________________
અક્રમ વિજ્ઞાનની બલિહારી
૪૩૫
૪૩૬
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : ના, હું ક્રમિકમાંથી આવ્યો છું.
પ્રશ્નકર્તા : એટલે અક્રમનો અનુભવ આપને નથી, પણ અક્રમ જ્ઞાને કરીને આપે જોયું છે એમ આપે કહેલું.
દાદાશ્રી : હા, બરોબર છે. પણ આ ક્રમમાંથી કમાયેલા છીએ. અને ઉદયમાં આવ્યું અક્રમ. પણ મહેનત બહુ કરેલી.
પ્રશ્નકર્તા: એટલે એ તમારા અનુભવ જુદી જાતના હોયને, દાદા ?
દાદાશ્રી: પણ એ તો બહુ લાંબા હોય. મોટો ઇતિહાસ થાય બધો. એ કંઈ બે શબ્દોમાં કહેવાય એવી વસ્તુ નથી.
પ્રશ્નકર્તા : દાદા, પાંચ આજ્ઞામાંથી સૌથી વધારે કઈ આજ્ઞા તમને અનુભવમાં આવેલી ?
રસ્તો મેં તમને આપી દીધો છે. મારો અનુભવનો જ રસ્તો આપ્યો છે. શાસ્ત્રમાં હોય નહીં આ અનુભવનો રસ્તો કોઈ જગ્યાએ. એક પણ શબ્દ એવો નથી શાસ્ત્રમાં કે જે અનુભવનો રસ્તો હોય, ને આ કાળના લોકોને કામ લાગે !
પ્રશ્નકર્તા : એટલે આપ ઘણી વખતે કહો છો કે અમારી હાજરીમાં પ્રત્યક્ષ કરી લો.
દાદાશ્રી : એ જ અમે કહીએ છેને કે અમારી હાજરીમાં પ્રત્યક્ષ એટલે, તમને તમારો અનુભવ થયો હોય, એ તમારો અનુભવ ગૂંચાતો હોય એટલે અમારા અનુભવથી પૂછી લો એટલે તમારો અનુભવ ગૂંચાતો નીકળી જાય. એ અનુભવ તમને ફીટ થઈ ગયો. બસ એ જ કરી લેવાનું છે. અમારી પાસે અનુભવનો સ્ટોક છે. તમારે અનુભવ થતાં આવે છે હવે, આ સાચું કે તે સાચું એ પૂછી લીધું. એટલે નિવેડો આવી ગયો.
પ્રશ્નકર્તા: બસ, એટલે જે કંઈ ગૂંચવણ પડતી હોય કે જે કંઈ એ થતું હોય તે આપની પાસે પૂછી અને એનો નિકાલ લાવી દેવો પછી !
દાદાશ્રી : હા, તે રાત્રે પૂછી લો, દહાડે પૂછી લો, એટ એની ટાઈમ પૂછી લો. એવું કંઈ નથી હોતું ભઈ, ત્રણે વાગે જ પૂછવા. આ મૂહુર્તવાળી ચીજ હોય. મૂહુર્તવાળી ચીજ બહાર, અહીં તો રાતે અગિયાર વાગેય આવીને ગૂંચવણનો ઉકેલ બધો પૂછાય !
જ્ઞાત પહેલાંની દાદાની અનુભૂતિઓ.... આજ્ઞા પાળે તો નિરંતર સમાધિ રહે, મોક્ષ જ વર્તે ! આ તો અમારી ચાખેલી વસ્તુ આપી છેને ! અનુભવેલી વસ્તુ આપી છે ને !
પ્રશ્નકર્તા: આપે પાંચ આજ્ઞા કેવી અનુભવી છે ?
દાદાશ્રી : આ બધાએ જેવી રીતે અનુભવી એવી રીતે. એમને પૂછી જો જોને, એટલે ખબર પડશે.
પ્રશ્નકર્તા : આપે કહેલું કે આપ અક્રમમાંથી નથી આવ્યા.
દાદાશ્રી : વ્યવસ્થિત વધારે અનુભવમાં આવેલી. પહેલેથી વ્યવસ્થિત લાવેલો. તેથી આ પાંચ આજ્ઞામાં વ્યવસ્થિતની શોધખોળ છે. મૂળ શોધખોળ અમારી વ્યવસ્થિતની. નહીં તો ભવિષ્યની ચિંતા વગરનું આ જગત જ નથી. એને અગ્રલોચ કહેવાય છે. અગ્નશોચ એટલે ‘શું થશે ?’ આખું જગતેય, આ સાધુ-સંન્યાસીઓ એમાં છે. એની જ ચિંતામાં હોય. એ ચિંતા, અગ્રલોચ આ વ્યવસ્થિત ઊડાડી મેલ્યું.
પ્રશ્નકર્તા : એ ઊડાડી મૂકે એટલે બધા પ્રોબ્લેમ ગયા ?
દાદાશ્રી : બધા પ્રોબ્લેમ છૂટી ગયા અને પાછું અનુભવમાં આવ્યું કે “ના, ખરેખર વ્યવસ્થિત જ છે' એવું અનુભવમાં આવ્યું પાછું. ગોઠવેલું હોય તો ઊડી જાય.
પ્રશ્નકર્તા : પછી આ પહેલી બે આજ્ઞા તો આપને ૧૯૫૮ પછી, જ્ઞાન થયા પછી અનુભવમાં આવી હશેને ?
દાદાશ્રી : હા, જ્ઞાન થતી વખતે અનુભવમાં આવ્યું. આ શું છે ને આ શું છે એ અનુભવમાં આવ્યું !