________________
અક્રમ વિજ્ઞાનની બલિહારી
૪૩૩
૪૩૪
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
થાય કે હું કંઈક છું હવે. એ પાછાં પડવાની નિશાની. જે મોહ ક્ષય કર્યા વગરનો છેને, તે પછી ફાટે ફરી. મોહ ક્ષય થઈ જવો જોઈએ. ચારિત્ર મોહનીય ક્ષય કરવી પડે. તમે છે તે ફાઈલોનો નિકાલ કરોને, તે તમે આજ્ઞા વાપરી ત્યાંથી શુદ્ધ ઉપયોગ. જેટલો વખત આજ્ઞામાં રહે એટલો શુદ્ધ ઉપયોગ જ હોય. હવે છતાં આજ્ઞામાં રહે અને તે સામાને દોષિત ગણે, આણે મારું બગાડી નાખ્યું આ, એ શુદ્ધ ઉપયોગ ના કહેવાય. કોઈ ગુનેગાર જ નથી ! શુદ્ધ ઉપયોગની દ્રષ્ટિમાં કોઈ ગુનેગાર છે નહીં જગતમાં. શુભાશુભની દ્રષ્ટિમાં ગુનેગાર છે.
અહંકાર સજીવત ક્યારે ? પ્રશ્નકર્તા કોઈ મને કહે કે તમે આવા છો, તેવા છો, પાગલ છો એવું કહે, તો તેનું ઉપરાણું ના લેવું, રક્ષણ ના કરવું. કહેવું કે અમે તો પહેલેથી જ આવા છીએ. ઉપરાણું લીધું કે રક્ષણ કર્યું તો નિર્જીવ અહંકાર છે તે સજીવ થઈ જાય એ વાત સાચી ?
દાદાશ્રી : એ સજીવ થઈ જતો નથી, પણ ઉપરાણું લીધું એટલે આપણે ડખો વધારે કરવો પડે. એટલી વખત આ ઉપરાણું લીધું તો આખી રાત ડખામાં જાય. એ કહે કે તમે કહો એવા. તો ઉકેલ આવી ગયો. આપણે એને શું કહીએ કે તમે કહો છો એવા છીએ. આપણે એની જોડે પ્લસ-માઈનસ કરવા જઈએ તો આખી રાત પળોજણનો નિવેડો ના આવે. એટલે આપણે કહીએ કે તમે કહો છો એવા છીએ. એવી વાત કરીએ એટલે ફાઈલનો કંઈક નિકાલ થઈ ગયો !
પ્રશ્નકર્તા : નિકાલ થઈ ગયો, પછી ? દાદાશ્રી : પછી આપણે શું ?
પ્રશ્નકર્તા : એની પાસે આપણે હાર કબૂલ કરી લીધી એનું શું ? તમે કહો છો એવા છીએ.
દાદાશ્રી : જે હાર કબૂલ કરે છે, અને પછી બીજું કરવાનું રહ્યું શું? આ તો અમારી રીત બતાવી દીધી. અમે જે રીતે ચાલ્યા તે રીત.
અને એ જો પાંચ આજ્ઞા ચૂક્યો કે અહંકાર સજીવ થવા માંડ્યો. આ અહંકાર સજીવ થયો એટલે પહેલાં જે મૂળ હતોને ત્યાં આવીને ઊભો રહ્યો. તમે જો આજ્ઞા ચકો તો એ સજીવ પણ થઈ જાય, વાર ના લાગેને ! ઘણાં લોકોને પાછો સજીવ થઈ ગયોને ! આજ્ઞા ચૂક્યા, પાંચ આજ્ઞા છોડી દો એટલે બધું સજીવ થઈ જાય. જેટલાએ છોડી દીધું છે, એને સજીવ થઈ ગયો છેય ખરો. પાંચ આજ્ઞા નહીં હોય તો આ તમારું કુસંગ ખઈ જશે. આ ચોગરદમ કુસંગ છે તે તમારી અહંકારની નિર્જીવતાને આખી ખઈ જશે.
અક્રમમાં લપસવાના ત્રણ સ્થાતકો ! પ્રશ્નકર્તા: જ્ઞાન મળ્યા પછી સંસારમાં લપસી પડવાના ક્યા સ્થાનકો છે?
દાદાશ્રી : જ્ઞાન મળ્યા પછી સંસારમાં લપસી પડવાની ત્રણ જ વસ્તુ છે. બીજું બધું ખાજો-પીજો, કપડાં પહેરજો, ચશ્મા પહેરજો, સિનેમા જોવા જજો, ગમે તે વસ્તુ ખાજો, પણ એક માંસાહાર કરાય નહીં. બીજું, બ્રાંડીનો છાંટો અડાય નહીં અને ત્રીજું, પરસ્ત્રી નહીં. પરસ્ત્રીનો વિચાર આવે તો પ્રતિક્રમણ કરવું. આ ત્રણ જ વસ્તુ પડવાના સ્થાનક છે. બીજી કંઈ વસ્તુ પાડનારી નથી. પડવાના એટલે ફરી ઠેકાણું નહીં પડે. એટલા હારુ અમે કહીએ છીએ કે અમારી જોડે આવશો નહીં અને આવશો તો પડ્યા પછી હાડકું જડે નહીં એવું છે. આ તો બહુ ઊંચાં-હાઈલેવલ પર જઈએ, એના કરતાં થોડે ગયા હોય તો પડી જાય તો થોડા હાડકાં તો જડે ! બીજા કશા પડવાના ભયસ્થાનક નથી. બીજું તો ધંધા-રોજગાર કરો, બધું કરો, ચા પીવો તેનો વાંધો નથી. ચા એ ઇક્સિજેશન છે, પણ તોય પીવો તો વાંધો નહીં. પેલું કેફ ના ચડાવેને ! આ દારૂ પીવો તો આત્મા બેભાન થઈ જાય એટલે થઈ રહ્યું. પછી જ્ઞાન બધું ખલાસ થઈ ગયું. પછી નર્કગતિ થાય એની અને પર-સ્ત્રીમાંય એવું. પર-સ્ત્રીસંબંધમાં નિવેડો ના થાય. આ દારૂ સંબંધમાં નિવેડોય ના થાય. માંસાહાર સંબંધમાં નિવેડોય ના થાય. નોંધી રાખજો. પડવાના સ્થાનક ગમતા નથીને કે ગમે છે ?
પ્રત્યક્ષ જ્ઞાતીને પૂછી પૂછીને જ પ્રગતિ ! આ જે રસ્તો બતાવ્યો એ જ રસ્તો છે. જે રસ્તે હું આવ્યો છું, એ