________________
જુદાપણાની જાગૃતિ
આટલું તમે બગાડ્યું તો ય નથી થઈ ગયો હજુ. હજુ ય તમે ફેરફાર કરો આ કહ્યા પ્રમાણે, તો કાલથી રાગે પડી જાય. કારણ કે તમારું રાગે પડેલું છે, સમભાવે નિકાલ કરો છો. વ્યવસ્થિત સમજમાં આવ્યું. ભૂલચૂક થઈ હોય તો સુધરી શકે.
૩૩
પ્રશ્નકર્તા : દ્રષ્ટિ મળ્યા પછી ગમે તે વર્તન થાય, છતાં પણ દ્રષ્ટિમાં જુદાપણાની જાગૃતિ રહે, તો એ બંધન ખરું ?
દાદાશ્રી : વર્તન કોનું છે ? દ્રષ્ટિ કોની છે ? ‘આ તો મને ચોંટ્યું, મને ચોંટ્યું' કહે તો ચોંટે. નહીં તો મૂઆ, વસ્તુ જુદી થઈ ગઈ. હવે શું ચોંટવાનું તને અહીં તે ?! આત્મા નિર્લેપ જાણ્યો, નિર્લેપ અનુભવ્યો પછી એને શું ચોંટે તે ? અને ચોંટે કે તરત પછી પ્રજ્ઞા તમને ચેતવે ! આજ્ઞા પાળીએ એટલે બંધ ના પડે અને બંધ ના પડે એટલે આત્મા મહીં જુદો જ થઈ ગયો છે.
પોતે પરમાત્મા તે ‘ચંદુ’ પાડોશી !
પ્રશ્નકર્તા ઃ પોતાનો જે સ્વભાવ છે ચંદુભાઈનો, એનું પૃથક્કરણ કેવી રીતે કરવું ?
દાદાશ્રી : ચંદુભાઈને અને આપણે શું લેવાદેવા ? તમે શુદ્ધાત્મા થયા ને ! ચંદુભાઈ તો પાડોશી છે, ફાઈલ નંબર વન. તમારે શું લેવા-દેવા ? એનો કોઈ ક્લેઇમ હોય તો મને કહો. જુદા થઈ ગયા આપણે. છૂટા થઈ ગયા પછી, બે ભાઈઓએ ખેતરાં વહેંચ્યા પછી આ બીજી બાજુના ભીંડા કોઈ લે નહીં, નહીં તો લે તો ભાઈઓ વઢવઢા કરશે, વહેંચ્યા પછી. વહેંચ્યા પહેલાં એ બધું લે. સહિયારું હોય ત્યાં સુધી, વહેંચણ થયા પહેલાં જ ભાંજગડ છે, વહેંચણ થયા પછી નહીં.
પ્રશ્નકર્તા : વહેંચણ ના થયું ત્યાં સુધી બધું સહિયારું સમજે ને !
દાદાશ્રી : સહિયારું જાણીને જ બધું આ કર્યું. અને તે મેં ડીમાર્કેશન
લાઈન હઉ નાખી આપી છે. હવે કાયમનો કોયડો ઉકલી જાય. પણ તો ય કહેશે, મને ઉધરસ થઈ. અલ્યા, ઉધરસ કોને થઈ એ જાણવું.
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : જાણો તો અશાતા વેદનીય, શાતા વેદનીયમાં ફરી જાયને ?
દાદાશ્રી : ફરી જાયને તરત. વેદનીય ગુણ છે તે પાડોશીનો છે, આપણો વેદનીય ગુણ નથી. આપણે નિર્લેપ છીએ. નિર્લેપને કશું ના થાય. આપણને ઉધરસ આવે તો એમ લાગવું જોઈએ કે, ઉધરસ ઉપડી છે. મને ઉપડી, એવું ના લાગવું જોઈએ. જોડેવાળાને ઉધરસ થાય છે, તે બહુ થઈ છે, એવું લાગવું જોઈએ. અનાદિનો પેલો અવળો અભ્યાસ એટલે પેલી ટેવ પડેલી. એટલે આપણે અનાદિનો અભ્યાસ ફેરવવો પડે ને !
૩૪
પ્રશ્નકર્તા : આ તો પેલી ઉધરસનો વાંધો નથી, પણ પેલું દુ:ખ થાય છે, એનો વાંધો છે.
દાદાશ્રી : પારકા ભીંડા, પછી એક ફેરો દેખાડ્યા, હવે જુદા રાખવામાં શું વાંધો ? મન-વચન-કાયાના લેપાયમાન ભાવો ‘મારા છે’ કહ્યું, તો કૂદાકૂદ કરી મેલે. પણ ‘આ મારું ન્હોય’ એમ કહ્યું કે પેલા બંધ થઈ જાય. એક આપણે જ્યાં સુધી નક્કી ના કરીએ કે આ ભીંડાની લાઈન મારી ન્હોય, ત્યાં સુધી આપણા ખેડૂતો, માણસો બધાં ય બૂમાબૂમ કરે. આ તો અમારા અનુભવની વાતો કહીએ કે જે અમને અનુભવ થયેલા તેની. એટલે આપણે બે-ત્રણ વખત કહેવું પડે, ‘ભઈ, આ મારું ન્હોય હવે.’ એટલે એ લોકો બોલતા બધા બંધ થઈ જાય. એવું કરવું તો પડેને ? એમ ને એમ કંઈ આવતું હશે ? એક જ લાઈન ભીંડાની હોય તેમાં તો કકળાટ કરે, જો ભીંડા લઈ ગયો હોય તો કકળાટ કરે.
આપણે શાલ ઓઢીને સૂતા હોઈએ અને તે ધોબી આવે ને કહે કે, ‘કાકા, આ શાલ પાછી આપો, આ તમારી હોય.' ત્યારે આપણે કહીએ, ‘તું જતો રહે, બૂમાબૂમ કરીશ તો ધોલ મારીશ.' કારણ કે પોતાના મનમાં ખાતરી છે કે આ જ મારી. એટલે પેલો ધીમે રહીને કહે, ‘કાકા પણ આ બીજી શાલ જુઓને ! આ તમારી છે ને આ તમારી ન્હોય.’ ‘તું અહીં આગળ બેસીશ નહીં, મારીશ તને.' સૂતા સૂતા પાછા કાકા મહીં બોલે એમ. કારણ કે પોતાને ખાતરી થઈ કે આ મારી જ શાલ છે. અને પછી આ બહુ કહે ત્યારે કહેશે, પાછો નવું શું લાવ્યો તોફાન ?!’ પણ ‘એ