________________
અક્રમ વિજ્ઞાનની બલિહારી
૪૩૭
૪૩૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : એ પહેલાં એ બે આજ્ઞાનો કંઈ ખ્યાલ ખરો? દાદાશ્રી : આ વ્યવહાર ને આ નિશ્ચય એટલું સમજમાં રહેતું હતું. પ્રશ્નકર્તા ઃ એક્કેક્ટનેસ તો પછી, જ્ઞાન થયું તે વખતે દેખાયું ? દાદાશ્રી : એ જ, જ્ઞાન વખતે જ અનુભવમાં આવી ગયું. પ્રશ્નકર્તા : પછી ફાઈલોનો સમભાવે નિકાલ... ?
દાદાશ્રી : એ તો પહેલેથી કરતાં જ આવ્યા હતા, જ્ઞાન ન હતું તોયે ! કૃપાળુદેવનું વાંચતા હતા, તે ઉકેલ જ લાવતા હતા ! તે તદન સમભાવે નિકાલ નહીં, પણ એ સાધારણ એનો તડજોડ કરતા હતા, મનમાં અકળાઈને. મનમાં અકળાઈને ટાટું પાડી દઈએ. પણ આ તો આપણું ‘સમભાવે નિકાલ’ તો મનમાં અકળાવાનું નહીં અને કશું નહીં. આશીર્વાદ આપીને ચોખ્ખું કરવાનું.
પ્રશ્નકર્તા : આ આશીર્વાદ આપીને સમભાવે નિકાલની એક વધારાની વાત છે અને આપનો શુદ્ધાત્માનો ચોપડો ક્યારથી ખૂલ્યો ?
દાદાશ્રી : જ્ઞાન થયું તે દહાડાથી જ.
પ્રશ્નકર્તા : દાદા, અમે તો તમારાં દર્શન કરી કરીને શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરી. આપે કઈ રીતે કરી ?
દાદાશ્રી : શાની જમે કરવાની ?! એક જ દહાડામાં પ્રગટ થયું ત્યાં ! ગઈ કાલે ‘એ. એમ. પટેલ’ હતા ને આજે શુદ્ધાત્મા થઈ ગયા, દ્રષ્ટિ માત્રથી. દ્રષ્ટિફેર થઈ ગયોને ત્યાં !
પ્રશ્નકર્તા: આપને એક જ કલાકમાં કેવી રીતે દ્રષ્ટિ સજ્જડ થઈ ગઈ?
દાદાશ્રી : કૃપાથી શું ના થાય ? ભગવાનની કૃપા ઊતરે એટલે શું ના થાય ?
પ્રશ્નકર્તા ઃ અમને તો આપની અંદર પ્રગટ થયા છે તે દાદા ભગવાનની કૃપા ઊતરે. આપને કેવી ઊતરી ?
દાદાશ્રી : મારે કેવી ઊતરી એ શું ખબર પડે ? મને કોઈએ ફેરવ્યો ! એટલે હું બટ નેચરલ કહું છુંને !!
દાદાની હાજરીની અનુભૂતિ ! પ્રશ્નકર્તા : આપની હાજરીમાં વિશેષ શાંતિ વર્તાય છે.
દાદાશ્રી : એ તો આ હાજરીની તો વાત જ જુદીને ! આ તો મારી હાજરી તમને દેખાય છે, પણ મને જેની હાજરી દેખાય છે તે હાજરી તમને હઉ વર્તે છે. ચૌદ લોકનો નાથ, આખા બ્રહ્માંડનો નાથ પ્રગટ થયો છે અંદર, એ મનેય લાભ મળે છે અને તમનેય લાભ મળે છે. આટલી નજીકતા(નિકટતા) જોઈએ, બસ. જેટલો નજીક એટલો લાભ અને આજુબાજુ વાતાવરણ તો સારું રહે જ. એમાં પાછો વાતાવરણનો ફેર ! પણ નજીકનો લાભ મળવાનો અને તે સમજીને પાછું, સમજ્યા વગરનો લાભ નહીં..
પ્રશ્નકર્તા : જ્યારે તીર્થંકરો વિચરતા એવું વાતાવરણ લાગ્યું...
દાદાશ્રી : વાતાવરણ બધું હાજરીથી ચેન્જ થઈ જાય. પણ આ તીર્થંકરનું વાતાવરણ તો અન્કપેરેબલ હોય. કમ્પર જ ના કરી શકાય. તીર્થંકરને દેહ હઉ ભગવાન !
બુદ્ધિ બંધ તો ભગવાન પૂર્ણ પ્રગટે ! આ દાદા ભગવાન હોય, મહીં જે પ્રગટ થયા છે, જે આખા બ્રહ્માંડનો નાથ છે તે દાદા ભગવાન છે ! તમારામાંય એ દાદા ભગવાન છે, પણ પ્રગટ થયા નથી. એ પૂર્ણ પ્રકાશમાં આવી જવા જોઈએ. હવે પૂર્ણ પ્રકાશમાં આવવા માંડશે.
હવે આમાં બુદ્ધિ પેઠી કે બગાડે. એટલે બુદ્ધિને કહીએ, તું તારી મેળે સંસારનું કામ કર્યા કરું છું, એ કર્યા કરજે, બા. આમાં હાથ ઘાલીશ નહીં, કહીએ. રિલેટિવ બધું તને સોપ્યું. રિયલ છે તે જ્ઞાનને સોંપ્યું. આ જ્ઞાન કહેવાય. જ્ઞાન તમને આપ્યું, પછી વિજ્ઞાન સ્વરૂપે થશે ફૂલ પ્રગટ,