________________
આચાર સુધારવા !
૩૬૭
કુશંકા એ બધું જે વહેમ હતા એ ઊડી જાય બધા. આમ થઈ જશે કે તેમ થઈ જશે, એ કશું થવાનું નથી મૂઆ. તને કશું થવાનું નથી, હું છું ને તું છું, કહીએ !
આમાં આ મારે જોઈતું નથી અગર તો આ ખોટું છે, એટલો જ તમારે અભિપ્રાય રહેવો જોઈએ. આયે સારું છે ને પેલુંય સારું છે, એ બે
અભિપ્રાય થયા તો બગડ્યું. દૂધ ને દહીં બે સાથે ન રહી શકે. એટલે ક્રિયાનો અમારે વાંધો નથી. અમારે તો તમારી પ્રતીતિ ના બદલવી જોઈએ.
પ્રશ્નકર્તા : પ્રતીતિ ના બદલાય તો જે વસ્તુ રહે તે ડિસ્ચાર્જ ફોર્મમાં રહે છે, બરાબર ?
દાદાશ્રી : પ્રતીતિ ના બદલાય એટલે બસ થઈ ગયું. એટલે તમારી જવાબદારી નહીં. પછી જવાબદારી મારી. આયે સારું, તેય સારું, બેય સારું કરે તો જવાબદારી તમારી. આ ના હોવું જોઈએ, છતાં પણ થયા કરે તો એને જવાબદારી નહીં. પણ જ્યાં સુધી ફાઈલ છે ત્યાં સુધી થયા કરશે. એક દહાડો એનો હિસાબ પૂરો થઈ જશે કે છૂટું. એય છૂટું ને આય છૂટું !
[૬.૩] પહેલી શ્રદ્ધા કે પહેલું વર્તન ?
ત કઢાય ભૂલ વર્તતતી ! પ્રશ્નકર્તા ઃ જ્ઞાન લીધાં પછી હજુ એમ રહ્યા કરે કે આપણે આટલું બધું વર્તનમાં તો આવતું નથી, ક્રોધ થઈ જાય છે. જેવી રીતે આપણે આદર્શ રીતે રહેવું જોઈએ એ રીતે રહેવાતું નથી, તો આ હજુ ચારિત્રમોહ જતો નથી ?
દાદાશ્રી : વર્તનની ભૂલ ના કાઢે તો ચારિત્રમોહ જશે અને વર્તનની ભૂલ કાઢશે તો ચારિત્રમોહ નહીં જાય. વર્તનની ભૂલ કાઢવાની નહીં બિલકુલેય. શું વર્તન થાય છે એ જોયા કરવાનું. વર્તનની ભૂલ કાઢવી એટલે પોતે હતો તેનો તે જ દેહાધ્યાસ ઉત્પન્ન થયો કહેવાય. પોતે પાછો એ સ્વરૂપ થઈ ગયો ! મૂઆ, અજ્ઞાની હતો ત્યારે વર્તનની ભૂલ કાઢતો હતો. હવે જ્ઞાન થયા પછી વર્તનની ભૂલ કાઢે છે ? જેવું વર્તન હોય, એ વર્તનની ભૂલ નહીં કાઢવાની બિલકુલેય. હવે એને જોયા જ કરવાનું. આ જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવમાં આવ્યા તમે. પહેલાં કર્તા સ્વભાવમાં હતા. એ જૂની આદત જતી નથી હજુ.
શ્રદ્ધા - અનુભવ - વર્તત એક માણસ આ જાણતો હોય કે અબ્રહ્મચર્ય કરવું એ ખોટું છે. બ્રહ્મચર્ય પાળવામાં જ નિરંતર શ્રદ્ધા છે. પછી અનુભવમાં પણ એવું આવ્યું અને વર્તનમાં ના પણ હોય.