________________
૩૦
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
જુદાપણાની જાગૃતિ
મુતીમતે ન અડે ખોટ-તફો ! તમે છે તે રોજ શેરબજારનું કામ કરતા હોય. તમારો મહેતાજી હોંશિયાર હોય, તે મહેતાજીને તમે એક દા'ડો કહો કે ભઈ, આજ બે દા'ડા લગનમાં જવાનું છે, તે શેરબજારનું તું કામકાજ કરજે. હવે એ કામકાજ કરે, ખોટ જાય તો ય એને એમ મનમાં ના થાય કે આ ખોટ મને ગઈ. એ જાણે કે આ ના થયું હોત તો સારું. આ શેઠને ખોટ જશે. પણ મને થયું એવું તો એને લાગે જ નહીં ને ! લાગે ખરું એને ? એ નફો થયો હોય તોય ?
પ્રશ્નકર્તા ઃ તો પણ કંઈ નહીં.
દાદાશ્રી : હં... એવી રીતે આપણે આ ચંદુભાઈને કહી દીધું ને એટલે પછી દાદાનું નામ દઈને કહે કે ભઈ, આ પ્રમાણે એટલે પછી લેવાદેવા નથી. અમારા કહ્યા શબ્દો પાળે તો અઘરું છે કશું ય ? આ કહે એટલો શબ્દ આપણે તરત અમલમાં મૂકી દઈએ કે ચાલ્યું ગાડું. સેફસાઈડ બતાવી દે.
જ્ઞાતી એ જ મારો આત્મા ! દાદા કેટલો વખત યાદ આવે ? પ્રશ્નકર્તા : રોજ
દાદાશ્રી : ભગવાને કહ્યું છે કે જ્ઞાની પુરુષ એ જ પોતાનો આત્મા છે. અને આ દાદા યાદ રહે ને એ જ આત્મા. નહીં તો યાદ રહે શી રીતે ?! જ્ઞાની પુરુષ એ તમારો આત્મા છે. માટે તમારો આત્મા જ્યાં સુધી તમને પ્રત્યક્ષ અનુભવ ના થાય. ત્યાં સુધી જ્ઞાની પુરુષના કહ્યા પ્રમાણે ચાલો. આ તો તમને પ્રત્યક્ષ અનુભવ થાય છે. આત્માનો પ્રત્યક્ષ અનુભવ કે રાત-દહાડો તમને ચેતવે છે. નથી ચેતવતો ? હવે ‘ચંદુભાઈ’ ગુસ્સે થયા કરે પણ અકળાયા હોય તો મહીં ‘તમે” ના પાડો. ‘નહીં, આ ન થવું જોઈએ.’ એ આ શું છે ? આ બે કોણ ? પહેલાં બે હતા નહીં. એ આત્મા હાજર છે નિરંતર. અક્રમ વિજ્ઞાનનો આત્મા એક લાખ અવતારે ય આવો આત્મા પ્રગટ ન થાય અને પ્રગટ થાય તો ચિંતા ન થાય.
પ્રશ્નકર્તા: પણ જ્યારે ફાઈલો આવે ને, ત્યારે સમભાવે નિકાલ વખતે લાગે કે આ જુદો છે ને હું જુદો છું એમ. આ પુદ્ગલને થઈ રહ્યું છે.
દાદાશ્રી : એ તો ભાન જ રહે આપણને ! જુદો જ છે. જુદો જ થયેલો છે. જુદા થયા પછી દાદા યાદ રહે, નહીં તો યાદ ના રહે અને પાંચ આજ્ઞા પળાય નહીં. છૂટાપણાનો અનુભવ થાય છે ને ? ‘હું છૂટો છું' એવો અનુભવ થાય છે, તો પછી શું ? તમને છૂટાપણાનો અનુભવ થાય અને ક્રમિકમાર્ગના જ્ઞાનીઓને ‘હું છૂટો છું એવું મને ભાસે છે” એવું બોલે ત્યાં સુધી એ ય પહોંચે છે.
ત કરાય રક્ષણ ‘ચંદુ'તું ! હવે શું પ્રશ્ન છે ? શું કહેવા માગે છે તું ? પ્રશ્નકર્તા : દાદા, મેં પ્રશ્ન નહોતો પૂક્યો, આ બેને પૂક્યો હતો.
દાદાશ્રી : એ ગમે તેણે પૂક્યો હોય. પણ તારો પ્રશ્ન છે એવો જ અવાજ આવ્યો.
પ્રશ્નકર્તા : મારો પ્રશ્ન નહોતો, દાદા.
દાદાશ્રી : એમાં તમને શું લાગે-વળગે છે તે ? તમે શુદ્ધાત્મા, તમારે શું લેવાદેવા ? તમે શુદ્ધાત્મા થયા તો ય ચંદુભાઈનો પક્ષ લો છો ?
પ્રશ્નકર્તા : ના લેવાય, દાદા.
દાદાશ્રી : આ લીધો ને, આ બધો ઉઘાડો જોઈ ગયા બધા. ગમે તેનો પ્રશ્ન હોય, પણ પ્રશ્ન તો તમે પૂક્યો ને ? હું તો એમ જ જાણું કે તમે પૂળ્યો છે. પણ તમે એટલે કોણે પૂક્યો ? એ ચંદુભાઈએ પૂછડ્યો ને ? તમે શુદ્ધાત્મા છો, તમારે શું લેવાદેવા છે ? એટલે આપણે કહીએ કે ચંદુભાઈએ પ્રશ્ન પૂછ્યો, પણ ચંદુભાઈનો પોતાનો નથી આ. પછી અમે પૂછીએ કે કોનો ત્યારે ? ત્યારે કહે, આ બેનનો. અને એમનો પોતાનોય નથી આ. એ ય શુદ્ધાત્મા એ બધું લક્ષમાં રહેવું જોઈએ. આ જ્ઞાન એનું નામ કે રિલેટિવ ને રિયલ બધું લક્ષમાં ના રહેવું જોઈએ ?