________________
આત્મજાગૃતિ
પ્રશ્નકર્તા : એ કેવી રીતના થાય ?
દાદાશ્રી : એટલે અમે આ જ્ઞાન આપીએ અને આજ્ઞામાં રહે એટલે જાગૃતિ ઉત્પન્ન થાય. આજ્ઞા પાળવાથી જાગૃતિ ઉત્પન્ન થાય. આ જાગૃતિ તો હોય છે જ. પણ આજ્ઞામાં નહીં હોવાથી આ બધી અસરો થયા કરે છે. એટલે એ પેલી જાગૃતિ ઊડી જાય.
જાગૃતિ એ ઇફેક્ટ નથી. આ તો જાગૃતિ એ જ આત્મા છે. સંપૂર્ણ જાગૃતિ એ ફૂલ આત્મા. જેટલી જાગૃતિ એટલો આત્મા અને જેટલી અજાગૃતિ એટલું આ પુદ્ગલ !
પ્રશ્નકર્તા : આમાં લપટાઈ જઈશું એવો ભય નથી રહેતો, પણ મનમાં એમ થાય કે હજી એન્ડ નથી આવ્યો.
દાદાશ્રી : અત્યારે એન્ડ તો આવે જ નહીં. એન્ડ તો બહુ દહાડે
આવે. અને જ્યારે એન્ડ આવશે ત્યારે મનમાં ભાવે ય નહીં હોય.
પ્રશ્નકર્તા ઃ ઇફેક્ટ ના થાય એવું થઈ જાય તો સારું, એ રહે બસ ! દાદાશ્રી : ઇફેક્ટ તો થયા જ કરે. માલ ભરેલો હોય તે ઇફેક્ટ થાયને ! અને ઇફેક્ટ થાય એટલે જાગૃતિ હોય, નહીં તો જાગૃતિ ના હોય.
પ્રશ્નકર્તા : છૂટવા પૂરતી વાત કહી ત્યાં સુધી ઇક્વેશન બરાબર છે, પણ સ્વસત્તા શેમાં છે ?
દાદાશ્રી : જે ભૂલ થાય છે અને જાગૃતિ રહે છે ને ચેતવે છે, એ સ્વસત્તા છે.
પ્રશ્નકર્તા : એ સ્વસત્તાનો અનુભવ કરાવોને ?
દાદાશ્રી : હમણાં થાય નહીં. દેવું પાર વગરનું. દેવું વાળ્યા વગર સત્તા ઉત્પન્ન થાય નહીં ને ! દેવુ બધું પતી જાય પછી સ્વસત્તા ઉત્પન્ન થાય. પરસત્તામાં ક્યાંય ના પેસે ત્યાં સ્વસત્તા છે.
જ્ઞાત હાજર એ જ જાગૃતિ !
વીતરાગતા સુધીની જાગૃતિ હોય. જાગૃતિ મનને ચોંટવા જ ના દે,
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
બુદ્ધિને ચોંટવા ના દે, કોઈને ચોંટવા જ ના દે કોઈ જગ્યાએ અને અજાગૃતિ ચોંટી પડે.
૬
પ્રશ્નકર્તા ઃ જાગૃતિ એ આત્માનું લક્ષ મેળવવા માટે જ ને ? દાદાશ્રી : ના, લક્ષ તો મળી ગયું. જાગૃતિ એટલે આ પાંચ વાક્યો સાથે તરત જ જાગ્રત થઈ જાય, એટલે જ્ઞાન હાજર થઈ જાય. દરેકમાં જેને જ્ઞાન હાજર થાય, એનું નામ જાગૃતિ. દરેક વખતે, તમે પદ બોલતાં હોય તે પદનો શબ્દેશબ્દ દેખાય ત્યારે જાણવું કે આ જાગૃતિ. આ અમે બોલાવીએ સીમંધર સ્વામીને નમસ્કાર, તે ઘડીએ અમારી જાગૃતિ તે પ્રમાણે જ કરતી હોય. તે જાગૃતિ વધારવાની છે. આમ કરતાં કરતાં વધતી જાય. થોડી આજે વધે, થોડી કાલે વધે. એમ કરતાં કરતાં સંપૂર્ણ જાગૃતિ વધે. જાગૃતિ જ લાવવાની છે. સંપૂર્ણ જાગૃતિ એ જ કેવળજ્ઞાન છે. જાગૃતિથી પોતાના દોષો બધું જ દેખાય. જગત જાગ્રત જ નથી ને ઉઘાડી આંખે નિદ્રામાં ફરે છે. સામાના દોષ કાઢવા, એનું નામ જાગૃતિ નથી. એ તો અજ્ઞાનીને બહુ હોય. સામાના દોષ બિલકુલે ય દેખાય નહીં. પોતાના દોષ દેખવામાં બિલકુલ નવરો પડે જ નહીં, એનું નામ જાગૃતિ.
દાદાની જાગૃતિતી ઝલક !
છે
જાગૃતિ કોનું નામ ? અમને છે તે કૃષ્ણ ભગવાનનું નામ લેતાં જ, એમનું જે ચિત્ર જોયું છે એ યાદ આવે, ચિત્ર હઉ દેખાય અને મૂળ સ્વરૂપે કૃષ્ણ ભગવાન દેખાય, એવી જાગૃતિ રહે. મહાવીર ભગવાનનું નામ લો, તો ભગવાન મહાવીરે ય દેખાય અને શબ્દે ય બોલાય. એનું નામ જાગૃતિ. આ તો શબ્દ બોલો છો તે ઘડીએ શબ્દમાં જાગે છે અને એના મૂળમાં જાગતો નથી. અમે એક એક શબ્દ બોલીએ તે શબ્દમાં, અમે એમાં જાગૃત જ હોઈએ. જાગૃતિ એવી હોય. અમે સીમંધર સ્વામી શબ્દ બોલતાંની સાથે ફોટો-બોટો બધું દેખાય, મૂળ સ્વરૂપે ય દેખાય, બધીય જાગૃતિ રહે. જાગૃતિ નિરંતર રહે, એ જ છેવટે પૂર્ણાહુતિ થાય છે. સંસાર એટલે અજાગૃતિ. ભગવાન બંધ આંખે જાગતા હતા, અમે ય બંધ આંખે જાગીએ છીએ.
પ્રશ્નકર્તા : કો'કની વાત એવી હોય કે હસવું આવે તો તે વખતે