડો ય !
પ્રશ્નકર્તા : જે આત્મા ને પુદ્ગલનું ડિમાર્કેશન છે ને, આપને જેવી રીતે છૂટો લાગે એવી રીતે અમને આત્મા છૂટો કઈ રીતે લાગે ?
દાદાશ્રી : છૂટો જ છે ને !
પ્રશ્નકર્તા છે પણ આપ જે રીતે જોઈ શકો છો, આત્મા જુદો અને પુદ્ગલ જુદું એવું અમે જોઈ શકીએ ખરા ?
દાદાશ્રી : એ સ્ટેશન આવે ત્યારે જોવાય ને ! પ્રશ્નકર્તા : એટલે એ કઈ રીતનું હોય ?
દાદાશ્રી : કશું રીત ના હોય. આ આત્મા ને પુદ્ગલ. આ બે અડીને જ છે, પણ સંગ નથી બને.
પ્રશ્નકર્તા : પણ આ જે તમે બેઠા છો અત્યારે અને દાદા ભગવાન ‘દાદા'ને જુએ છે, એ કઈ રીતે આમ જુએ છે ?
દાદાશ્રી : સ્વ-પર દ્રષ્ટિથી. સ્વની દ્રષ્ટિ ને પરની દ્રષ્ટિથી. મેં જે તમને આત્મા આપ્યો એની દ્રષ્ટિ જુદી અને આની દ્રષ્ટિ જુદી. આ જે રૂમ દેખાય છે આ બધું એ દ્રષ્ટિ જુદી, પરની દ્રષ્ટિ કહેવાય અને પેલી સ્વની દ્રષ્ટિ અને સ્વદ્રષ્ટિ જુદી હોય. સ્વ અને પર બેઉ જુદું દેખાય. આ પર ને આ સ્વ, તમે હઉ સમજો છો ને, પણ તમારે ઊંડા ઉતરવાની જરૂર નથી. પણ આપણને તો સમજાય કે ભઈ, આ બધું જુદું. તમને ખબર ના પડે કે આ પર છે ?
પ્રશ્નકર્તા : હા, એ તો ખબર પડે.
દાદાશ્રી : એ જ દ્રષ્ટિ. આ હોય ને આ હું, આ જોય ને આ હું. એટલે આ જ મજબૂત કરી દો ! આ રોડ બધા કાચા હોય કે પછી આગળ રોડ કરીએ ને તો પછી પેલું કાચું પડી જાય અને આ રોડ જે મજબૂત છે ને જ્યાં સુધી દેખાયો ત્યાં સુધી એને મજબૂત થઈ જવા દો બરાબર. એ તો નિયમથી જ આ બધું કામ કરે છે. તમારે એ બધી ભાંજગડમાં ઉતરવાનું નહીં. નહીં તો અહીં હતો એવો ડખલવાળો થઈ જાય. ત્યાં