________________
[૧.૨] જુદાપણાની જાગૃતિ આધિ-વ્યાધિ-ઉપાધિમાં ય સમાધિ દાદાશ્રી : ‘ચંદુભાઈ’ તો તમારા પાડોશી ને કે ‘તમે પોતે જ ? પ્રશ્નકર્તા : દેહ-મન બધું પાડોશી નંબર એક.
દાદાશ્રી : ફર્સ્ટ નેબર૨, નજીકના નેબરર, ‘ચંદુભાઈ” આઇસ્ક્રીમ ખાય તો ‘આપણને’ ખબર પડી જાય કે આઇસ્ક્રીમ ખાવા માંડ્યાં ?
પ્રશ્નકર્તા: ‘ચંદુભાઈ’ને માર પડે તો ય ‘પોતાને ખબર પડે.
દાદાશ્રી : ખબર પડે, હા ! આ સંસારમાં ચિંતામુક્ત થવાનું છે અને તે આધિ-વ્યાધિ-ઉપાધિ હોય છતાં, ઉપાધિમુક્ત થવાનું છે. એવું થોડું ઘણું થયું કે નહીં થયું ?
પ્રશ્નકર્તા : દાદા, એવું થઈ ગયું કે લોકોને ઉપાધિ દેખાય અને મને ઉપાધિ ના લાગે.
દાદાશ્રી : નિરંતર ચિંતા નહીં, ઉપાધિ નહીં, તો જ્ઞાની જ થઈ ગયા ને ! ‘હું ચંદુભાઈ છું' એ ભૂતનું વળગણ હતું. તે વળગણ બધાં, મારે ય એ ખાય છે ને માલે ય એ ખાય છે. પછી હવે આ જ્ઞાન મળ્યા પછી, સોળાં રહી ગયા, સોળ સહન આપણે કરવાં પડે. પેલું ભૂતડું નીકળી ગયું.
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) પણ હવે સોળાં મહીં લ્હાય બળે. દવા ચોપડવી પડે આપણે ! એટલે એની બહુ હાયવોય ના કરવી. ચંદુભાઈ ચા પીએ છે ચાર કપ, પીએ તો જોયા કરવું. ચંદુભાઈને અને તમને લેવાદેવા નથી.
આપણે જાતને ઓળખીએ કે નહીં ? આ ચંદુભાઈ શું કરી રહ્યા છે, એને ‘જાણવું જોઈએ. ચંદુભાઈ જજ તરીકે જજમેન્ટ આપતા હોય, તો પણ એને આપણે ‘જાણવું’ જોઈએ કે આ શું કરી રહ્યા છે જજ. એ આપણે ‘જાણીએ', એ આપણું જ્ઞાન અને જજ શું કરી રહ્યા છે એ એમનું. સહુ સહુની, બન્ને પોતપોતાની છે તે ફરજો બજાવે છે. આત્મા આત્માની ફરજ બજાવે અને સાહેબ સાહેબની ફરજ બજાવે. તમે સાહેબને ઓળખો કે ના ઓળખો ? સારા માણસ છે ને કે થોડા ખરાબે ય છે ?
પ્રશ્નકર્તા : થોડા ખરાબ છે.
દાદાશ્રી : જો ઓળખે ને ! હા, ‘હું જ સાહેબ છું’ હોય તો આવું નિષ્પક્ષપાતી કોણ બોલે ? કોઈ કહેશે, ‘તમે અક્કલ વગરના છો', તો કહીએ કે ‘ભઈ, તમે તો આજે જ જાણ્યું કે અમારામાં અક્કલ નથી, પણ અમે તો પહેલેથી જ જાણીએ છીએ.” એવું ‘તમારે’ કહેવું. તમે તો આજે જાણ્યું. પણ હું ચંદુભાઈને આખી જિંદગીથી ઓળખું છું. ‘તમે” ચંદુભાઈને ઓળખો કે ના ઓળખો ?
પ્રશ્નકર્તા : સારી રીતે ઓળખું.
દાદાશ્રી : સારી રીતે ઓળખો ને, કે ક્યાં વાંકો છે, ક્યાં ચૂકો છે, ક્યાં સીધો છે, બધું જ જાણોને ? પછી કોઈ વાંકો કહે, તેમાં આપણને શું વાંધો છે ? અને આપણું તો કોઈ લઈ જનાર નથી. લઈ જશે તો થોડુંઘણું છે તે ય ‘ચંદુભાઈનું લઈ જશે. તમારું કોઈ લઈ જનાર નથી. એ ‘તમને' ઓળખતા જ નથી ને કોઈ ! તમને ઓળખે કોણ ? આપણા આ મહાત્માઓ ઓળખે !