________________
એકાવતારી મોક્ષ, ‘આ’ જ્ઞાનથી !
૪૦૫
૪૦૬,
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : રોજ સવારના ઊઠે ત્યારથી તે રાત સુધીમાં એમનો નિત્ય કાર્યક્રમ શું હોવો જોઈએ ?
દાદાશ્રી : એ અહીં કોઈ કાયદો નથી. કાયદો હોય ત્યાં ગણવાનું હોય. અહીં તો નો લૉ - લૉ છે. એ નિશ્ચય આપણે કે, ‘આમ હોવું જોઈએ, આ ન થવું જોઈએ’. પણ છતાં જે નીકળે એ સાચું. સિગરેટ પીતો હોય તે બહાર જઈને પી આવતો હોય પણ મનમાં એમ હોવું જોઈએ કે “આ ન હોવી જોઈએ.
પ્રશ્નકર્તા: સવારમાં વહેલું ઊઠવું જોઈએ એવું કંઈ ખરું?
દાદાશ્રી : ના, બા. કોઈ વહેલા ઊઠતો હોય, તે ત્રણ વાગ્યાના ઊઠીને બંબો સળગાવનારા હોય અને બીજો કોઈ મોડો ઊઠતો હોય, તે સાડા ન થાય તો હું કહું કે, ‘ભઈ, સૂર્યનારાયણ ક્યારનાય ઊઠીને અહીં આવ્યા છે. તું તો જરા વિચાર કર. આવડા મોટા ઊઠીને આવ્યા છે તું એથી કેટલો મોટો ?” ત્યારે વહેલો વહેલો ઊઠી જાય. કારણ કે ત્રણ વાગ્યાના ઊઠીને અહીં આવનારા અને સાડા નવ વાળાય ખરા. બધી જાતના લોક હોય !
પ્રશ્નકર્તા : આ “જ્ઞાન” લીધેલું હોય તેવાએ રાત્રે કઈ રીતે સૂઈ જવું, એ સમજાવો.
દાદાશ્રી : પોતે શુદ્ધાત્મા થઈ જઈ અને બીજી બધી વસ્તુઓને કહીએ કે, ‘હવે અમે ઓફિસ બંધ કરી દઈએ છીએ. તમે સવારમાં આવજો, સાડા છ વાગે. હવે અત્યારે ઓફિસ બંધ છે.’ જે જે વિચારો આવતા હોય તે બધાને કહી દેવાનું, “આજે પહેલો દિવસ છે, એટલે રિક્વેસ્ટ કરીએ છીએ કે, હવે તમે અત્યારે આવશો નહીં. નહીં તો તમારું અપમાન થશે, માટે ફરી આવશો નહીં.’ એટલે પછી બંધ થઈ જાય. અને ‘હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું' એમ ધીમે રહીને આપણા જ કાનને સંભળાય એ રીતે દાદાના ચિત્રપટનું નિદિધ્યાસન કરતાં કરતાં સૂઈ જવું.
પ્રશ્નકર્તા : મહાત્માનો મોક્ષ ક્યારે થાય ? દાદાશ્રી : એક-બે અવતાર કે ત્રણ અવતાર પછી. આ ક્ષાયક
સમકિત છે. આવું સાઠ હજાર માણસને આપેલું છે, આ કંઈ એક-બેની નથી વાત.
જગત આખું રોંગ બિલિફમાં છે, તોયે પોતાનું માને છે ને ? તદન સાચેસાચું પોતાનું માને છે ને ? અને આપણને રાઈટ બિલિફ બેઠેલી છે. અને તે તો સાચું જ છે. પેલા ખોટાને સાચું માને છે તોય સાચી રીતે વર્તે છે. તો આપણે સાચાને સાચી રીતે માનવું. ત્યાર પછી સાચી રીતે વર્તવું જોઈએને ! આપણું તો એકઝેક્ટ સાચું જ છે. એટલે આપણે સામા માણસને એમ કહેવું જોઈએ કે હું શુદ્ધાત્મા પદને પ્રાપ્ત થયો છું. બીજા પ્રશ્નો મને પૂછશો નહીં. કશું પૂછવું હોય તો જ્ઞાની પુરુષની પાસે આવો.
પણ આપણા બધા અદબદ બોલે છે ને, તેથી બહાર વાત સમજાય નહીં લોકોને ! આપણને કહેવામાં વાંધો શો ? જે આપણી માન્યતા છે તે.
પ્રશ્નકર્તા ઃ આપ એમ કોઈવાર પૂછો છો પ્રગતિ થાય છે કે નહીં ? ત્યારે પ્રગતિ કઈ જગ્યાએ દેખાય ? એટલે કે પ્રગતિમાં શું દેખાય ? કેવી રીતે ખબર પડે ?
દાદાશ્રી : ડખો ના થાય છે. કોઈની જોડે ડખોડખલ ના થાય. અગર તો આપણી જાતને પણ ડખો ના થાય. એ જોઈ લે એટલે પ્રગતિ થઈ છે. કોઈની જોડે ડખો થઈ ગયો તો બગડ્યું.
હિમાલયમાં ફરે, ગમે ત્યાં ફરે પણ આ વસ્તુ પ્રાપ્ત થઈ શકે નહીં. આ તો કમિટમાર્ગના જ્ઞાનીઓ હોયને, તો ત્યાં આગળ તો ત્રણ કે ચાર જ જણ બુઝ, વધારે બુઝે નહીં. આ તો અક્રમ વિજ્ઞાન છે. દસ લાખ વર્ષે કો’ક ફેરો ઊભું થાય. ત્યારે લાખો માણસો લઈ જાય ! તેની મહીં ટિકિટ મળી ગઈ. એક્સગ્નલ કેસ, ટિકિટ મળી આ !
એટલે કરોડો અવતારેય જે વસ્તુ પ્રાપ્ત ના થાય એ તમને સહેજે પ્રાપ્ત થઈ છે. માટે હવે એનું રક્ષણ કરજો. બીજું બધું ધ્યાનમાં લેશો નહીં. સંસાર તો ચાલ્યા જ કરવાનો બધો. એ કશું અટકે નહીં કોઈ દહાડોય. જેમ આ દાઢીની ઇચ્છા ના હોય તો ય થયા કરે છેને ? એમ સંસાર ચાલ્યા