________________
પહેલી શ્રદ્ધા કે પહેલું વર્તન ?
૩૬૯
પ્રશ્નકર્તા : એટલે શ્રદ્ધા અનુભવ સુધી પહોંચે ?
દાદાશ્રી : શ્રદ્ધામાં આવ્યું, હવે એ શ્રદ્ધામાં આવેલી વસ્તુ ધીમે ધીમે અનુભવમાં આવતી જાય. અનુભવ સંપૂર્ણ થાય ત્યારે વર્તનમાં જાય. એ વર્તનમાં ના પણ હોય. પણ તેથી કરીને આપણે એનું વર્તન જોવાનું નથી. શું શ્રદ્ધા છે એ જોવાની. કારણ કે ત્રણ એટ એ ટાઈમ થતું નથી.
પ્રશ્નકર્તા : એક-એક, સ્ટેપ બાય સ્ટેપ છે.
દાદાશ્રી : હા. તેથી આ જોખમદારી અમે લઈએ છીએ ને ! એ અમે જાણીએ છીએ કે અમે આ શ્રદ્ધા ફેરવીશું પછી વાંધો નહીં. બીજું છો ને લોકો બૂમો પાડે. એટલે અમે એ શ્રદ્ધા ફેરવી આપીએ. ચક્કર કાઢીને છેટા રહી જઈએ છીએ અને લોકો વર્તન ફેરવવા જાય છે. એ એનો રસ્તો જ નથી. વર્તન ક્યારે ફરે ? બિલિફ ફરે કેટલાં અવતાર થાય, ત્યાર પછી વળી શાન ફરે ત્યારે વર્તન ફરે.
હવે બધાના અપલક્ષણ દેખાય છે માટે કંઈ મારે વઢવું એમને ? ના. એમને વિધિ કરી આપવાની. વર્તન જોઈએ નહીં, મહીં એની શ્રદ્ધામાં શું છે, એ હું જાણું છું. બોલો, હવે વર્તન ઉપર વઢવાડ કરાય ?
પ્રશ્નકર્તા ઃ ન કરાય.
દાદાશ્રી : શ્રદ્ધા એની ફરી છે કે નહીં, એટલું જ જોવાનું. આવું આ વિજ્ઞાન કોઈ નહીં બોલે બહાર. બહાર વર્તન ખોળશે, છોકરો ખોળશે. અલ્યા મૂઆ, પણ માબાપ વગર છોકરો શી રીતે થયો ? ત્યારે કહે, ના. છોકરો હશે તો માબાપ આવશે. એવું બને ?
પ્રશ્નકર્તા ઃ બને નહીં, પણ માને છે ને !
દાદાશ્રી : એવી ગાંડી વાત કરે છે લોકો. તારું વર્તન નથી ફરેલું પણ મહીં શ્રદ્ધામાં ફરેલું છે કે નથી ફરેલું ?
પ્રશ્નકર્તા : ફર્યું છે.
દાદાશ્રી : ત્યારે જ્ઞાનમાં થોડુંઘણું કર્યું છે કે નથી ફર્યું ? કે આમ
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
તો અનુભવમાં આવ્યું છે કે આ ખોટું જ છે, છતાંય પાછું એ કાર્ય થાય છે કે નથી થતું ?
પ્રશ્નકર્તા : ધ.
૩૭૦
છેલ્લે થઈ જવાશે જ્ઞાતી !
દાદાશ્રી : તમે જાણનાર છો ખાલી. નકામા હાય હાય કરવી અને હાય હાય થતી હોય તો ય ચંદુભાઈને થાય, તમને શું ? અને જેમ જેમ આ જ્ઞાન પરિણામ પામશે ને તેમ તેમ એ ય બધું ઊડી જશે. ચંદુભાઈ પોતે ય જ્ઞાની થઈ જશે. પરિણામ પામવું જોઈએ. ત્યારે લોક કહે છે, મહીં અમલમાં નથી આવતું. અલ્યા, અમલમાં લાવવાનું જ નથી. આ જ્ઞાન અમલવાળું નથી. કારણ કે આને પ્રતીતિ જ કરાવવાની જરૂર છે તમારે.
પ્રશ્નકર્તા : પછી પ્રતીતિ કામ કરે.
દાદાશ્રી : આ તકલાદી છે તેની પ્રતીતિ બેઠી. એ પ્રતીતિનું ફળ શું આવે ? રોજ રોજ અનુભવ થતો જાય કે આ તકલાદી છે, તકલાદી જ છે. અને પછી એને વર્તનમાં આવે કે આ તકલાદી, અડે નહીં પછી.
આપણે આત્મપક્ષના છીએ. સંસારપક્ષ છૂટતો નથી. શ્રદ્ધા બેસી ગઈ છે કે આ ખોટું છે. પછી વર્તનમાં આવવું એનો ટાઈમ લે. એટલે ત્યાં સુધી બુદ્ધિ કામ કર્યા કરે, એ પોતાને ખબર પડે કે આ ડખો કરે છે. કારણ કે શ્રદ્ધા બેસી ગયેલી છે. એટલે પોતે જાણે છે કે આ ખોટું છે, છૂટવું છે. છતાંય પણ આ છૂટકો જ ના થાયને ?
પ્રશ્નકર્તા ઃ તો એ વર્તનમાં ક્યારે આવે પાછું ?
દાદાશ્રી : પહેલું શ્રદ્ધામાં આવી જાય, એ સમજણમાં આવી જાય, શ્રદ્ધા ઉત્પન્ન થઈ. દાદાએ કહ્યું એ સમજણ મને ફીટ થઈ ગઈ. આત્મા, આત્મા થઈ ગયો ને બીજું, બીજું થઈ ગયું. જુદું પડી ગયું. તે સમજણમાં આવી જાય. પછી છે તે ધીમે ધીમે છે તે જ્ઞાનમાં આવે, એટલે અનુભવમાં આવે અને અનુભવમાં આવ્યા પછી વર્તનમાં આવે.