________________
જુદાપણાની જાગૃતિ
૩૫
જિ.
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
તો અહીં જુઓ તો ખરા.’ ‘શાલ ઉઘાડ, હા, લાવ.” ત્યારે પેલો નામનો આંકડો દેખાડે ને ! ‘હા, અલ્યા, આ મારી. તું તારી શાલ પાછી લઈ જા.” ત્યારે આવું કરે મૂઓ ! પણ ત્યાં સુધી વઢવઢા કરે. કરે કે ના કરે ? એને ગેડ બેસી ગઈ, મારી જ છે. એને તો એ જ હોય પણ કેમ ? આ પેલા નામ ઉપરથી ખબર પડે. ધોબીએ આપતી વખતે ભૂલેને બિચારો ! પછી
જ્યારે નામ ઉપર આવ્યું ત્યારે એને ખાતરી થઈ કે સાલું, આ તો ભૂલ્યા. એના જેવી હોય, પછી શું થાય ? આપણે દબાવી પાડીએ ને ? સૂઈ ગયેલાં હોય પછી ઉઠીએ કે ?
આઘુંપાછું થાય કોણ ? પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા પદે બેઠાં પછી લક્ષ બેસી ગયું. પછી જાગૃતિ બરોબર, ટોપ ઉપર જ રહેવી જોઈએને ! એ આઘીપાછી કેમ થાય ?
દાદાશ્રી : એ આઘીપાછી નથી થતી. આઘુપાછું થાય એ જુદું ને આ જાગૃતિ જુદી. બે ય જુદું જ ચાલેને ! છે જ જુદું જુદું.
પ્રશ્નકર્તા : આવું જુદું ક્યાં સુધી ? છેક સુધી જુદું ચાલ્યા કરે ?
દાદાશ્રી : આ તો ફાઈલો છે ત્યાં સુધી. ફાઈલો છે ત્યાં સુધી અંતરાત્મા. ફાઈલો પૂરી થઈ ગઈ એટલે પરમાત્મા. ઇન્દ્રિમ ગવર્નમેન્ટ પછી ફૂલ ગવર્નમેન્ટ. એટલે આ ફાઈલો હેરાન કરે છે !
પ્રશ્નકર્તા: હા. છતાં ફાઈલો હોય બધી. એ આપણા માટે ગમે તેટલું ખરાબ કરતી હોય, એના માટે અંદરથી ભાવ એવો ખરાબ થતો નથી. પણ જ્યારે ફાઈલ સામે આવે કે સામો માણસ નિર્દોષ દેખાવો જોઈએ, એકદમ થવું જોઈએ, એ નથી થતું. થોડીવાર પછી થાય છે.
દાદાશ્રી : જાગૃતિ તો હોય છે પણ પોતે કાચો પડી જાય છે. પહેલાંની ટેવ ખરી ?
પ્રશ્નકર્તા : દાદા, એક ફેરો શુદ્ધાત્મામાં બેસાડ્યા પછી કાચા શેના પડે પછી ?
દાદાશ્રી : કોઈ ગાળ ભાંડે તો એમાં પાછો હાથ ઘાલી દે. એને એમ થાય કે મને ગાળ ભાંડી. ખરી રીતે એને ગાળ ભાંડતો નથી. એ તો એની જગ્યાએ જ છે. વળી પાછા અહીં ક્યાં આવ્યા ? અક્રમ વિજ્ઞાન શું કહે છે ? દોષિત કોઈ હોતાં જ નથી.
‘વ્યવસ્થિત’ છે તે પ્રેરણા કરે અને પ્રેરણાથી બધું ચાલે. તેને “આપણે” “જોયા’ કરવાનું અને બસ આટલું જ, જોયા કરવાનું. ફિલ્મ અને ફિલ્મને જોનારો બન્નેને થાક ના લાગે. જોનારને થાક ના લાગે ને, ફિલ્મને થાક ના લાગે. જોવાથી કશી અસર થતી નથી. જોવાથી-જાણવાથી કોઈ અસર અડે નહીં.
પ્રશ્નકર્તા : હવે આ જે ફાઈલ આવી, સમભાવે નિકાલ કર્યો, એ પ્રકૃતિની જે કંઈ ગૂંચો અંદર હતી, જે કંઈ થયું એ બધું આપણે જોયા કરીએ. એ જોયા કરીએ એમ પ્રકૃતિ બધી ચોખ્ખી થતી જાયને ?
દાદાશ્રી : થાયને બધું. ચોખ્ખી થતી જાય. જેમ તમે જુઓને તેમ તમારી જોવાની શક્તિ વધતી જાય. કારણ કે શક્તિ મલ્ટિપ્લાય થાય અને ચોખ્ખું થાય. મહીં આનંદ ઊભો થાય. આ તો માથું દુખ્યું તો કહેશે, મારે તો બહુ માથું દુખે છે. અલ્યા, પણ તારું દુખે છે કે ચંદુલાલનું દુખે છે ? તું તો શુદ્ધાત્મા. તો કહે કે, હા, હું તો શુદ્ધાત્મા. એ તો ચંદુલાલનું દુખે છે. હવે ચંદુભાઈનું માથું દુખે, એમાં મને માથું દુખ્યું કહ્યું એટલે અસર થઈ !
વઢે તે હોય “હું” ! પ્રશ્નકર્તા ઃ ઓફિસમાં હું કામ કરું તો ત્યાં આગળ મારે કોઈને વઢવું પડે, કંઈક કહેવું પડે, પણ પછી મને બહુ દુઃખ થાય કે આવું કોઈને કહેવાનું, મારે નિમિત્ત કેમ બનવું પડ્યું ?
દાદાશ્રી : એવું છે ને તમે વઢતાં નથી ને ?! ચંદુભાઈ વઢે છે કે તમે વઢો છો ?
પ્રશ્નકર્તા: ચંદુભાઈ વઢે છે. દાદાશ્રી : તો જવાબદારી તમારે લેવાની જરૂર નહીં. તમારે તો