________________
પહેલી શ્રદ્ધા કે પહેલું વર્તન ?
કરીએ છીએ, આ બધું થાય છે તો વ્યવસ્થા જેવી વસ્તુનો આપણે વિચાર ન કરવો જોઈએ કે પછી એ વ્યવસ્થિત જ ગણવું ?
૩૭૯
દાદાશ્રી : છે જ વ્યવસ્થિત. જેટલી લાઈનો ચીતરશો એ બધી ભૂંસી નાખવી પડશે પાછી. આપણે ચીતરી ને આપણે ભૂંસવાનું થશે. પણ ભૂંસવું સારું એક ફેરો. એ ફરી ભૂલ ના થાય ને એવી.
પ્રશ્નકર્તા : બાકી એક વસ્તુ નિર્વિવાદ છે કે આપના પ્રસંગની અંદર જે બધા આવીને બેસે છે અને પછી એ જે આપને સાંભળે છે ને તે વખતે જે બધાનો ઉલ્લાસ હોય છે ને ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' બોલે છે એ જોઈને ભલભલા માણસો આવીને બધા તિ થઈ જાય છે.
દાદાશ્રી : એ તો આવું બધું જોવાનું.
પ્રશ્નકર્તા : કે આવું ટોળું કે આ પ્રકારનું તો...
દાદાશ્રી : એને આવું જોવામાં જ ના આવ્યું હોય ને ! પ્રશ્નકર્તા : એ બાબતમાં કશું કોઈને કહી શકાય એવું નથી. દાદાશ્રી : આવી દુનિયા જ જોવામાં ના આવી હોય.
પ્રશ્નકર્તા : પણ દાદા, એ બધું અમે જ્યાં સુધી લાવીએ બધાને કે હવે આ બધું જુઓ તો પહેલાં જે પેલું વાંચેલું છે ને, ત્યાં મુશ્કેલી પડી જાય છે.
દાદાશ્રી : એ તો એમને કહી દેવું જોઈએ કે આ માલ આવો છે. અહીં વીતરાગતા જોવા જેવી છે અને ખાસ અડચણ આવે તો મને કહેજો
કહીએ, બસ. નહીં તો અડચણોનું સંગ્રહસ્થાન છે આ. આ ટોળું જુદી જાતનું છે. અને તે ટોળું સરસ કામ કરે છે ને ! જુઓને, ત્યાં જમતું હતું તે કોઈ દહાડો કકળાટ-બકળાટ છે કશું કોઈ જાતનું ? કકળાટ-બકળાટ હોય નહીં !
३८०
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : તો આવાં જે અમને ઉછાળા આવે છે આ સંસ્કારને
લીધે તો એનું શું કરવું ?
દાદાશ્રી : આ બધો ભરેલો માલ છે. બીજાને ભરેલું ના હોય. કશું કરવાનું રહ્યું નહીં, મહીં જે છે એ થશે. નવું આવવાનું નથી.
પ્રશ્નકર્તા : એ દાદા ખરું, પણ આ બધું પી.એચ.ડી.ની વાત થઈ. પણ આપણે તો આ બધા પાછાં પાઠશાળાવાળાઓને બધાને ભેગા કરીએ છીએને આ પ્રસંગે. દાદાનું વિજ્ઞાન બધા સમજે, દાદાનું વિજ્ઞાન બધા સાહિત્યકારો સમજાવે, હવે પી.એચ.ડી.નું એમની પાસેથી વર્તન કેવી રીતે એસ્પેક્ટ થઈ શકે ?
દાદાશ્રી : એમને કહી દેવું કે ભઈ, અહીં વીતરાગતા જોવા જેવી છે. જે બહાર જગતમાં જોશો, એના કરતાં જુદી જ જાતનું જોવામાં આવશે. અહીં પ્રેમ જોવાની જરૂર છે. તમે ખોળશો, એનો ઉકેલ ના હોય.
પ્રશ્નકર્તા : પણ આ બહારના માણસો જે છે, તે હવે આવું પૂછે છે તે વખતે કેટલુંક મનમાં એમ થઈ જાય છે કે આ લોકો આવું જ અહીં જોઈ ગયા. બીજું કંઈ જોવાનું ના મળ્યું એમને ?
દાદાશ્રી : એ તો પણ એની દ્રષ્ટિ એવી છે, ત્યાં સુધી શું થાય તે ? એમાં એનો શો દોષ બિચારાનો ? દ્રષ્ટિ જ વાંકી છે, તો વાંકું જ જુએને ! એ તો આપણને આનંદ થાય કે એની પાસે જે છે એ જુએ છે.
તેથી નો લૉ - લૉ કહ્યું છે ને ! કોઈ જાતનો લૉ વગરનો લૉ છે આ. તમને પોતાને જ્ઞાન ફાવે છે કે નહીં ફાવતું ?
પ્રશ્નકર્તા : દાદા, એનો તો વિકલ્પ જ નથી આવતો.
દાદાશ્રી : હા, તો પછી આપણે એટલું જ જોઈ લેવાનું. બીજાને જોવાની દ્રષ્ટિ જ ક્યાં છે ? એની દ્રષ્ટિ વાંકી હોય તો મારી જોડે ય નથી ફાવતું ને ! અહીં તમે તેડી લાવો ને, એની દ્રષ્ટિ વાંકી હોય તો મારી જોડે ના ફાવે. એ તો જાણો છો ને તમે, એ તો મારી જોડે ફાવે એ સાચું !