________________
જુદાપણાની જાગૃતિ
૩૧
પ્રશ્નકર્તા : રહેવું જોઈએ, દાદા.
દાદાશ્રી : હા એ હા કરો છો, પણ રહેતું નથી ને પછી બૂમો પાડો. લક્ષમાં રહેવું જોઈએ ને ? તમારું નક્કી હોવું જોઈએ કે આ મારે લક્ષમાં રાખવું છે. પછી દાદાની કૃપા ઉતરે. તમારું જ એક વાર નક્કી નથી ને !
એવો નિશ્ચય નથી ને !
પ્રશ્નકર્તા : બધા આવરણો ખોલી આપો છો આપ તો. બાકી આ જેટલું જાણ્યું હોય કે જેટલું સાંભળ્યું હોય, જેટલું વાંચ્યું હોય એ સિવાય આગળ નવું ઊભું ના થાય. આપ બતાડો એટલે તરત ખબર પડે કે આ તો વાત હતી પણ આ દેખાતી જ ન્હોતી.
દાદાશ્રી : નહીં તો એ દેખાય નહીં ને !
પ્રશ્નકર્તા : પેલું આપે કહ્યું કે એ તો ચંદુભાઈનો પ્રશ્ન છે, તું તો શુદ્ધાત્મા ! તારે શું લેવાદેવા ? એટલે આમ બન્ને બાજુ જુદાપણું સમજીને...
દાદાશ્રી : એ જુદું એનું નામ જ જ્ઞાન કહેવાય. અમે જે આપેલું છે તે એવું જ્ઞાન આપેલું, પણ આ તમને તમારી પેલી પહેલાંની ટેવો ખરીને, તે છોડે નહીં ને ! પહેલાંથી ટેવાઈ ગયેલાં ને ! તે ટેવ ભણી જતું રહે. તેનો ય વાંધો નહીં, પ્રકૃતિ છે એટલે એવું થઈ જ જાય. પણ જાગૃતિમાં રહેવું જોઈએ કે આવું ન થવું જોઈએ.
ત કરાય વશ ઈન્દ્રિયોને હવે !
પ્રશ્નકર્તા : દાદા, પણ શુદ્ધાત્મા થયા પછી ઇન્દ્રિયોને વશ કરવા માટે શું કરવું જોઈએ ?
દાદાશ્રી : ઇન્દ્રિયોને વશ કરવાની હોતી જ નથી. ઇન્દ્રિયોને વશ કરનારો એની ખુરશી પરથી ઉઠી ગયો, એણે ચાર્જ છોડી દીધો. પછી કરે કોણ ? એ તો એની મેળે જ ખાલી થવું હોય ત્યારે થશે. જ્યારે ખાલી થશે, ત્યારે એની મેળે બંધ થઈ જશે. હર્ષ-શોક તો થાય, એ નોકષાય છે પણ તમે જાણો છોને ?
૩૨
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તમે જાણો છો કે આ ચંદુલાલ હસ્યા અને ચંદુલાલને જરાક ડિપ્રેશન થઈ જાય છે. તમે બધું જાણો છો ને ? તમે જુદા, આ જુદા. તમે તન્મયાકાર થાવ તો તમારે માથે ભોગવટો આવે.
ગમે તે સ્થિતિમાં આત્મા, આત્મા જ !
પ્રશ્નકર્તા : વ્યવહારની વાત કરવી અને આત્મામાં રહેવું એ બે સાથે કેવી રીતે બની શકે છે ? આ કપડાની બધી વાતો કરી, તે વખતે આપની જાગૃતિ કેવી રીતના હતી ?
દાદાશ્રી : એ સ્વાભાવિક રહે અમને તો.
પ્રશ્નકર્તા : એ અમારે કેવી રીતે શીખવી એ વસ્તુ ?
દાદાશ્રી : ‘હું બોલતો નથી’ એવું ભાન રહે એટલે પછી સ્વાભાવિક રહે. ‘હું કર્તા નથી’ એવું ભાન રહે એટલે પછી એ જ આવી ગયું ને ! સ્વાદિષ્ટ લાગે એટલે તું કંઈ ખઈ જતો હશે એમાં ? આત્મા ખઈ જતો હશે ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : ખાનારો જ ખાય. જોનારો જોયા કરે. તમને આપણા વિજ્ઞાનમાં હરકત આવે છે કોઈ જાતની ? ખાનારો જ ખાય છે ને ? તમે કોઈ દહાડો ખઈ જતા નથી ને ?
પ્રશ્નકર્તા : સમજણ તો એ જ પ્રમાણે છે પણ રહી શકાતું નથી ! દાદાશ્રી : માલપુડા તમે ખઈ ગયા હતા ? દૂધપાક ? પ્રશ્નકર્તા : ખરેખર હું નહતો ખઈ ગયો. ખાધું બધું ચંદુભાઈએ ! ખાતી વખતે યાદ નહોતું રહ્યું.
દાદાશ્રી : યાદ નહોતું રહ્યું, પણ એથી કરીને ઓછો એ આત્મા ખઈ ગયો ? કોઈ પણ સ્થિતિમાં આત્મા ચંદુભાઈ થતો નથી હવે. આ