________________
થાય. મહાત્માઓની ગાડી જીતમોહ સ્ટેશનેથી ઉપડે છે તે ક્ષીણમોહ સ્ટેશને પહોંચાડશે. ત્યારે મહાત્માઓ ભગવાન થઈ ગયા હશે ! બારમા ગુંદાણેય ચારિત્રમોહ હોય. કેવળજ્ઞાન થાય ત્યારે જ ચારિત્રમોહ ખલાસ થઈ જાય. હવે આ ડિસ્ચાર્જ મોહનો સમભાવે નિકાલ કરી નાખવાનો છે. મહાત્માઓનો અનુભવ છે કે જ્ઞાન લીધા પછી ધીમે ધીમે મોહ ખરતો જાય છે અને આત્મામાં વધારે સ્થિર થવાય છે. મહાત્માઓનો ચારિત્રમોહ કોને કહેવાય ? ખાય-પીવે, નહાય, વઢે, ઉતાવળ કરે, આળસ કરે, કપડાં સારાં પહેરે, પટિયા પાડે, ફ્રેંચ કટ રાખે, લોભ કરે, કરકસર કરે, સિનેમા જુએ, લગ્ન કરે એ બધોય ચારિત્રમોહ, પરમ પૂજ્ય દાદાશ્રીનો ચારિત્રમોહ કેવો હોય ? બ્રશ કરવા જાય ને કહે, ‘ટૂથપેસ્ટ નથી’, તો દાદા કહે, “ચાલશે’. ‘ઊલિયું નથી', તોય કહેશે, ‘ચાલશે’. ‘નહાવામાં ટાઢું પાણી છે', તોય ‘ચાલશે’. જમવામાં ભાત નથી', તોય ‘ચાલશે’. ‘રોટલી નથી', તોય ‘ચાલશે'. પીરસેલી રોટલી થાળીમાંથી ઉઠાવી જાય, તોય દાદા કહે, ‘ચાલશે'. ભાવતું ભોજન થાળીમાંથી ઉઠાવી જાય, તોય દાદા કહે, ‘ચાલશે’ ! સંપૂર્ણ નિરાગ્રહતાવાળું. ચારિત્રમોહ અટકે નહીં, પણ એની પર મહાત્માઓની જાગૃતિ તો હોવી ઘટે. જાગૃતિ એટલે પતંગ ચગાવે પણ મહીં તો સતત રહેવું જોઈએ કે આ ખોટું થઈ રહ્યું છે. રાજીખુશીથી ના કરાય ! એને જાણવું જોઈએ. જ્ઞાનને પણ ઉડાડી દે એવો અપવાદરૂપ ચારિત્રમોહ પણ હોય છે. અને તે વિષયના પ્રકારનો જ હોય, બીજો નહીં. અક્રમના મહાત્માઓના આચારમાં જુતા-મૃદુતાના બદલે કઠોરતા ઘણીવાર દેખાય. પણ દાદાશ્રી કહે છે કે ખરેખર મહાત્માને અંદર ઋજુતામૃદુતા હોય ને બહાર કઠોરતા હોય. હવે ‘આ બધો ડિસ્ચાર્જ મોહ જ છે" કહી, એનો દુરુપયોગ તો નથી થઈ જતોને ? આ કહેવું એય ચારિત્રમોહ છે. જ્ઞાનમાં રહેવા પ્રયત્ન કરનારો મિસયુઝ(દુરુપયોગ) ના કરે. ઇટ હેપન્સ એ ચારિત્રમોહ. એમાં ડખલ નથી પોતાની કે “આમ કરો કે ના કરો.’ આ બધા પ્રશ્નો પૂછે છે તેય ચારિત્રમોહ. નિર્મોહી તો પૂછે જ નહીંને !
જાત્રા કરે, ધરમ કરે, પૂજા-પાઠ, સામાયિક-પ્રતિક્રમણ કરે એ બધું ય ચારિત્રમોહ. દાન આપ્યું તેય ચારિત્રમોહ ને ચિડાયો તેય ચારિત્રમોહ. કારણ કે આમાં આત્મા તો કશું કરતો જ નથીને ! જ્ઞાન કરીને, તપમાં રહીને ચારિત્રમોહને શુદ્ધ કરી નાખે. દાદાશ્રી કહે છે, “હુંય કોટ-ટોપી પહેરું છું. વીંટી પહેરું છું, વાળમાં પટિયાં પાડું છું. દાઢીય કરું છું, તો શું આ મોહ નહીં ?” હા, મોહ ખરો. પણ ચારિત્રમોહ છે. “અરે, આ સત્સંગ કરું, જ્ઞાન આપું એય મોહ છે.’ પણ આ ચારિત્રમોહ છે. ચારિત્રમોહ છે ત્યાં સુધી કેવળજ્ઞાન કે મોક્ષ ના થાય. હવે પરમ પૂજ્ય દાદાશ્રીને ય ચારિત્રમોહ ને મહાત્માઓને ય ચારિત્રમોહ, તો એ બેમાં ફેર શું ? મહાત્માઓને બોજાવાળો ચારિત્રમોહ, સંસાર ચલાવવવાનો અને દાદાશ્રીને બોજા વગરનો ચારિત્રમોહ, બોજો જ નહીં સંસારનો ! હલકાં ફૂલ !! દાદાશ્રી તો ત્યાં સુધી કહે છે કે અમારામાં જે કરુણાભાવ છે તેય ચારિત્રમોહ જ કહેવાય. તીર્થકરોનેય કરુણા એ ચારિત્રમોહ જ કહેવાય પણ તે કેવળજ્ઞાન થતાં પહેલાં, પછી નહીં. મહાત્માઓને પ્રશ્ન હોય છે કે દાદાની આજ્ઞા પાળે તે પણ ચારિત્રમોહ ? ના, એ તો પુરુષાર્થ છે પ્રજ્ઞાશક્તિનો ! એ ચારિત્રમોહ નથી. ચારિત્રમોહ આજ્ઞા પાળવા ના દે, સરળને આજ્ઞા પળાય. આજ્ઞા પાળવાથી ચારેય ઘાતી કર્મ ઊડી જાય. જ્ઞાનથી દર્શનમોહ જાય અને પાંચ આજ્ઞા પાળવાથી ચારિત્રમોહ જાય. આંખે પાટા બાંધવાથી ચારિત્રમોહ ઊભો થયો, તે ઊઘાડી આંખે જોઈને ખાલી કરવાનો ! ચારિત્રમોહના જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા તો તે આપણો નથી ને તેને પકડી લીધો તો વળગેલો રહેશે ! ‘મને આમ કેમ થાય છે' થયું તો તે તમારો. જ્ઞાતા-દ્રષ્ટાને ડખો ના હોય, ચારિત્રમોહમાં ડખો હોય. ‘હું નહીં આવું” એ ડખો ! જેવો ચારિત્રમોહ ભરેલો તે નીકળે. ચારિત્રમોહ જોયા વગરનો ગયો, તે ધોયા વગરનો જશે. ફરી જોઈને ધોવું પડશે. જેમ નહાતી વખતે બધાં કપડાં ધોઈને નીકળે પછી છેલ્લું કપડું નહાયા પછી સાચવીને છાંટા ના ઊંડે એવી રીતે ધોઈ નાખે. એવી રીતે હવે