________________
પહેલી શ્રદ્ધા કે પહેલું વર્તન ?
૩૭૭
૩૭૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
ગોપીઓની માફક થઈ ગયું છે. આ તો ગોપીઓની માફક ધણી ને એનું ઘર-બર બધું મૂકીને એકદમ દોડતી દોડતી બધી જાય, એવી બધાની દશા થઈ ગઈ છે.
દાદાશ્રી : પ્લાનિંગ કરે તો ય વાંધો નહીં. પણ તે હોય એટલો જ માલ નીકળવાનોને, બીજો નીકળવાનો નહીં ! પ્લાનિંગ કરો ને તો ય એની પાસે જે માલ છે એટલો જ નીકળવાનો. નવો અહંકાર ઊભો થાય નહીં ને !
દાદાશ્રી : આ આમ જ હોય. આ જે છે ને એ જ જાય છે. સહુ સહુની પ્રકૃતિ પ્રમાણે છે. કોઈ એકલો જ ભાત ખાતો હોય એ કહેશે કે હવે ભાત જ ખવડાવો બધાને, તો શું રહે ? ભાત આપણી પાસે આવે ભાગ્યે ! એ બધું હિસાબ છે તે પ્રમાણે ! અને આપણે કોઈને તેડી લાવીએ ને, તેને ય કહી દેવું કે આ લોકોને એવી કંઈ કશી પડેલી નથી, એટલે છેવટે આવું હોય, તેવું હોય, તેને એ જોશો નહીં. જોવા જેવી છે વીતરાગતા એમની પાસે. હા, અહીં તો આવું જ હોય.
પ્રશ્નકર્તા : પણ ડિસિપ્લીન રાખવાથી નુકસાન શું છે ? શા માટે ના રાખવી જોઈએ ?
દાદાશ્રી : એને માટે કર્તા આત્મા મૂકવો પડે.
પ્રશ્નકર્તા: કર્તા મૂકવો પડે ત્યાં આગળ અને એ તો શક્ય જ નથી, આ જ્ઞાનમાં એ શક્ય જ નથી.
દાદાશ્રી : અને પેલું તો જે છે એ નીકળે છે.
પ્રશ્નકર્તા : આ શંકાનું સમાધાન થઈ ગયું. દાદા. પણ આ પેલા સંસ્કારો છે તે એને ગોદ-ગોદ કર્યા કરે છે.
દાદાશ્રી : આ છે એ બરોબર છે. અમે ય હિસાબ કાઢી નાખેલો ને, પહેલાં અમને મનમાં એમ લાગેલું કે આવું અવળું કેમ થાય ? પછી કાઢી નાખેલું આ. આ તો નિવેડો લાવવાનો છે. અહીં તો વીતરાગતા જોવાની છે, પ્રેમ જોવાનો છે. આ લોકોની પ્રકૃતિ કેવી છે, એ કહી દેવી પહેલેથી. ત્યાં તો વીતરાગતા જોવી હોય તો આવો, કહીએ.
પ્રશ્નકર્તા: દાદા, એનો અર્થ આપણે આ પ્રસંગ થાય, એને પહેલાં આપણે પ્લાનિંગ કે સિસ્ટમેટિક ગોઠવવાનું ન કરવું જોઈએ ?
પ્રશ્નકર્તા : પણ દાદા, એવું થાય છે કે આ વ્યવસ્થાનું મને કામ સોંપ્યું કે તમારે અહીં આગળ ઊભા રહેવું, અને જે કોઈ મહાત્મા કે બહારના જે માણસો આવે, તેને તમારે અહીં આ પ્રમાણે ગાઈડ કરવા. પણ હું દાદાને જોઉં છું ને એટલે વ્યવસ્થાને ત્યાં વ્યવસ્થિતને સોંપી દઈને, હું તો ટોળામાં ભળી જઉં છું દાદાની સાથે.
દાદાશ્રી : એ તો વાજાંવાળાને જ્ઞાન આપી દો ને તો વાજાંવાળા હઉ આવતા રહે. હું કહું આપણે તો આ વટેમાર્ગ જુદી જાતના છે અને પેલા જુદી જાતના છે.
પ્રશ્નકર્તા : દાદા, એ વાત આપની તો હૃદયમાં બેસી ગઈ છે.
દાદાશ્રી : એટલે લોકો મને કહે કે તમારા ભક્તો એડવાન્સ થયેલા નથી. ત્યારે મેં કહ્યું, એડવાન્સ હજુ થવાના છે. આપણે તો મોક્ષ સાથે કામ છે ને, આપણે બીજું કશું કામ જ નહીં ને !
પ્રશ્નકર્તા : લોકકલ્યાણ કરવા માટે જ્યારે આપણે નીકળીએ છીએ ને એ આપણી જે ભાવના છે તો પછીથી આની અંદર એ હિસાબે જે બધા આવે છે એ જો આવી વ્યવસ્થાનો આવો ભાગ જોઈ જાય તો લોક કલ્યાણની પ્રવૃત્તિને પછી વેગ મળે કે પછી ત્યાં આગળ અમારે બીજો કંઈક વિચાર કરવો પડે ?
દાદાશ્રી : આપણી ભાવના જોઈએ, લોકકલ્યાણની ક્રિયા નહીં. આ બીજી ક્રિયા તો મહીં જે માલ ભરેલો છે તે જ નીકળશે. માલ ભરેલો તે નીકળે કે બીજો ?
પ્રશ્નકર્તા : એ જ નીકળેને, દાદા. પણ એક પ્રશ્ન એ થાય છે કે જ્યારે આવું સંમેલન ભેગું થાય, જ્યારે બધી પ્રકૃતિઓને આપણે ભેગી