________________
આત્મજાગૃતિ
આ કેવી રીતનો ઉપયોગ હોય, દાદા ? આપનો કેવી રીતે ઉપયોગ રહે ?
દાદાશ્રી : અમને હસવું ના આવે. મને તો હસવું જ ના આવે ! કોઈ દહાડો હસ્યો નથી. અને અમારે તો કોઈ વખત આવે તોય ઉપયોગ હોય જ. તોય અમે ઉપયોગ ચૂકીએ નહીં.
પ્રશ્નકર્તા: કઈ રીતનો હોય ઉપયોગ તમારો ?
દાદાશ્રી: એ રીત વળી કેવી એને ? જાગૃતિ જ આખી સંપૂર્ણ. સંપૂર્ણ દીવો જલ્યા જ કરતો હોય તો એમાં રીત કેવી ! એની રીતો હોતી હશે ?
પ્રશ્નકર્તા: કેવી જાગૃતિ હોય ?
દાદાશ્રી : દીવો સળગતો હોય એવું રાખીએ છીએ અમે. હેય ! લાઈટ ચાલ્યા કરતું હોય. નિરંતર દીવો સળગે પછી. રાત્રે-દહાડે તીર્થકરોને જે નિજદોષ દેખાય તે અમને દોષ દેખાય, દુનિયા તો ત્યાં પહોંચેય નહીં ક્યારેય પણ એવી જગ્યાના દોષ દેખાય. તીર્થકરોને જે દેખાય છે.
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : પોતે જુએ તો પ્રેક્ટિકલમાં આવ્યું કહેવાય ?
દાદાશ્રી : પેલું પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલમાં આવે તે જ સાચું. એટલે અમે કોઈને દોષ ના કહીએ, કે તમારા આટલા દોષ છે, સુધારજો. એવું તેવું ના કહીએ.
પ્રશ્નકર્તા : આપણને સહેજ કોઈવાર આમ નૈમિત્તિક ટકોર થાય.
દાદાશ્રી : એ તો સહેજ થઈ જાય કો'કની જોડે. બહુ નજીકનો હોયને તેની જોડે થઈ જાય, નહીં તો ના હોય અમારે. કારણ કે એને પોતાને દેખાય તો જ કામનું છે. નહીં તો હું કહુને એ તો ઊલટું સિલકમાં આમ પડી રહે આ બાજુ ને એમાં જ ધ્યાન રહ્યા કરે. એ કામમાં શું લાગે ? બધું આમ વિધિઓ કરે, સેવા કરે એટલે પછી જાગૃતિ વધતી જાય મહીં !
પ્રશ્નકર્તા : આપને તો તમામ બાબતોમાં કમ્પ્લિટ જાગૃતિ હોય.
દાદાશ્રી : જો મને એ સંસારની બાબતમાં બિલકુલ જાગૃતિ ના હોય. આજ શું ‘વાર' છે, તેનીય જાગૃતિ ના હોય.
પ્રશ્નકર્તા: દાદા આપ કહો છો કે આમાં અમારે જાગૃતિ ના હોય પણ એ ફીટ નથી થતું.
દાદાશ્રી : ફીટ શી રીતે થાય ?
પ્રશ્નકર્તા : ત્યારે જ્ઞાન છે એટલે બધી વસ્તુ એને લક્ષમાં હોય પણ એમાં ઉપેક્ષા હોય ?
દાદાશ્રી : ના. એની સ્મૃતિ ના હોય. સ્મૃતિ ના હોય તો ઉપયોગ ના હોય, એટલે ડખલો ના હોય. ત્યાં આત્માની વૃત્તિ જ ના હોયને એ બાજુ. દેહ સાથે કામની વાતો કરીએ, બીજું બધું કરીએ. સ્થિરતાપૂર્વક જાગૃતિ રાખીએ, સ્મૃતિ નહીં.
- નિરંતર જેનો કેવળમાં મુકામ છે, ત્યાં બીજે શેમાં હોય ?! નિરંતર કેવળમાં જ મુકામ છે, એબ્સોલ્યુટમાં ! તેથી તો અમે કહ્યું કે તમે કહેતા હતાને કે અમે તમને તીર્થંકર કહીએ તો શું છે એમાં ? ના. તીર્થંકર કહેશો
પ્રશ્નકર્તા : બધાંયના ?
દાદાશ્રી : ના, ના. અમારા જ. બધાંને તો મારે શું કામ છે ? અમે તો બીજાના દોષ જ ના જોઈએ કોઈના. દેખાય ખરાં પણ દોષિત જોઈએ નહીં. અમે તો નિર્દોષ જ જોઈએ. દોષ દેખાતાની સાથે જ નિર્દોષ જોઈએ.
પ્રશ્નકર્તા : મહાત્માની ભૂલ થતી હોય તો દાદાએ કહેવું જોઈએને કે આ ભૂલ થાય છે ?
દાદાશ્રી : ના, ના. મારે શું લેવાદેવા ? પ્રશ્નકર્તા : પૂછે તો નહીં કહેવાનું ?
દાદાશ્રી : એ તો પોતાએ જ ખોળી કાઢવાના રહ્યા. અમે એવું કહીએ નહીં. અમારું કહેવું એ તો પછી એનું શું થાય કે એ તો થિયરીમાં ગયું. એ તો અમે કહીએ નહીંને એવું !