________________
પુરુષ માટે છે, પ્રકૃતિ માટે નથી. આજ્ઞામાં રહેવું એ પુરુષાર્થ અને એથી આગળનો પુરુષાર્થ એટલે સહજ સ્વભાવમાં વગર આજ્ઞાએ રહી શકે છે. આ પરિણામ આજ્ઞા પાળવાથી જ આવે. એટલે પ્રથમ આજ્ઞારૂપી પુરુષાર્થ ને એમાંથી અંતે સ્વાભાવિક પુરુષાર્થ પ્રગમે જ્ઞાન-અજ્ઞાનને જુદા પાડે એ રિયલ પુરુષાર્થ. આને જ ભેદવિજ્ઞાન કહ્યું. અને ઓ પુરુષાર્થ પ્રજ્ઞા કરાવડાવે છે. આજ્ઞામાં રહેવાનો નિશ્ચય એય પુરુષાર્થ છે, એય પ્રજ્ઞા કરાવડાવે છે. નિશ્ચય કર્યો તે પ્રમાણે આગળ પ્રગતિ મંડાય. પછી ધીમે ધીમે પુરુષાર્થમાંથી પરાક્રમ મંડાય. પરાક્રમ એટલે શું ? જેમ કૂતરું કાદવથી આખા શરીરે રગદોળાઈ ગયું હોય, તે પછી પોતાની જાતને હચમચાવીને એવું ખંખેરે કે બધો જ કાદવ નીકળી જાય ને એકદમ ચોખ્ખચટ્ટ થઈ જાય ! જાણે હમણે જ નહાઈને આવ્યું ન હોય ?! આ એમને કયા પ્રોફેસરે શીખવાડ્યું હશે ?! પોતાના દોષો નિષ્પક્ષપાતપણે જુએ એ પુરુષાર્થ. દાદાની કૃપા ક્યાં વરસે ? સાચા દિલથી જેણે પુરુષાર્થ માંડ્યો હોય ત્યાં ! દાદાશ્રીના અંતિમ દિવસોમાં મહાત્માઓને સંકેત રૂપે જબરજસ્ત સંદેશો આપતા ગયેલા કે અત્યાર સુધી અમે મહાત્માઓને બિલાડી બચ્ચાને સંભાળે તેમ સંભાળ્યા. હવે તમે અમને વાંદરીના બચ્ચાની જેમ ચોંટી પડજો !
[૮] શુક્લધ્યાત અક્રમ જ્ઞાન મળ્યા પછી મહીં શેનું ધ્યાન રહે છે ? ‘ચંદુભાઈ છું એ કે “શુદ્ધાત્મા છું' એ ? લગભગ બધાંને આખો વખત “હું શુદ્ધાત્મા છું' એ જ રહ્યા કરે છે. ભૂલવા જાય તોય ના ભૂલાય એ ! એને શુક્લધ્યાન કહ્યું. શુક્લધ્યાન એ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે ને ધર્મધ્યાન એ પરોક્ષ મોક્ષનું કારણ છે. ખરેખર શુદ્ધાત્માનું ધ્યાન કરવાનું નથી હોતું. ધ્યેય અને ધ્યાતાનું અનુસંધાન ધ્યાનથી થાય. ક્રમિક માર્ગમાં શુદ્ધાત્મા પદ પ્રાપ્ત કરવા સાધકે ધ્યેય નક્કી કરવાનો કે મારે શુદ્ધાત્મા પ્રાપ્ત કરવો છે. તમે છો ચંદુભાઈ એટલે ચંદુભાઈ ધ્યાતા ને શુદ્ધાત્મા એ ધ્યેય. એ બેનો સાંધો મળે, એક તાર
46
થાય, ત્યારે ધ્યાન કહેવાય. એ ધ્યાનથી શુદ્ધાત્મા થઈ જાય ! અને આ અક્રમ માર્ગમાં તો પોતે ધ્યેય સ્વરૂપ જ થઈ ગયાને ! પછી ધ્યાન કરવાનું રહ્યું જ ક્યાં ?! ક્રમિક માર્ગમાં તો આ કાળમાં શુક્લધ્યાન થાય જ નહીં એમ મનાય છે, અક્રમમાં જે શક્ય બની ગયું છે ! પોતાના સ્વરૂપના ખ્યાલમાં જ રહેવું હોય તો ‘ચંદુભાઈ” તમને દેખાયા કરે. એના મનને જુએ, વાણીને જુએ એ આત્મા. એ જુએ એ જ આત્મધ્યાન. મુંબઈ જવાનું નક્કી કર્યું હોય એટલે હરતાં-ફરતાંય એ ધ્યાનમાં જ હોયને કે મુંબઈ જવાનું છે ! એનું નામ ધ્યાન. આંખો બંધ કરીને બેસી રહે એ ધ્યાન નહીં પણ એકાગ્રતા કહેવાય ! મહાત્માઓ પ્રતિક્રમણ કરે ત્યારે વ્યવહારથી ધર્મધ્યાન અને નિશ્ચયથી શુક્લધ્યાન વર્ત. અક્રમમાં અંદર-બહાર બેઉ જુદું હોય અને અક્રમમાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન નિશ્ચયથી થતાં જ નથી. કપાળદેવે કહ્યું છેને કે જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે. તે દાદાનું ધ્યાન કરે તે આત્મધ્યાન જ છે, શુક્લધ્યાન જ છે. અક્રમ જ્ઞાનથી એકાવતારી પદ સુધી જઈ શકાય છે. આ કાળમાં આ ક્ષેત્રથી સીધો મોક્ષ શક્ય નથી પણ વાયા મહાવિદેહ ક્ષેત્રેથી શક્ય છે. અને પાંચ આજ્ઞા પાળવાથી ઊંચામાં ઊંચું ધર્મધ્યાન થાય છે. જેનાથી પુણ્યાનુબંધી પુણ્ય એટલા પૂરતું જ બંધાય છે, જે મહાવિદેહ ક્ષેત્રે પહોંચવા ઉપકારી બને છે. અમસ્તો જ્ઞાનીને અડી ગયો હોય તો ય જન્મ-મરણની હદ આવે છે અને જ્ઞાન લઈ ગયો, થોડીઘણી આજ્ઞામાં રહ્યો તોય તેનો પંદરમે ભવે તો મોડામાં મોડો મોક્ષ થાય જ !
શુક્લધ્યાનના ચાર પાયા. પહેલા પાયામાં અસ્પષ્ટ વેદન. જે અક્રમના મહાત્માઓને રહે. બીજા પાયામાં પરમ પૂજ્ય દાદાશ્રી સ્વયં જેમાં રહેતા, જે સ્પષ્ટ વેદનનો છે અને ત્રીજા પાયામાં કેવળજ્ઞાન ને ચોથા પાયામાંથી મોક્ષે જાય !
[૯] એકાવતારી મોક્ષ, ‘આ’ જ્ઞાનથી ! પોતાને પ્રાપ્ત થયેલા આત્મજ્ઞાન અંગે, મૃત્યુ વખતે, પછી મહાવિદેહ ક્ષેત્ર, મોક્ષ તેમજ મહાત્માઓની દિનચર્યા વિ વિ. અંગે પૂછાયેલા મહાત્માઓના
47