________________
ઘણીવાર અક્રમ માર્ગના આ સિદ્ધાંતને એકાંતે પકડી સ્વ-બચાવ કરી દુરુપયોગ થઈ જાય છે. ત્યાં પૂજ્યશ્રી એટલા જ ફોર્સથી લાલબત્તી ધરે છે કે આમાં બચાવમાં ના પડાય. જેમ કૂવામાં નથી જ પડવું, એમાં કેવો દ્રઢ નિશ્ચય હોય છે ?! તેમ છતાં પડી જવાય તો કૂવાના બચાવમાં જવાય ? કૂવાના બચાવમાં જાવ તો ફરી ફરી પડી જ જવાય. વાંકા આચારનો વાંધો નથી, પણ એનો અર્થ મહાત્માએ એવું પકડી લેવું એમ નથી. મહાત્માએ તો એવું રાખવું જ જોઈએ કે આ ન જ થવું જોઈએ. પછી એને લેટ ગો કરાય. દુરુપયોગ કરે, તેને લેટ ગો ના કરાય. ‘વ્યવસ્થિત’ કોને કહેવાય ? ઊઘાડી આંખે, સાવધાનીપૂર્વક ગાડી હાંક. પછી અથડાઈ તો તે ‘વ્યવસ્થિત’ ! પહેલેથી નહીં. એટલે આ ખોટાં આચારનો વાંધો નહીં એવું ના બોલાય. એ તો બેફામ થઈ જાય. આમાં નવું જોખમ ઊભું થાય. આ બન્નેનું એક્ઝેક્ટ બેલેન્સ રાખવાનું છે.
જ્ઞાનીની કોઈ પણ વાતને નોંધારી ઊપાડીને ઉપયોગ કરે તો તે જોખમ છે. ‘હવે મને કશું અડે નહીં’ એવું માનવું કે બોલવું એ મોટું જોખમ છે. એટલે દાદાશ્રીએ સૂત્ર આપ્યું, ‘વિષયો એ વિષ નથી, પણ વિષયોમાં નીડરતા એ વિષ છે. માટે વિષયોથી ડરો !' ઠેઠ સુધી ડરતા રહેવાનું, બેફામ નથી રહેવાનું. અહીં ડરતા રહો એટલે ચેતતા રહેવા માટે કહ્યું છે.
[૬.૩] પહેલી શ્રદ્ધા કે પહેલું વર્તત ?
અજ્ઞાન દશામાં વર્તનની ભૂલ કાઢતા હતા. હવે જ્ઞાનદશામાં વર્તનની ભૂલ ના કઢાય. એને ‘જોયા’ કરાય. વર્તનની ભૂલ કાઢે તો ચારિત્રમોહ ના જાય ને ના કાઢે ને જોયા કરે તેને, તો તે જશે ! વર્તનને તો ‘જોયા’ કરવાનું. દા.ત. અબ્રહ્મચર્ય એ ગુનો છે એ નિરંતર શ્રદ્ધામાં છે પછી અનુભવમાં પણ આવ્યું, પણ વર્તનમાં ના પણ હોય. પહેલી બિલિફ ફરે, પછી જ્ઞાન ફરતાં ઘણો કાળ જાય ને પછી ઘણાં કાળે વર્તન ફરે. વર્તનમાં ના આવે ત્યાં સુધી શ્રદ્ધા બેઠી હોય તોય બુદ્ધિ કામ કર્યા કરે, પોતાને ખબરેય પડે કે આ ડખો કરે છે.
સમજણમાંથી વર્તનમાં આવે ત્યાં સુધી નવું કર્મ ચાર્જ થાય ? એવો પ્રશ્ન ઉદ્ભવતાં પૂજ્યશ્રી સમાધાન આપે છે કે ના, ચાર્જ ના થાય. પણ ડિસ્ચાર્જ પૂરું ના થાય. ટાઈમ નકામો જાય. હા, પ્રતિક્રમણથી પાતળું પડી જાય. અંતે તો અનુભવમાં આવવું જોઈએ. અનુભવમાં ક્યારે આવે કે સંસારનાં એક અણુ-પરમાણુંમાં પણ સુખ લાગવું ના જોઈએ. આ તો ઊંઘમાંથી સુખ લે, ખાવામાંથી, વિષયમાંથી સુખ લે ત્યાં સુધી અનુભવ ના થાય.
44
જ્યાં કષાયો જાય ત્યાં તો બહુ ઊંચું સમજમાં આવી ગયું ગણાય. મહાત્માને અંદર જેટલું ખીલે એટલી બહાર સુવાસ આવે પણ એ ધીમે ધીમે આવે.
એક જણને ફરિયાદ હતી દાદાશ્રી પાસે કે મહાત્માઓમાં ડિસીપ્લીન નથી દેખાતી. બહાર ખરાબ દેખાય છે આપણું. નવા લોકો પ્રભાવિત થવાને બદલે પુટ ઓફ થઈ (આવતાં અટકી) જાય છે. દાદાશ્રી કહે છે કે મહાત્માઓની ડિસીપ્લીન જોઈને પ્રભાવિત થશે, એનો કોઈ અર્થ જ નથી. એ એની બુદ્ધિને ટચ થશે, હૃદયને નહીં. એટલે અહીં ડિસીપ્લીન ના હોય પણ પ્રેમ હોય, રાગ-દ્વેષ રહિત હોય ! પાંચ હજાર માણસો જમતા હોય પણ ક્યાંય ખખડાટ ના હોય ! અહીં ડિસીપ્લીન એટલે બનાવટ ના હોય. અને ડિસીપ્લીન રાખવા જાય તો આત્માને કર્તા તરીકે પાછો મૂકવો પડે એટલે ત્યાં જ્ઞાનનું પરિણામ ઊડી જાય ! એટલે અહીં તો નૉ લૉ - લૉ. બધાં જ મુક્ત આનંદ માણતા હોય. લોકકલ્યાણની ભાવનાથી નવા લોકો આકર્ષાશે, લોકકલ્યાણની ક્રિયાથી નહીં ! અહીં શુદ્ધ વ્યવહાર હોય, શુભ નહીં. આત્માને આનુષંગિક વ્યવહાર અહીં હોય. એ જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ.
મહીં ‘જોયા’ જ કરવાથી બધું શુદ્ધ થતું જ જાય, એની મેળે. આ ‘ખોટું છે’ એવો મહીં ભાવ પેસી ગયો કે એની મેળે જ એ બધું ચોખ્ખું થતું જાય ને ‘એમાં શું ખોટું છે’ કહ્યું કે પાંચ લાખ વરસેય એ દોષો ના જાય !
[૭] રિયલ પુરુષાર્થ
બે જાતના પુરુષાર્થ - એક ભ્રાંતિનો પુરુષાર્થ ને બીજો પુરુષ થયા પછીનો રિયલ પુરુષાર્થ.
એ બેમાં ફેર શું ? રિયલ પુરુષાર્થમાં કરવાની વસ્તુ નથી, માત્ર આત્મસ્વભાવમાં રહીને ‘જોવાનું’ ને ‘જાણવાનું’ જ હોય છે. અને રિલેટિવ પુરુષાર્થમાં માત્ર ભાવ કરવાના કે ઐસા હમ કરેંગે' કે ‘ઐસા નહીં કરેંગે !' એને ભ્રાંતિનો ભાવ પુરુષાર્થ કહ્યો. એમાંય કોઈ ક્રિયા નથી. પુરુષાર્થ એ આંતરિક વસ્તુ છે. ભ્રાંતિમાં કર્તાપણાના ભાવથી જ પુરુષાર્થ થાય છે. જ્ઞાનદશામાં જ્ઞાતા-દ્રષ્ટા ભાવથી જ પુરુષાર્થ થાય છે. પુરુષ થયા પછી જ્ઞાતા-દ્રષ્ટા રહે અથવા તો દાદાની પાંચ આજ્ઞામાં રહે, તો તે સાચો પુરુષાર્થ થયો કહેવાય. બીજું કશું જ કરવાનું નથી એમાં. આજ્ઞાઓ બધી
45