________________
જુદાપણાની જાગૃતિ
ડિફેક્ટને જાણતારો આત્મા !
પ્રશ્નકર્તા : દાદા, મારે મોટી ડિફેક્ટ એ જ છે કે...
૨૫
દાદાશ્રી : ડિફેક્ટ છે પણ જાણો છોને તો તમે આત્મા છો. તમારે ક્યાં ડિફેક્ટ છે ? ડિફેક્ટ તો આ પુદ્ગલ આવું છે, બંધ આવો બંધાયેલો છે. તેમાં આપણને શું નુકસાન છે ! દાદા માથે છે ને પુદ્ગલ રાશિ હોય તો દાદા ચલાવી લે, પણ આપણે શા માટે માથે લઈએ ? તમે ચંદુભાઈ હતા, ત્યાં સુધી તો માથે લેવું પડે. હવે ચંદુભાઈ નથી તો ચંદુભાઈનો ભાર આપણે શું લેવાનો ? પાડોશીને તો રીતસર હોય. એ રડે તો આપણે રડવા લાગવું ? આ ચંદુભાઈ આવા છે એવું જાણીએ, એનું નામ જ જ્ઞાન !
તું આત્મા છે ને આ પુદ્ગલ છે મૂઆ. તારો ભડકાટ થયો કે ચઢી બેસે. આખું વર્લ્ડ આઘુંપાછું થાય. આ દેહને તાવ આવે કે પક્ષાઘાત થાય કે સળગે પણ ભડકે એ બીજા, કહીએ. પુદ્ગલ કી ખોટ હે, અપને કો ખોટ કભી નહીં હોતી. ખોટ જશે તો પુદ્ગલને ઘેર. આપણે ઘેર કોઈ દહાડો ખોટ જતી નથી. બેઉનો વ્યવહાર જુદો, વેપાર જુદો. શેઠ અને દુકાન જુદાં હોય કે એક હોય ?
પ્રશ્નકર્તા : જુદા જુદા.
દાદાશ્રી : ત્યારે દુકાન સળગે છે ત્યારે જાણે કે હું સળગ્યો. અલ્યા, તું ક્યાં સળગે છે ? દુકાન સળગે છે. હેંડ, આપણે ચા પીએ. ત્યારે હું સળગ્યો, હું સળગ્યો, પારકી વસ્તુ માથે લઈને ફરે.
પ્રશ્નકર્તા : આવાં બનાવ કંઈક બને ત્યારે આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય છે તો ખરું જ. પછી પ્રતિક્રમણે ય કરું.
દાદાશ્રી : એ આર્તધ્યાન-રૌદ્રધ્યાન એને ના કહેવાય. એ આર્તધ્યાન-રૌદ્રધ્યાન તમારે નથી થતું. તમે તો આત્મા છો. એ તો ચંદુભાઈને થાય છે. તે એમાં ચંદુભાઈને આપણે વધું પડતું હોય ત્યારે કહેવું, ‘ભઈ, આમ જરા આસ્તેથી કામ લો.’ અને વાત કરે ત્યારે આ ફાઈલ નંબર વન તારી, તે સામી વ્યક્તિ જોડે વાત કરે. તેને તું ય ‘જાણું’
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
અને એ ય ‘જાણે’, શું વાતચીત થઈ તે. આપણે જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી. આપણો સ્વભાવ આપણામાં.
૨૬
ચંદુલાલને ડહાપણ આવ્યું હોય તો ડહાપણને જુઓ, ‘ઓહોહો ! બહુ ડાહ્યા છે.’ ગાંડપણ આવે તો ગાંડપણને જુઓ. ચકડોળે ચડેલું હોય તો ચકડોળે ચડેલું જુઓ. એ સિવાય બીજું શું થવાનું છે ? તમે કોઈ દહાડો ઇમોશનલ નાનપણમાં થયેલા ?
પ્રશ્નકર્તા : થયેલા. હજુ પણ થવાય છે. પણ જ્ઞાન લીધા પછી ઓછું થઈ ગયું.
દાદાશ્રી : હા. પણ જ્ઞાન લીધા પછી તમારે માથે જવાબદારી નથી
ને ! એ તો પછી ચંદુભાઈની જવાબદારીને ? તો તમે જુદા, ચંદુભાઈ જુદા. ચંદુભાઈ ઈમોશનલ થાય, પણ તમે તો થતાં નથી ને ?
પ્રશ્નકર્તા ઃ નહીં. કોઈ વખત પાછું ભેગું થઈ જાય છે ને કોઈ વખત જુદું થઈ જાય છે.
દાદાશ્રી : ભેગું થઈ જાય છે એ વાત જુદી છે. પણ એ તો જુદું થયેલું છે. તે એક દહાડો ખરેખર જુદા રહેશે પછી. અત્યારે બીજી રૂમો બરાબર ખાલી થઈ નથી ને ! એટલે હમણાં ભેગું થવું પડે. બીજી રૂમો જેમ જેમ ખાલી થશે તેમ જુદું થઈ જશે, જુદા થયા માટે.
પુદ્ગલ ભય એ પૌલિક ભૂતાં છે. તેનાંથી આપણે ડરવાનું ના હોય. આ પૌદ્ગલિક ભૂતાં કહ્યાં. ‘આપણે’ ‘ચંદુભાઈ’ને કહીએ, ‘આમ ણિકની પેઠ કરો, એ ના ચાલે. ક્ષત્રિય થાવ. બીજા દુ:ખો હજી આવવાં હોય તો આવો. પગ ફાટો, માથું દુ:ખો' કહીએ. એ પુદ્ગલ છે, આપણે આત્મા જુદા !
ચેતતપક્ષી પુદ્ગલને શું દુઃખ ?
હમણે જેલમાં લઈ જવા આવે કે ચંદુભાઈ કોણ છે ? ચાલો. તો તમે શું કહો ?