________________
પહેલી શ્રદ્ધા કે પહેલું વર્તન ?
૩૭૫
ત જોશો ડિસિપ્લીન, પણ જો જો વીતરાગતા !
પ્રશ્નકર્તા : એક વાત જરા, હૃદય ખોલવાનું મન થાય છે કે આપની ઉજવણીના પ્રસંગો બધા ઊજવાય, જન્મદિવસ ઊજવાય છે, આ બધા પ્રસંગો ઊજવાય છે, એ ઉજવણી કરનારાના બહુ અતિશય ભાવો હોય છે. આવનારના પણ અતિશય ભાવો હોય છે. પણ છેક છેલ્લા ટાઈમે એવું થઈ જાય છે કે કોઈ વ્યવસ્થા સચવાતી જ નથી બિલકુલ, ગેરવ્યવસ્થા એવી થઈ જાય છે કે અમે કોઈ માણસને બહારથી જે બોલાવીએ છીએ
કે ‘આવો, આ પ્રસંગે આવો, તો આ ગેરવ્યવસ્થા જોઈને એ કંઈક જુદા
વિચારો લઈને જતાં રહે છે.
દાદાશ્રી : ખરી વાત છે.
પ્રશ્નકર્તા : એટલે હવે એને માટે દાદા, શું કરવું ?
દાદાશ્રી : એવું થઈ જાય, એનું કારણ શું કે આમાં જશ ને અપજશની પડેલી નથી. આ તો સમભાવે નિકાલ કરે છે. એટલે બહાર ખરાબ દેખાશે કે નહીં એ પડી નથી.
પ્રશ્નકર્તા : દાદા, આ તો બહુ ઊંડી વાત છે !
દાદાશ્રી : એ હું જાણુંને, કે આ શાથી નથી થતું. તો હવે આમાં શી રીતે પહોંચી વળવું ! એ સ્વભાવ તો છૂટવાનો જ નથી ને, એને છોડીને આપણે શું કામ છે ? જે બન્યું તે કરેક્ટ, એના બીજા ફાયદા ય હશે ને ! નિકાલ કરીને હેંડે એટલે પછી આ બાજુ જોવાનું નહીં. અને પેલામાં તો ઠેઠ સુધી એવું હોય કે મારું નામ વગોવાય, મારું એ થાય, ખરાબ દેખાઈશ. સમજાયુંને આ, મૂળમાં આ ખોડ છે.
પ્રશ્નકર્તા : આનાથી તો દાદા, ઘણો ઘણો અમને ઉઘાડ થયો આ વાતથી તો.
દાદાશ્રી : ના. એટલે હું સમજી ગયેલો કે આ ખોટું શું છે તે ! તેને ધકેલવા કરેલું, પણ આ ખોડ શું છે તે અમે સમજી ગયેલા. પણ એ ખોડ તૂટે એવી ન્હોતી.
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : એ ખોડ તૂટે એવી નથી. પણ એના પ્રમાણમાં લાભ તો અતિશય છે, એ વાત બરાબર છે.
૩૭૬
દાદાશ્રી : હા, આપણે કામ સાથે કામ છે ને ! આપણે કંઈ કીર્તિ ને આબરૂ વધારવી છે ?
પ્રશ્નકર્તા : પણ દાદા, અમારા પેલા સંસ્કારો લઈને આવેલાને, તે એ સંસ્કારો કેટલીક વખત એવા ઊંચા થાય કે બહારના માણસોને લાવેલા છે તે એ લોકો પણ પ્રભાવિત થાય.
દાદાશ્રી : એ પ્રભાવિત થવાથી કંઈ એ સુધરી જાય છે એવું કશું હોતું નથી. એ તો ખાલી ટચ થાયને આ મહાત્માઓનો તોય બહુ થઈ ગયું. પ્રભાવિત એટલે આમના કાર્યથી પ્રભાવિત થાય, એનો અર્થ જ નહીં ને ! પાસે આવ્યો ને, એ પ્રભાવિત જ થઈ જાય.
પ્રશ્નકર્તા : હવે એ જ્યાંથી આવે છે ત્યાં આગળ બીજું કશું નથી હોતું પણ વ્યવસ્થા અને ડિસિપ્લીન એ લોકોની ટોપ હોય છે.
દાદાશ્રી : બીજું બધે ય હોય. અહીં એકલું ડિસિપ્લીન ના હોય. પ્રશ્નકર્તા : આ તો બહુ હૃદયની વાત કરી છે. પણ બીજે કોઈ
પ્રસંગમાં ગયા હોય તો ત્યાં જોઈએ છીએ ત્યારે એ લોકોની જે ડિસિપ્લીન હોય છે....
દાદાશ્રી : એ બધી બનાવટ છે ને અહીં બનાવટ ના હોય ને !
પ્રશ્નકર્તા : પણ દાદા, અહીંયા એવું બને છે કે કોઈ વ્યક્તિને કોઈ કામ સોંપેલું હોય અને દાદાને જોયા એટલે કામ બાજુ ઉપર મૂકી અને ત્યાં જતા રહે છે, હવે એનું શું કરવું ? તો એવું મારામાં ના થવું જોઈએ ને કે આ દાદાનું કામ હું કરી રહ્યો છું તે દાદા જ છે અહીં આગળ અને મારે ન જવું જોઈએ ત્યાં આગળ.
દાદાશ્રી : એવું દરેકની પ્રકૃતિ ના હોય ને ? પ્રશ્નકર્તા : દાદા, પણ આ તો સર્વાંશ એવું થયું છે, પેલી