________________
૩૭૨
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : સોના ઉપરથી શ્રદ્ધા ઊઠી ગઈ. હજુ વર્તનમાં રહ્યું છે, એનું શું કારણ છે ? જેટલો માલ ભરેલો છે એટલો વખત વર્તન રહેશે, પછી તો આ પહેરવાનું ય મન નહીં થાય. એવી રીતે શ્રદ્ધા બધી ઊઠતી જાય. સોનામાં જે સુખ માન્યું હતું, લક્ષ્મીમાં સુખ માન્યું હતું, બધું સુખ માન્યું હતું, તે સુખની શ્રદ્ધા ઊઠતી જાય અને પેલી શ્રદ્ધા બેસતી જાય. હવે સોના ઉપર બહુ ભાવ થતો નથી ને !
પ્રશ્નકર્તા : ના.
પહેલી શ્રદ્ધા કે પહેલું વર્તન ?
૩૭૧ પ્રશ્નકર્તા જે સમજણ આવી અને વર્તનમાં આવે, એ બે વચ્ચેનો જે ટાઈમ ખરો, એની અંદર જે કંઈ પણ ક્રિયા થાય, એ ચાર્જ કે ડિસ્ચાર્જ છે ?
દાદાશ્રી : ના, ચાર્જ નહીં. એ ડિસ્ચાર્જ ના થાય ત્યાં સુધી ટાઈમ જાય બધો. કારણ કે પાતળું હોય તો ઊડી જાય, એક અવતારમાં. બહુ જાડું હોય તો વાર લાગે. પણ અનુભવમાં આવી જવું જોઈએ.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી એ ગાંઠ ઓગળે ખરી ?
દાદાશ્રી : પ્રતિક્રમણથી ગાંઠ પાતળી પડી જાય. પણ અનુભવમાં આવવું જોઈએ.
એક અણુ જેટલું પણ સુખ ના લાગવું જોઈએ સંસારમાં, ત્યારે અનુભવમાં આવી ગયું કહેવાય. વર્તનમાં, અત્યારે રાત્રે સૂઈ ગયો હોય અને ઊંઘ સારી આવી ગઈ હોય તો કહે, ‘હાશ, સારી ઊંઘ આવી.' તો પણ આ શેમાં સુખ લાગે ? ત્યારે કહેશે, આ ઊંઘમાંથી. એ આત્માનું સુખ નહીં. તો હવે એ બધું સંસારનું સુખ તો પ્રતીતિથી ઊડી ગયું બધું. આ જ્ઞાન મળ્યા પછી, આત્મા મળ્યા પછી બધું ઊડવા જ માંડે, એ ધંધો શો ? ઊડવા જ માંડ્યું. નહીં તો લાખ અવતારે ઊડે નહીં. એક ફેરો ઊડાડ્યું હોય તો ફરી ચોંટે પાછું.
ખરતો જાય મોહ !
દાદાશ્રી : પછી શોપીંગનું ?
પ્રશ્નકર્તા શોપીંગ તો બંધ. જે જરૂરી હોય એ વસ્તુઓ લેવી પડે. પણ જે પહેલાં હતું કે હું આ લઉં, તે લઉં, એ ઊડી ગયું.
દાદાશ્રી : બધું ઊડી જશે ધીમે ધીમે અને મનમાં શાંતિ રહેશે. પેલું તો શોપીંગ કરતાં ય અપાર દુ:ખ, ડૉલર ખર્ચતાં ય મહીં આકુળ-વ્યાકુળ અને આ ખર્ચો નહીં ને શાંતિ !
પ્રશ્નકર્તા : આપણો વ્યવહાર કુટુંબ જોડે સારી રીતે થવો જોઈએ, એટલી તો ભાવના ખરી જાણે.
દાદાશ્રી : સારી રીતે થવો જોઈએ, એ એક હકીકત છે આપણી. પછી બને એ પણ સાચું છે છેવટે. આપણી હકીકતમાં એવું હોવું જોઈએ કે આપણે ઇન્ડિયામાં જવું છે. પણ પછી પ્લેન તુટી પડે, તે પણ સાચી વાત છે. એને કંઈ ના કહેવાય નહીંને ! એટલે આ તો બીજું કંઈ નહીં. આપણે પોઝિટિવ હિસાબ રાખવો, નેગેટિવ બને તેને લેટ ગો કરવો. કારણ કે આ બધું મરતુંજીવતું નથી, આત્મા કશું મરતો ય નથી ને જીવતો ય નથી.
જ્ઞાન ફિફ્ટ થયું પ્રતીતિમાં ! આ આપણા મહાત્માઓને જ્ઞાન છે, બધું ય છે, પણ પ્રતીતિમાં છે ને પ્રતીતિને અમે સર્વસ્વ કહીએ છીએ. ભલે તારા વર્તનમાં નહીં હોય, તેની મારે જરૂર નથી. તારી પ્રતીતિમાં છે, તો બધું સર્વસ્વ થઈ જાય. કારણ કે પ્રતીતિવાળો સર્વસ્વ થશે અને સર્વસ્વવાળો સર્વસ્વ હોય યા ના પણ હોય.
એટલે તે સમજણમાં આવ્યું. સમજણનો અર્થ પ્રતીતિ બેઠી કે સોનામાં સુખ નથી, પણ પછી વર્તનમાં સુખ તો લાગે છે હજુ. સોનામાં સુખ નથી એ સમજણ બેસી ગઈ આપણને, આત્મા જુદો પડ્યો એટલે, પણ પછી જ્ઞાનમાં આવ્યું નથી. જ્ઞાન એટલે અનુભવમાં નથી આવ્યું. એ જ્યારે સોનું પહેરેલું હોય, તે કો'ક મારીને લઈ જાય, ત્યારે થાય છે, બળ્યું, આ સોના પર મોહ જ ખોટો છે. એ માર ખવડાવ્યો એ પછી જ્ઞાનમાં આવ્યું. અનુભવમાં આવ્યું એટલે પછી વર્તનમાં આવે. એ સોનું ના પહેરે પછી. હવે સોના ઉપરથી શ્રદ્ધા ઊઠી ગઈ ?
પ્રશ્નકર્તા : હા, ઘણી ઊડી ગઈ.