________________ અક્રમ વિજ્ઞાનની બલિહારી 439 પરફેક્ટ. અત્યારે તમારામાં જ્ઞાન સ્વરૂપે છે જ ભગવાન, એ વિજ્ઞાન સ્વરૂપ થશે ! તે આ વિજ્ઞાન સ્વરૂપ થયેલાં એટલે એ ભગવાન પદ કહેવાય. અમારું આપેલું જ્ઞાન, એ તો એક્કેક્ટ એની જગ્યાએ છે. તમને દ્રષ્ટિગમ જેટલું થયું એટલું તમારું. બીજું દ્રષ્ટિગમ થયું નથી. મૂળ સ્વરૂપે જે જ્ઞાન આપેલું, એ મૂળ સ્વરૂપની તમને એક્ઝક્ટનેસ હજુ આવી નથી પૂરેપૂરી. ત્યાં સુધી વધે છે એવું લાગે. નહીં તો આ જ્ઞાન તો તેનું તે જ છે, મૂળ સ્વરૂપે જ છે. પણ મૂળ સ્વરૂપે જયારે એક્ઝક્ટનેસ આવશે ત્યારે પછી વધઘટ નહીં રહે પછી. આ વધઘટ શું છે ? તમને જે દ્રષ્ટિ મળે છે. તે વધે છે દહાડે દહાડે. મૂળ સ્વરૂપે થવા માંગે છે. જેમ આપ્યું હતું તેમ, તે સ્વરૂપે થવા માંગે છે. મહાત્માઓ ભગવાત થઈને રહેશે એક દિ' ! પ્રશ્નકર્તા : આપે જે કહ્યું કે અમને બધાને તમે ભગવાન બનાવવા માગો છો, એ તો જયારે બનીએ ત્યારે ખરું. અત્યારે નથી થયાને ? દાદાશ્રી : પણ એ થશે કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે ! જે બનાવનારો છે એ નિમિત્ત છે. અને બનવાની જેને ઇચ્છા છે, એ જ્યારે બે ભેગા થયા કરશે, તો એ થશે જ ! બનાવનાર ક્લિયર છે અને આપણું ક્લિયર છે, આપણી દાનત બીજી નથી, એટલે એક દહાડો બધા અંતરાય તૂટી જશે ને ભગવાન થઈને ઊભો રહેશે, જે આપણું મૂળ સ્વરૂપ જ છે ! જય સચ્ચિદાનંદ