________________
આત્મજાગૃતિ
10
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
તો આ કાળ પોતે વિરોધ ઉઠાવશે. એટલે આ જ ફૂલ સ્ટેજ છે અત્યારે, તેથી એમ કહ્યુંને ! હવે આ મહીં ફૂલ સ્ટેજ એને ‘દાદા ભગવાન' કહે છે. આ બહાર ૩૫૬ ડિગ્રી થઈ ને મહીં ફૂલ સ્ટેજે છે.
અપૂર્ણ, છતાં નિરંતર જાગૃતિ ! જે કાળે જે માફક આવે તે સિદ્ધાંત કામ લાગે. પેલો સિદ્ધાંત કામ ના લાગ્યો. અને કલ્યાણકારી આ માર્ગ છે આટલો. નહીં તો કરોડો અવતારે આ મોક્ષ પમાય એવો નથી. અને તમારે તો મહીં ચેતવે પાછું કે આ ખોટું થઈ રહ્યું છે. એ મોક્ષે લઈ જવા ફરે છે. અને જે મહીં જાગૃતિ એ જ આત્મા છે, બીજું કશું નથી આત્મા. તમને જાગૃત કરે એવી અંદર જાગૃતિ ઉત્પન્ન થઈ, એ મોટામાં મોટું આશ્ચર્ય છે. - નિરંતર જાગૃતિ રહેવી જોઈએ. એક સેકન્ડ પણ અજાગૃતિ રહે એ ચાલે નહિ. સંપૂર્ણ જાગૃતિ ના રહે પણ અમુક અંશે, નિરંતર હોય ! સંપૂર્ણ જાગૃતિ થાય ત્યારે કેવળજ્ઞાન કહેવાય. સંપૂર્ણ અને નિરંતર ! આ અપૂર્ણ ને નિરંતર એ આ જાગૃતિ શરૂ થઈ જાય.
પ્રશ્નકર્તા : અપૂર્ણ અને નિરંતર જાગૃતિ એ ના સમજ્યો.
દાદાશ્રી : એટલે કેવળજ્ઞાન નહીં. પૂર્ણ હોત તો કેવળજ્ઞાન કહેવાત. એટલે તમારે હવે પુરુષાર્થ કરવાનો રહ્યો, તમે પુરુષ થયા માટે. તો હવે તમે પુરુષાર્થ કરો. જેટલી આજ્ઞા પાળો એટલું મહીં જાગૃતિ વધતી જાય, પૂર્ણતા ઉત્પન્ન થતી જાય. જ્યાં જાગૃતિ પહોંચી એ જ આત્મા નજીક પહોંચ્યા. જેટલું નજીક ગયા, એટલું અજવાળું વધારે એટલો પ્રકાશ થતો જાય.
પ્રજ્ઞા અને જાગૃતિની જુગલ જોડી ! પ્રશ્નકર્તા : પ્રજ્ઞાશક્તિ અને જાગૃતિમાં કંઈ ફેર ?
દાદાશ્રી : એ જાગૃતિ ફૂલ(પૂર્ણ) થાય એટલે પ્યૉર થતું થતું ફૂલ થાય ત્યારે કેવળજ્ઞાન કહેવાય. પ્રજ્ઞાશક્તિ પછી ખલાસ થાય છે. પ્રજ્ઞાશક્તિ આપણને મોક્ષે જતાં સુધી હેલ્પ કરે. આત્મા તો નિરંતર કેવળજ્ઞાન જ છે. અજવાળાને કશું અડે નહીં.
પ્રશ્નકર્તા: હવે મોક્ષમાં પહોંચી ગયા પછી જાગૃતિ કાંઈ કામ કરે ખરી ?
દાદાશ્રી : ના, પછી જાગૃતિ હોય જ નહીં. ત્યાં તો પ્રકાશ જ ! પોતે જ હોય.
પ્રશ્નકર્તા ઃ એટલે ઠેઠ સુધી જાગૃતિ અને પ્રજ્ઞાશક્તિ હોય ?
દાદાશ્રી : હા, પ્રજ્ઞાશક્તિ અને જાગૃતિ બે સાથે ચાલે. પ્રજ્ઞાશક્તિ એને વાળ વાળ કરે અને જાગૃતિ એ પકડી લે.
આમ મુખ્ય છે જાગૃતિ જ ! પ્રશ્નકર્તા જાગૃતિથી ઉપયોગ રહે કે ઉપયોગથી જાગૃતિ રહે ?
દાદાશ્રી : ના, જાગૃતિથી ઉપયોગ રહે અને ઉપયોગ હોય તો ફરી જાગૃતિ ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા : આ તો મરઘીમાંથી ઇંડુ અને ઇંડામાંથી મરઘી ?
દાદાશ્રી : નહીં, પણ એ ઉપયોગ એવી વસ્તુ નથી. જાગૃતિ જ મુખ્ય વસ્તુ છે અને એ જાગૃતિ સંપૂર્ણ થઈ, એનું નામ કેવળજ્ઞાન છે. બીજું કશું છે નહિ. ઉપયોગ તો જાગૃતિનું પરિણામ છે. શુદ્ધ ઉપયોગ જાગૃતિનું પરિણામ છે અને શુભ ઉપયોગે ય જાગૃતિનું પરિણામ છે. પણ એ ભ્રાંતિની જાગૃતિ હોય અને આ જ્ઞાન જાગૃતિ હોય.
જાગૃતિને ટોપ પર લઈ જવી એ આપણો ધર્મ, એનું નામ શુદ્ધ ઉપયોગ.
પ્રશ્નકર્તા : જાગૃતિ છે તેમાં આપણને દેખાય કે આટલા અંતરાય છે. આનાથી વધારે દોડાતું નથી. એટલે જ્યાં જ્યાં સૂક્ષ્મતાએ પહોંચવા જઈએ ત્યાં ત્યાં આખું આવરાતું દેખાય કે જાણે ભીંત વચ્ચે આવી ગઈ. હવે આગળ નથી પહોંચાતું એ એનાલિસિસમાં, તો દોષોના પ્રતિક્રમણ કરીએ, જે અસર થાય તે માલમ પડે છે, પોતે છૂટો રહે છે, પણ જે એની સૂક્ષ્મતાએ નિર્મૂળ થવું જોઈએ એ બંધ થતું નથી.