________________
આત્મજાગૃતિ
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
સારું કરવાવાળાને ઠંડક રહે. આ જ્ઞાન આપીએને અમે, એ જે ઠંડક થાય ને, પેલાને જે ખરાબવાળાને ઠંડક થાય તે ઓર પ્રકારની થાય, બહુ ઊંચા પ્રકારની. એની જાગૃતિ તે દહાડે જ જામી જાય. આમની મંદ જાગૃતિ રહે !
આ એમને કો'ક હરાવનાર મળે, ‘તમારામાં અક્કલ નથી”, આમતેમ બે-ચાર શબ્દ બોલેને એટલે તરત ‘હું શુદ્ધાત્મા છું” એ જાગૃત થઈ જાય. બધા લોકો ‘આવો, આવો, આવો’ કહે એટલે પછી જાગૃતિ ના આવે. કડવાશ દહાડામાં બે-ચાર વખત આવે તો જાગૃતિ રહે.
એક નાનામાં નાની બાબત, ટાઢા પાણીમાં બોળ્યું કપડું અને સનલાઈટ(સાબુ) ઘાલે, અને ગરમ પાણીમાં બોળેલાં કપડામાં સનલાઈટ(સાબુ) ઘાલો તો આ બેઉમાં ફેર પડી જાય છે, તો આમાં તો કેટલો બધો ફેર પડી જાય !
જાગૃતિ અને પુણ્ય ! પ્રશ્નકર્તા : જાગૃતિ એ પુણ્યના આધારે છે ? અથવા જાગૃતિ અને પુણ્યને સંબંધ ખરો ?
દાદાશ્રી : પુણ્ય તો જેમાં ને તેમાં હોય જ. સંજોગ બાઝવામાં પુર્વે તો હોય જ. પણ આપણે નિશ્ચય હોવો જોઈએ કે મારે જાગૃતિ રાખવી જ છે કે પુરુષાર્થ કરવો જ છે.
પ્રશ્નકર્તા : અનુકૂળમાં ટાટું પડી જાય અને પ્રતિકૂળતામાં વધારે જાગૃતિ રહે એવું કેમ ?
દાદાશ્રી : અનુકૂળમાં તો એવું છે ને, એને મીઠું લાગે ને ! ઠંડો પવન આવતો હોય તો કલાક જતો રહે ને બહુ ગરમી હોય તો કલાક કાઢવો હોય તો કેટલો ભારે લાગે ! અને આ તો કલાક કાઢવો સહેજમાં નીકળી જાય. તેમ જમવાનું સારું હોય તોય ઝપાટાબંધ જમાઈ જાય અને ભૂખ લાગી હોય ને જમવાનું બધું એવું હોય તો પછી ના છૂટકે ખાવું પડે.
પ્રશ્નકર્તા : પણ જાગૃતિ પ્રતિકૂળતામાં કેમ વધારે રહે છે ?
દાદાશ્રી : પ્રતિકૂળતા એ આત્માનું વિટામીન છે અને અનુકૂળતા દેહનું વિટામીન છે. અનુકૂળ સંયોગોથી દેહ સારો થાય. પ્રતિકૂળ સંજોગોમાં આત્મા સારો થાય. એ બધા સંયોગો ફાયદાકારક છે. સમજવું હોય તો બધા સંયોગો ફાયદાકારક છે.
અનુકૂળ ને પ્રતિકૂળ બધું બાહ્ય ભાગનું જ છે, બહાર નો ભાગ છે ને તે જ વર્તે છે, આત્મા વર્તતો નથી. પ્રતિકૂળ હોય ત્યારે બાહ્ય ભાગ એબ્સટ થાય, ત્યારે આત્મા હાજર થાય. અનુકૂળતામાં બાહ્ય ભાગ પ્રેઝન્ટ હોય જ. એટલે આપણે આત્મા પ્રેઝન્ટ કરવો હોય તેને પ્રતિકૂળતા સારી અને દેહ પ્રેઝન્ટ કરવો હોય તો અનુકૂળતા સારી.
આપણે જો આત્મા થવું હોય તો પ્રતિકૂળતા લાભદાયી છે ને આત્મા ના થવું હોય તો અનુકૂળતા લાભદાયી છે. જાગૃતિના માર્ગ ઉપર ચાલ્યા એટલે પ્રતિકૂળતા ફાયદાકારક અને બેભાનતાના માર્ગ પર એ અનુકૂળતા ફાયદાકારક.
પ્રશ્નકર્તા : અનુકૂળતામાં પણ જાગૃતિમાં રહે તો વધારે ફાયદો ને ?
દાદાશ્રી : પૂરી ના રહી શકે. એટલે અમે પ્રતિકૂળ કરીએ ઉલટું, ના હોય તો.
પ્રશ્નકર્તા : અનુકૂળ ને પ્રતિકૂળ એ તો માનવા ઉપર છે ને ? કે સ્વભાવિક હોય છે આમ ?
દાદાશ્રી : છે એક્કેક્ટ, પણ મન છે ત્યાં સુધી હોય જ ને ! જ્યાં સુધી મનનો આધાર છે ત્યાં સુધી હોય જ.
પ્રશ્નકર્તા : આ દેહ છે એને ય પ્રતિકૂળ-અનુકૂળ લાગે જ ને બધું ? દાદાશ્રી : ખરી રીતે દેહને લાગતું નથી. મનનું છે.
પ્રશ્નકર્તા : ગરમી લાગે ને એકદમ અકળામણ થઈ જતી હોય, તો આ ગરમી દેહને લાગે છે કે મનને લાગે છે ?
દાદાશ્રી : મનનું. દેહને કશું લાગે નહીં. બુદ્ધિ કહે એટલે મન ચાલુ થઈ જાય, બુદ્ધિ ના કહે તો વાંધો નહીં. બુદ્ધિ એટલે સંસાર જાગૃતિ.