________________
આત્મજાગૃતિ
૧૫ પ્રશ્નકર્તા : પણ પેલા આગળના નિશ્ચય પછી તો ન નડે ને ?
દાદાશ્રી : આગળનું તો અહીં લેવાદેવા નથી. આજે શું નિશ્ચય છે ! પણ એ વિરોધાભાસ ના હોવો જોઈએ એ નિશ્ચય.
પ્રશ્નકર્તા : પણ પ્રકૃતિ આગળ બધા લાચાર હોય છે.
દાદાશ્રી : આમ અસામાન્ય પુરુષો જ ફક્ત પ્રકૃતિ આગળ લાચાર ના થાય. બાકી બધા ય પ્રકૃતિ આગળ લાચાર.
જાગૃતિ રોજીંદા જીવનમાં ! પ્રશ્નકર્તા : હવે રોજીંદા જીવનમાં જાગૃતિ કેમ આવે ?
દાદાશ્રી : વ્યવહારમાં ક્લિયર(ચોખ્ખો) રહે, તો જાગૃતિ આવે. વ્યવહારમાં લોકો આંગળી કરે એ વ્યવહારમાં જાગૃતિ ના આવે. તમે વેપારી હો અને પછી એક દહાડો ત્રણ વાગે દુકાન ઉઘાડો. એક દહાડો પાંચ વાગે ઉઘાડો તો તમારામાં જાગૃતિ આવે નહીં અને તમારો વ્યવહાર બગડ્યો કહેવાય. વ્યવહારમાં આંગળી કરનાર ના જોઈએ. તારી પાછળ આંગળી કરે છે લોકો ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : માટે એ વ્યવહારમાં તું વ્યવહારિક થઈ જા. કોઈ આંગળી ના કરે, તો જાગૃતિ સારી આવશે.
પ્રશ્નકર્તા : ના. પણ જ્ઞાતા-દ્રષ્ટા થયા તો ય વ્યવહાર તો રાખવો જોઈએને ?
દાદાશ્રી : વ્યવહાર થાય. તે એની મેળે થયે જ જાય. જ્ઞાતા-દ્રષ્ટામાં તો વ્યવહાર રહે જ. જ્ઞાતા-દ્રષ્ટા થાય એટલે, નિશ્ચય નિશ્ચયમાં થઈ ગયો તો વ્યવહાર વ્યવહારમાં થઈ જાય. પણ એકંદરે ધ્યાન હોય જ એ તો. કારણ કે એ ધ્યાન આત્માને રાખવું નથી પડતું, એ ચિત્તનું હોય છે.
પ્રશ્નકર્તા: પણ દાદા, આવું કેમ થતું હશે કે કોઈવાર જાગૃતિ રહ્યા કરે અને પછી બીજે વ્યવહારનું કરવાનું હોય એમાં ગુલ્લા વાગ્યા કરે.
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) દાદાશ્રી : પણ એ ય વ્યવહારનું ત્યાંય રેગ્યુલર થવું જોઈએ ને ? પ્રશ્નકર્તા : પણ એવું તૂટતું કેમ હશે ?
દાદાશ્રી : એ તો આપણે ગોઠવીએ તો જાગૃતિ રહે જ. આપણે ચંદુભાઈને કહીએ કે ભઈ, વ્યવહાર બગાડવો ના જોઈએ, ચોખ્ખો રહેવો જોઈએ. વ્યવહારમાં કશું બૂમ ના આવવી જોઈએ.
કચરો બળે તે વધુ જાગૃતિ ! પ્રશ્નકર્તા : પછી એ જાગૃતિને વધારવા માટે કશું કરવું પડતું નથી ?
દાદાશ્રી : કશું કરવું ન પડે અને જેમ જેમ ફાઈલો ઓછી થતી જાય તેમ જાગૃતિ વધતી જાય. તમારે જાગૃતિ વધતી જવાની. કારણ કે જૂનો કચરો નીકળવાનો છે ને એટલે. બાકી આમને તો એની મેળે જ, તે જ દહાડે જાગૃતિ થઈ ગઈને ! પછી એમને જાગૃતિ રહે, નિરંતર. તમારે તો પેલો કચરો બાળ્યા પછી જાગૃતિ વધે.
પ્રશ્નકર્તા : એ કાર્ય-કારણ સંબંધ છે ને ?
દાદાશ્રી : હા, તે સંબંધ ખરો ને ! એ કચરો બધો બાળી નાખવો પડશે ને ? પછી તમને કોઈ જાતનો નુકસાન નહીં કરે કચરો. કચરો રહ્યો જ નહીં પછી. ખરી લાઈફ જ જીવવાનું ત્યારે ખરું લાગેને ? આ તો લાઈફ બધી બગડી જાય !
પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા થયા પછી, આ પુલની પરિણતીમાં જે ફેરફાર થાય છે, તે શાથી દેખાય છે ?
દાદાશ્રી : એ જાગૃતિ વધ્યાથી. પ્રશ્નકર્તા : એ જાગૃતિ વધી કોની ? આત્માની વધીને ?
દાદાશ્રી : એ આત્માની નહીં. જે ઊંઘે છે, જેને બ્રાંતિ છે તેની વધી છે.