________________
૩૮૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : કોઈ કહેશે, ‘તમે ઊંધે રસ્તે ગયા’. પણ ઊંધો તો ઊંધો પણ નિશ્ચય તો જોઈએને ? આ તો ના ઊંધો પકડાય ને ના છતો પકડાય. ઊંધે ગયા હોય તો છતો દેખાડે કોઈ. ઊંધે જ ગયો ના હોય, તો છતો કોણ દેખાડે ?
રિયલ પુરુષાર્થ
૩૮૭ બિચારો ઉદયકર્મને આધીન છે. ભમરડો ફરે છે અને સહુ સહુના ઉદયકર્મો સામસામી વ્યવહાર પતાવી દે. આપણે જોયા કરવાનું કે આ બે પુદ્ગલો શું લટ્ટબાજી કરે છે. આને જે જુએ છે એ પુરુષાર્થ છે. એટલે તમે જ્ઞાતાદ્રષ્ટા રહ્યા એટલે છેલ્લે જે જ્ઞાન-અજ્ઞાન ભિન્ન ભેદાયા પછી જુદું રહે છે, એ પોતાનો સ્વભાવ. પછી સ્વભાવમાં આવી ગયો. સ્વભાવ એટલે જ આ સિદ્ધક્ષેત્રમાં જે સ્વભાવ છે, તેનો તે સ્વભાવ ઉત્પન્ન થાય છે. એમ કરતાં કરતાં નિવેડો આવશે. નિવેડો આવી રીતે જ આવે !
પુરુષાર્થ કરાવે કોણ ? આપણા પુરુષાર્થ અને પરાક્રમ ઊભા થયેલા છે. હવે આ પુરુષાર્થનો ગુણ આત્મામાં નથી, પણ જે પ્રજ્ઞા નામની શક્તિ છેને, તે એનો ધર્મ જ છે આ. એટલે તમે નક્કી કરો કે મારે આ પુરુષાર્થમાં રહેવું છે, તો અવશ્ય એવું રહે. તેમ છતાંય અહીં આગળ કંઈ પુરુષાર્થને આડે આવે ત્યારે ‘વ્યવસ્થિત’ નામ દેવું.
નિશ્ચય રૂપી પુરુષાર્થ ! પ્રશ્નકર્તા : દાદા, એવા એવા અંતરાય કર્મ હોય, જે આપણને જ્ઞાનમાં કે જાગૃતિમાં પાછળ પાડી દે ?
દાદાશ્રી : જે ગણો તે. અંતરાય કર્મ કે આપણા પુરુષાર્થની કચાશ. આ પુરુષાર્થ તો મેં તમને ખુલ્લો કરી આપ્યો છે. શુદ્ધાત્મા બનાવ્યા ત્યારથી પુરુષાર્થ ખુલ્લો છે. એટલે આપણા પુરુષાર્થની જ કચાશ. - પુરુષાર્થ એ આપણે નક્કી કરવો જોઈએ. નિશ્ચય કરીએ એટલે એ થઈ જ જાય એની મેળે. નિશ્ચય કરવો જોઈએ. તમે નિશ્ચય કર્યો નથી કે અભેદભાવે રહેવું છે. એ હજુ નિશ્ચય કાચો એટલે જરા કાચું થયા કરે છે. તે નિશ્ચય પાકો કરી નાખો તો સરસ થયા કરે.
એ તો પછી નિશ્ચય કર્યો એટલે ચાલવા માંડે. અહીંથી એરપોર્ટ જવું છે એ નિશ્ચય ના હોય, તો શું થાય ?
પ્રશ્નકર્તા : ના જવાય.
પ્રશ્નકર્તા : એટલે એમ કહેતો હતો કે પહેલો નિશ્ચય થઈ જાય કે મારે આજ્ઞા પાળવી છે.
દાદાશ્રી : તો બધું પાળી શકાય. નિશ્ચય બધું જ કામ કરે. ગમે તેવી ખરાબ વસ્તુમાંય નિશ્ચય કામ કરી નાખે. નિશ્ચય એટલે મારે રેલ્વે લાઈન નાખવી છે એટલે નાંખવા જ માંડે, બીજી કશી ભાંજગડમાં ના પડે. જ્યાં સુધી નિશ્ચય નથી થયો, ત્યાં સુધી એ છે તે ગુંચાયા કરે. પ્લાનિંગ ચિતરે ને પ્લાનિંગ ફેરવે અને એમાં કશું ભલીવાર ના આવે.
ખરી રીતે તો તમે પુરુષાર્થમાં જ હોવ છો. કારણ કે આત્મા પ્રાપ્ત થયા પછી પુરુષાર્થ અને પરાક્રમ ઊભાં થાય. પણ પરાક્રમ ના થતું હોય, તો પુરુષાર્થ કરે. પરાક્રમ એટલે જેમ આ કૂતરું છેને, તે આખો દહાડો ધૂળ ઊડી હોયને, તે એક જ ફેરો આમ આમ કરી ખંખેરી નાખે તો બધી ધૂળ ઊડી જાય, સાફ થઈ જાય. એનું નામ પરાક્રમ કહેવાય. એવું તેં જોયેલું નહીં, આ કૂતરું શું કરે છે ?
પ્રશ્નકર્તા: આખું એનું શરીર ચોખ્ખું કરી નાખે આમ.
દાદાશ્રી: એ કયા પ્રોફેસરે શીખવાડ્યું હશે ? પ્રોફેસરના શીખવાડ્યા વગર આવડી જાય ? પણ આમ કેવા ચોખ્ખા થઈ જાય ! કશું એક જરાય પણ ડાઘ નથી રહેતો એને ! તમે પુરુષ થયા એટલે પુરુષ શક્તિ પુરુષાર્થ સહિત હોય, સ્વ-પરાક્રમ સહિત હોય. ઓહોહો ! અમે સ્વ-પરાક્રમથી આખી દુનિયામાં ફરીએ છીએ, એક કલાકમાં ! મેં તમને પુરુષ બનાવ્યા પછી, તમે શુદ્ધાત્મા થયા પછી, તમારી શક્તિઓ બહુ જ વધવા માંડે છે. પણ જો આમાં લક્ષ રાખીને અને અમારા ટચમાં રહો તો બહુ હેલ્પ કરે.