________________
૪૦૪
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
[૯] એકાવતારી મોક્ષ, ‘આ’ જ્ઞાતથી !
મહાત્માઓનું વ્યક્તિત્વ સૌભ ! પ્રશ્નકર્તા : મહાત્મા કોને કહેવાય ?
દાદાશ્રી : આંતરિક સંયમ રહે, એને મહાત્મા કહેવાય. બાહ્ય સંયમ તો હોય કે ના ય હોય ! કષાય કરતો હોય ત્યાં સુધી મહાત્મા કહેવાય નહીં. ‘ચંદુભાઈ’ ક્રોધ કરે પણ ‘પોતે’ અંદરથી મહીં ના પાડ્યા કરે.
અરેરે, આ કેમ થાય છે, આ ના થવું જોઈએ' એવું રહે એને. એ આંતરિક સંયમ કહેવાય. એને મહાત્મા કહેવાય !
પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા અને મહાત્મામાં ફેર શો ?
દાદાશ્રી : શુદ્ધાત્મા તો ભગવાન છે. મહાત્મા તો, આ કોઈ પણ બીજા કરતાં જરા ટોપ હોય તો એને મહાત્મા કહેવાય છે. આ તો વ્યવહારથી આપણે મહાત્મા કહીએ છીએ, પણ છે તો શુદ્ધાત્મા. શુદ્ધાત્મા તો ભગવાન છે, પણ એ ભગવાન હજુ તમને પ્રતીતિ સ્વરૂપે થયેલાં છે. એ પ્રતીતિ જ્યારે પૂરી થશે, ત્યારે અનુભવ દશા સંપૂર્ણ થશે. અત્યારે પ્રતીતિ-લક્ષ-અનુભવ એ ચઢ-ઉતર થયા કરે, પણ સંપૂર્ણ અનુભવ વર્તે,
જ્યારે અભેદતા લાગે બધાં જોડે, ત્યારે છે તે શુદ્ધાત્મા થઈ શકે. શુદ્ધાત્મા એ જ પરમાત્મા છે.
પેલું સાચું જ્ઞાન જાણેલું જાય નહીં, એ પરમેનન્ટ છે અને એ પોતેય સનાતન સ્વભાવનો છે, એનું જ્ઞાનેય સનાતન છે, સુખેય સનાતન છે, એની વાતેય સનાતન છે અને એ પ્રાપ્ત થયા પછી માણસને શું પ્રાપ્ત થયું ? એન.ઓ.સી. મળી ગયું. એ માણસને કોઈ જગ્યાએ ઑજેકશન હોય નહીં. ભગવાનેય એને ઑન્જકશન ના કરે.
પ્રશ્નકર્તા : મહાત્માની કાર્યવાહી શું ?
દાદાશ્રી : આ જે ગયા અવતારનો બધો માલ ભરેલો છે, તેને સમતાપૂર્વક જવા દેવો.
પ્રશ્નકર્તા : મહાત્માની ઉપમા મેળવ્યા પછી તેની ફરજ શું ? દાદાશ્રી : વીતરાગતા રાખવી, રાગ-દ્વેષ નહીં કરવા. પ્રશ્નકર્તા ઃ અક્રમ માર્ગના મહાત્માની દિનચર્યા કેવી હોવી જોઈએ ?
દાદાશ્રી : જેવો માલ ભરેલો છે એ નીકળ્યા કરે પણ રાગ-દ્વેષ ના થાય એ દિનચર્યા. કો'ક ધોલ મારી ગયો હોય, કો'ક નુકસાન કરી ગયો હોય તો રાગ-દ્વેષ ના થાય એવું હોવું જોઈએ. રાગ-દ્વેષ એ ડખલ છે. ડખલનો માલ તમારે ખપાવ્યા કરવાનો, ડખલ ના હોય એટલે થઈ રહ્યું. બીજું જે છે એ માલ નીકળ્યા કરે છે.
પ્રશ્નકર્તા : મહાત્માઓનું આદર્શ જીવન કેવું હોવું જોઈએ ?
દાદાશ્રી : આજુબાજુનાં ઘરવાળા, બહારવાળાં બધાંય કહે, “કહેવું પડે !” એક અવાજ, બધાંય લીલો વાવટો ધરે. હું વડોદરાથી નીકળું છું, તો બધા મહાત્માને કહેવાનું. એક મહાત્મા લાલ વાવટો ધરે. મેં કહ્યું, ઊભો રહે, બા. એય ગાડી ઊભી રાખો.' બસ્સો મહાત્મામાં એકાદ મહાત્મા લાલ વાવટો ધરે. એટલે ગાડી ઊભી રાખે. ‘શું હકીકત છે બોલ’, એને સમાધાન કરાવીને પછી જવાનું. કારણ કે એ મહાત્માના તાબામાં હું છું, એ મારે તાબે નથી. એટલે આપણા મહાત્માએ તો બધાનાં તાબામાં રહેવું જોઈએ.