________________
રિયલ પુરુષાર્થ
૩૮૯
૩૯૦
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
હોયને, તેની મહીં તન્મયાકાર વૃત્તિ રહે, એટલે એ બાજુની તીવ્રતા હોવી જોઈએ. તીવ્રતા એટલે પોતાનો જબરજસ્ત પુરુષાર્થ હોવો જોઈએ.
પ્રશ્નકર્તા : દાદા પાસે આવ્યા પછી ખાત્રી થઈ ગઈ કે હવે આ દેહધારી પરમાત્મા છે, એટલે પછી જો તીવ્ર પુરુષાર્થ જો એનો હોય...
દાદાશ્રી : બસ, તો બહુ થઈ ગયું. છૂટી ગયો એ, બીજો વાંધો નથી. નુકસાનકારક નથી અને સંસાર ચાલે એને માટે ઓળંબો આપ્યો. કારણ કે ત્યાં સુધી પેલું સંસાર ચલાવવાની ચિંતા રહેતી'તી. પણ આ તો ઓળંબો આપ્યો કે એય વ્યવસ્થિત ચલાવી લેશે. બધા ઓળંબા સાથે આપ્યું છે. તે કોઈ જાતની વરીઝ રાખ્યા સિવાય બધું આપ્યું અને ક્રમિક માર્ગમાં તો ઘર ચલાવવાની પછી ઉપાધિ, ધંધો ચલાવવાની ઉપાધિ, ભવિષ્યની ચિંતા પાછી. આ તો ભવિષ્યની ચિંતા-બિંતા કશુંય નહીં. ભૂતકાળ ગોન, ભવિષ્યકાળ વ્યવસ્થિતના તાબામાં છે એટલે આપણે વર્તમાનમાં નિરંતર રહીએ. આવો તાલ બેસે નહીં. મફતમાં, વગર મહેનતે મોક્ષ !
સ્વપુરુષાર્થ સદાય સક્રિય ! પ્રશ્નકર્તા : અંતઃકરણ તો તમારું એવું બધું ઓટોમેટિક જ ઘડાઈ ગયેલું ?
દાદાશ્રી : ના, ઘડાઈ ગયેલું નહીં, બધું ખલાસ થઈ ગયેલું, એક્ઝોસ્ટ થઈ ગયેલું મન. એમાં ના રહે અને આત્મામાં રહે એટલે વિખરાઈ જાય ઝપાટે.
પ્રશ્નકર્તા : પછી પુરુષાર્થ કશો જ ના રહ્યો ? દાદાશ્રી : પોતાનો પુરુષાર્થ તો નિરંતર હોયને !
પ્રશ્નકર્તા : પણ આ બધું અંતઃકરણ આખું મંદ પડી ગયું એટલે ત્યાં કશું પુરુષાર્થ રહ્યો જ નહીંને ?
દાદાશ્રી : પુરુષાર્થ પોતાનો જ ચાલુ રહે. જ્યાં સુધી સૂક્ષ્મતર અને સુક્ષ્મતમ ભૂલો હોય ત્યાં સુધી ચાલુ રહે, નહીં તો ય કેવળજ્ઞાન થતાં સુધી પુરુષાર્થ ચાલુ રહે. પુરુષ થયા પછી પુરુષાર્થ જ હોય !
મોક્ષમાર્ગ એટલે સો યતું સોનું ! પુરુષાર્થ તો, પુરુષ થયા વગર પુરુષાર્થ થાય નહીં. જ્યાં જાગૃત થયો, એટલે પોતાની ભૂલો દેખાવા માંડી, નિષ્પક્ષપાતપણે દેખાવા માંડ્યું. ચંદુભાઈનો એકેએક દોષ સમજતા થાય ત્યારે નિષ્પક્ષપાતપણું થયું. ત્યારે જજમેન્ટ પાવર આવે, ત્યાર પછી પુરુષાર્થ ખરો મંડાય.
આપણાં વાણી, વર્તન ને વિનયમાં ફેર થાય છે કે કેમ, એ પણ આપણે સ્ટડી કરતાં રહેવું જોઈએ. થોડી થોડી વાણી ફરતી જાય છે કે નહીં ? દાદાનાં જેવું થવું જ પડશેને ? તો જ મોક્ષે જવાશે. મોક્ષમાં તો એક જ જાતની ક્વોલિટીને ? સોએ સો ટચ પૂરા ને ? એમાં કંઈ દશ ટચ ચાલે કંઈ ? એટલે આખો શુદ્ધિકરણનો માર્ગ છે આ.
મોક્ષે જવાની કંઈક ભાવના હોય, જે કંઈક પ્રાપ્ત કરવાની ભાવના
કામ કાઢી લો દાદાની હાજરીમાં...
પ્રશ્નકર્તા : પહેલાં મને પોતાની ભૂલો જેવું દેખાતું ન હતું. હવે ઢગલાબંધ દેખાય છે. ગોડાઉનોના ગોડાઉનો ભર્યા છે એવું લાગે છે.
દાદાશ્રી : એવું ! માલ ગોડાઉનો ભરેલાં છેને ! એનો વાંધો નહીં. દાદાની પાસે આવીએ છીએ ને જ્યાં સુધી માથે દાદા છે, ત્યાં સુધી કોઈ જાતનો વાંધો નહીં રાખવાનો. ફક્ત આપણા મનમાં એમ કે આ છૂટે તો સારું, છૂટે તો સારું, માલ બધો ખાલી થાય તો સારું એવી ભાવના કરો !
દાદા છે ત્યાં સુધી બધું થઈ શકે, પછી પુરુષાર્થ બહુ કરવો પડશે. એમની ગેરહાજરીમાં બહુ પુરુષાર્થ કરવો પડે. એ હોય ત્યાં સુધી આપણે એમની વિધિઓ કરીએ, સત્સંગ કરીએ તો આ બધો માલ ધૂળધાણી કરી નાખે. દાદાને જોવાથી જ કેટલાં દોષો ઊડી જાય ! ખાલી દર્શન કરે ને તેની સાથે જ કેટલાંય દોષો ઊડી જાય !