________________
આત્મજાગૃતિ
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : એ ટાઈમ લેશે. એટલે બધી સૂક્ષ્મતા જ આવે. પણ સૂક્ષ્મતાથી હજુ બહુ આગળ જવાનું છે. એ બધાં કિલ્લા ઓળંગે ત્યારે આત્મા વસંવેદનમાં આવ.
પ્રશ્નકર્તા : એ જ સ્પષ્ટ વેદન કહેવાય ?
દાદાશ્રી : હા. પણ સ્પષ્ટ વેદન થતાં ય પહેલાં વસંવેદન પોતાને માલમ પડે. સ્વસંવેદન વધતું જાય ને, એટલે આપણે જાણીએ કે એ વધી વધીને ક્યાં સુધી જશે ? ત્યારે કહે, સ્પષ્ટ વેદન સુધી. પણ ધીમે ધીમે જાગૃતિ વધી જાય ત્યારે. - સંપૂર્ણ જાગૃતિ એ કેવળજ્ઞાન છે અને કેવળજ્ઞાન એ ખુદ પરમાત્મા છે અને એ ખુદ પરમાત્માની સાથે અમે વાતચીત કરીએ છીએ નિરંતર અને તમે અમારી જોડે બેઠાં પછી દુઃખ હોય કોઈને ? ખુદ પરમાત્મા કોઈ દહાડો પ્રગટ થતા નથી, ચોવીસ તીર્થંકરો સિવાય ખુદ પરમાત્મા પ્રગટ થયેલા નથી !
ભેગાં થવાની શરૂઆત થઈ જાય છે. કેવળજ્ઞાનનાં ૩૬૦° પૂરા થાય, ત્યારે કેવળજ્ઞાન થાય. ૩૫૬° મને રહ્યું. આ તમને અંશો ભેગાં થતાં થતાં ૩૫૬ સુધી જશેને ? આ ધ્યાનમાં રહેશો, તો એ કેવળજ્ઞાનનું કારણ છે. આ. કેવળજ્ઞાન એ જ મોક્ષ છે. મોક્ષ એ જ કેવળજ્ઞાન છે. એ આ મોક્ષનું કારણ જ આ છે, પ્રત્યક્ષ મોક્ષનું અને દાદા જેવી દશામાં અવાય એ જ ને ! ચડવા માંડ્યું એટલે જે રસ્તેથી હું ચડ્યો તે રસ્તે તમે ચડો એટલે
જ્યાં હું ઊભો છું ત્યાં તમે આવીને ઊભા રહો. મારે આગળ રસ્તો બંધ છે. તમારો રસ્તો ચાલુ છે.
વધે જાગૃતિ આમ ! પ્રશ્નકર્તા : જાગૃતિ કેવી રીતે વધે ?
દાદાશ્રી : હવે જ્ઞાન આપ્યા પછી જાગતા થાય, ત્યાર પછી પાંચ આજ્ઞા જેટલી પાળે એટલી એની જાગૃતિ વધતી જાય. અને જાગૃતિથી એ આજ્ઞા પાળી ય શકાય અને તેનાથી જાગૃતિ પાછી વધતી ય જાય. બીજો કોઈ ઉપાય નથી.
પ્રશ્નકર્તા : દાદા, પણ આમ જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહેવા માટે જાગૃતિ વધે એવું ? કંઈ કરવાનું ખરું ?
દાદાશ્રી : જાગૃતિ બધી વધી જવાની. દાદાનું જ્ઞાન લે, પાંચ આજ્ઞા પાળે તો નરી જાગૃતિ છે.
પ્રશ્નકર્તા : એ પાંચ આજ્ઞા અમારી આમ વધારે સારી રીતે પાળીએ, એના માટે શું કરીએ ?
દાદાશ્રી : હા. એ એથી વધારે થશે બધું. દાદાના આશીર્વાદ લીધા એટલે વધે. જેમ આશીર્વાદ લઈએ, દર્શન કરીએ, વિધિ કરીએ તો વધતું જાય.
પ્રશ્નકર્તા : જાગૃતિ વધારવા માટે પ્રતિક્રમણનું હથિયાર એ વધારે કામ આવેને ?
ત પથ્ય આ કાળે કોઈને કેવળજ્ઞાત ! આ જ્ઞાનનો અર્થ શું છે ? જાગૃતિ. શુદ્ધાત્મા એ બીજી કોઈ વસ્તુ નથી, જાગૃતિ જ છે. હવે જાગૃતિ વધે, તે જાગૃતિ આપણને મહીં દુઃખ ઉત્પન્ન ના થવા દે, આપણને મહીં અહંકાર ઊભો થવા દે, એવું તેવું કશું થવા ના દે; પછી બીજું શું જોઈએ ? પછી તો આ ચંદુભાઈનું નાટક જોવાનું, ડ્રામા જોવાનો.
જાગૃતિ વધવી જોઈએ. કેવળજ્ઞાન એટલે સંપૂર્ણ જાગૃતિ, એક અંશ અજાગૃતિ નહીં. અને આ વિજ્ઞાન એ જ કેવળજ્ઞાન છે. જ્ઞાતા-દ્રષ્ટા જ રહેવાનું સાયન્સ છે આખું. મેં તમને કેવળજ્ઞાન આપ્યું છે. પણ પચતું નથી આ જ્ઞાન, એટલે તમને થોડા અંશે ઓછું રહેશે. મને ચાર અંશે ઓછું રહે છે. તો તમને એથી વધારે અંશે ઓછું રહે. નથી પચતું તેનો વાંધો શો છે ? આપણું જ્ઞાન કોઈને વાંધો આવે એવું નથી.
આ જ્ઞાન મળ્યું ને આજ્ઞા પાળો છો, ત્યારથી કેવળજ્ઞાનનાં અંશો