________________
આ છેલ્લો મોહ, ચારિત્રમોહ ધોઈ નાખવાનો છે ! અક્રમના મહાત્માઓ માટે ઉદયકર્મ ના હોય, ચારિત્રમોહ હોય. મહાત્માને આ નિકાલી મોહ સાથેનો ઉદયકર્મ છે, માટે એ ચારિત્રમોહ કહેવાય ને અજ્ઞાન દશામાં મૂળ મોહ સાથે ઉદયકર્મ છે, માટે તેને ઉદયકર્મ જ કહેવાય. ગમે તેવા પ્રકારનો ચારિત્રમોહ આવે, નિંદ્ય કે પૂજ્ય, છતાંય ‘હું કંઈ જ કરતો નથી’ એવો નિરંતર ખ્યાલ રહેવો તે કેવળ દર્શન છે. આવો ખ્યાલ નિરંતર રહે, તેને પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કશું જ કરવાનું રહેતું નથી. મહાત્માને રાગવાળો કે દ્વેષવાળો, જેવો માલ નીકળે તેનો નિકાલ કરવાનો. અગવડ-સગવડ બધાંનો નિકાલ કરવાનો. વિષમભાવથી વળગ્યો ને સમભાવથી છોડવાનો. ચારિત્રમોહનો હવે તિરસ્કાર કરાય નહીં. મહાત્માઓ તન્મયાકાર હોય ત્યારે જ ચારિત્રમોહ કહેવાય. તન્મયાકાર ના રહે તો તેને ચારિત્રમોહ નથી. ચંદુભાઈને જુદા જોયા કરો તો તમે છટા. ત્યાં ચારિત્રમોહ નથી. ચંદુભાઈને જુદા ના જોયા તો ત્યાં ચારિત્રમોહ રહ્યો. એને ગમે ત્યારે છોડવો જ પડશે. એક્ઝટ જોવું પડે. ચંદુને એક્ઝક્ટ જોવું એટલે શરીર બધું એક્ઝક્ટ જુદું દેખાય, ચંદુ વાતો કરે તે ય બધું જુદું દેખાય. હાથ ઊંચો કર્યો, નીચો કર્યો તેય જોયા કરાય. આ ધીમે ધીમે અનુભવમાં આવે. પહેલાં પ્રતીતિ બેસે પછી થોડો થોડો અનુભવ થાય પછી વર્તનમાં આવે. જેમ છોકરાંને કહેવામાં આવે કે તારા માટે છોકરી પસંદ કરી છે. તેનું નામ ચાંદની છે. બહુ રૂપાળી છે. હવે છોકરાએ છોકરી જોઈ ના હોય, ખાલી નામ સાંભળે ત્યાંથી આનંદપ્રેમ ઊભરાય. ખાલી સાંભળવાથી જ, જોયું ના હોય તોય. એમ ખાલી જ્ઞાની પાસે સાંભળવાથી જ્ઞાન પ્રગટ થતું જાય ! આ આખું અક્રમ વિજ્ઞાન છે. સૈદ્ધાંતિક વસ્તુ છે અને સંપૂર્ણ, સ્વયં ક્રિયાકારી છે !
[૬.૧] કર્મબંધત, તવું - જૂતું ! નિજ સ્વરૂપનું ભાન થયું, પુરુષ થયા, પુરુષાર્થ ધર્મ જાગ્યો. કર્તાભાવ મીત્યો ને જ્ઞાતા-દ્રષ્ટાભાવ જાગ્યો ત્યાં કર્મ બંધાતા અટક્યા. છતાં મહાત્માઓને પ્રશ્ન થાય કે જ્ઞાન પ્રાપ્ત થતાં પહેલાંના ખરાં-ખોટાં કર્મોનું નિવારણ કઈ રીતે ? તેનું સમાધાન પૂજયશ્રી આપતાં કહે છે કે જ્ઞાનવિધિ વખતે જ્ઞાનાગ્નિથી
પાપો ભસ્મીભૂત થઈ જાય છે, મહીં બેઠેલા ભગવાનની કૃપાથી. તેથી સ્તો આત્મા રાત-દહાડો હાજર રહે છેને ? ચિંતા-ટેન્શન કાયમનાં જાય છે ! કર્મો ત્રણ પ્રકારે સિમિલી આપી સમજાવ્યાં છે. બરફ રૂપે, પાણી રૂપે ને વરાળ રૂપે ! જ્ઞાન પછી પાણી ને વરાળ સ્વરૂપના કર્મો ઊડી જાય છે, પણ બરફ રૂપે જે જામી ગયેલા છે તે ભોગવ્યે જ છૂટકો. એને નિકાચિત કર્મો કહ્યા. પણ એને ભોગવવાની રીતમાં આખોય ફેર પડી જાય છે ! પછી કર્મો આત્માનંદમાં રહીને છૂટે છે ! આ કર્મો ભોગવે છે કોણ ? આત્મા ? આત્મા તો પરમાત્મા જ છે, સદાકાળ પરમાનંદી છે, એને કઈ રીતે ભોગવવાનું હોય ? અહંકાર દુ:ખ ભોગવે છે. આત્માની માત્ર ત્યાં હાજરી હોય છે. ઘણાંને થાય કે આ બરફ જેવાં કર્મોને કઈ રીતે ખપાવવા ? અલ્યા, બરફને ઓગાળવા કંઈ કરવું પડે ? એ તો એની મેળે ઓગળ્યા જ કરે ! તું આત્મામાં રહીને જોયા જ કરને એને ! બહુ ભાર લાગે તો પ્રતિક્રમણપશ્ચાતાપ કરીએ તો હળવાશ રહે. તે કર્મો પૂરાં થઈ જાય !
[૬.૨] આચાર સુધારવા ! અક્રમના મહાત્માઓને જ્ઞાન પરિણામ એના આવરણના હિસાબે, એના મોહના પ્રમાણે જુદી જુદી રીતે થાય. કોઈને બે કલાકમાં, તો કોઈને બે વર્ષેય થાય પણ થાય ખરું. સ્વરૂપ જ્ઞાનનું વ્યવહારમાં પ્રગટીકરણ કેટલું થવું ઘટે ? વ્યવહારમાં આવતાં વાર લાગે. દાદાશ્રી વ્યવહાર બધો કરીને આવેલા અને આપણે કરવાનો બાકી છે. એક જણે દાદાશ્રીને પૂછયું કે તમે જ્ઞાની છો ને આ મહાત્મા ય જ્ઞાની છે પણ બેમાં તરતમતા શું ? ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું, ‘જ્ઞાનમાં ફેર નથી, વ્યવહારમાં ફેર !' હવે આચાર, વિચાર ને ઉચ્ચારમાં ફેર લાવી ના શકાય. જે સમજ મળી છે, તેને ઊંડું ઊંડું સમજ સમજ કરવાથી જ્ઞાનમાં ફીટ થઈ જશે. પછી એની મેળે આચરણમાં આવશે. એટલે દાદાશ્રી ક્યારેય કોઈને વઢતા ન હતા. અક્રમમાં આચાર જોવાય નહીં. મહીં ધરખમ ફેરફાર થઈ જાય છે ! મોક્ષને માટે આચારની વેલ્યુ નથી. જેવો પણ આચાર હોય, તેનો નિકાલ કરીને જ મોક્ષે જવાશે. સંસારમાં સુખ જોઈતા હોય તો સારાં આચાર જોઈશે.
3