________________
રિયલ પુરુષાર્થ
પ્રશ્નકર્તા : પણ દાદા, તમારે બધાં મહાત્માઓનું બધું બરાબર કરીને જવાનું. એમ કંઈ અમને રસ્તામાં રઝળતા મૂકીને જાવ તો ના ચાલેને ?
૩૯૧
દાદાશ્રી : તમારે બધાંએ નક્કી કરવાનું કે બધાં એક સ્ટેશન પર આવીને બેસે ત્યારે ‘જાવ દાદા' એમ કહેવું. આમ બધાં રઝળતાં હોય ત્યાં સુધી બધાંને બૂમો પાડીને કહી દેવું, આવી જાવ, અહીં આગળ ! બધાં ભેગાં આવી જાવ' એમ કહીએ.
અમે જોઈએ કે જ્યાં જ્યાં જેણે પુરુષાર્થ સાચા દિલથી માંડ્યો છે, તેના પર અમારી અવશ્ય કૃપા વરસે જ. તમે આગળ પગલાં માંડ્યા છે અને સાચા દિલથી પુરુષાર્થ માંડ્યો છે એટલે અમારી કૃપા ઊતરે જ. જરા નરમ પડી જાય તો ત્યાંથી ખસીને બીજી જગ્યાએ જઈએ. અમે ક્યાં બેસી રહીએ ? એ નરમ પડી જાય તો અમે ક્યાં બેસી રહીએ ?
પ્રશ્નકર્તા : નરમ પડે તો એને તમારે ઊંચો કરવો જોઈએને ?
દાદાશ્રી : એ કરી જોઈએ પણ પાછો નરમ પડી જાય એટલે અમે ખસી જઈએ. બીજાં ચાલતાં હોય તેનું જોવાનું ને ! નરમ પડાય જ કેમ ? પોતાની સ્થિતિ નરમ પડવી ના જોઈએ. સામી અડચણ આવી હોય તો તે જુદી વાત છે, પણ પોતાને તો સ્ટ્રોંગ જ રહેવું જોઈએ.
જ્ઞાની પાછળ ફર્યા કરીએ છીએ, તે કંઈ નિવેડો તો આવશેને ?
દાદાતો અંતિમ સંદેશો, મહાત્માઓને...
પ્રશ્નકર્તા : તમે પેલો દાખલો બહુ ફાઈન આપ્યો. આ પેલી બિલાડી હોયને એ બચ્ચાંને આમ મોઢામાં લઈને જાય અને વાંદરીને વાંદરીના બચ્ચાં ચોંટી પડે.
દાદાશ્રી : ચોંટી પડે, છોડે નહીં. કારણ કે વાંદરી પંદર ફૂટ કૂદે, બચ્ચું તરત જ આંખ મીંચીને ચોંટી રહ્યું હોય. એ બચ્ચું જાણે કે ‘તમારી જવાબદારી નહીં બા, મારી જ જવાબદારી', એવું વળગે. વાંદરી પડી જાય
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
તોય એને કશું થાય નહીં, એવું વળગે. એવું શીખી લેવાનું. પકડાશે ?
પ્રશ્નકર્તા : એવી જ રીતે પકડવાનું છે દાદાને.
દાદાશ્રી : પકડીશ ત્યારે ને હજુ ?
પ્રશ્નકર્તા : પકડેલા જ છે દાદાને.
૩૯૨
દાદાશ્રી : પકડ્યા છે ? તમે હઉ પકડ્યા છેને દાદાને ?! તમારે
મને વળગી પડવાનું, મારે તમને વળગવાનું નહીં. આ બિલાડીનાં બચ્ચાં
મોંઢામાં ઘાલીને લઈ જવા પડે. અને વાંદરીને ? બચ્ચાં ‘મા’ને છોડે નહીં પછી. એ આમ કૂદીને તો પેલું બચ્ચું પેલી બાજુ કૂદે નહીં, એવું પકડી રાખેલું હોય ! તમે બધા વાંદરીના બચ્ચાની પેઠે અમને વળગી રહેજો.
܀܀܀܀܀