________________
આચાર સુધારવા !
૩૬૫
પ્રશ્નકર્તા : પણ દાદા, આપનું જ્ઞાન આ થયું, બધું થયું, હવે હું એમ કહું કે હવે મને વકીલાત કરવાનો કોઈ વાંધો નથી, તો પછી ?
દાદાશ્રી : ના, એ એવું ન બોલાય. તમે વકીલાત કરો, જેટલો વખત કરવી હોય એટલો વખત, પણ ‘આ વાંધો નથી' એમ બોલ્યા એ પેલા કાયદાને તોડે છે. જોખમ ના ઊભું કરો. એ તો જોખમ ઊભું કરવું એ બે પાટા વચ્ચે ફીશ પ્લેટ કાઢી નાખવી, એ સરખી છે. એ ગાડી ડીરેલ થઈ જશે. એવું બોલાય નહીં. બોલવાનું શા માટે ? અમે તો એટલા માટે કહ્યું છે ને ‘બેફામપણે બોલશો નહીં, કે મને કંઈ જ નડવાનું નથી.' હવે એવું બોલશો નહીં. કારણ કે લોકો કો'કને આ દેખાડવા માટે પાવરમાં બોલે છે કે ‘હવે અમને દાદા માથે છે, અમને કંઈ ના થાય'. તો એ પાવર નડશે, ના બોલાય એવું.
પ્રશ્નકર્તા : આપે તો એટલો બધો સરળ-સુગમ માર્ગ બતાવી દીધેલો છે, પણ પછી જો સતત જાગૃતિ નહીં રાખીએ અને પાંચ આજ્ઞાઓ જો નહીં પળાય તો દાદાએ જે જ્ઞાન આપ્યું છે તે શસ્ત્રરૂપે પરિણમશે.
દાદાશ્રી : તો રખડી જાય. છતાં ડહોળાઈ ગયેલું ઘી દિવેલમાંથી નહીં જાય, ઘણાં અવતાર ઓછાં થઈ જશે. પણ આ જે તમે ધારો છો એ સ્થાને જલ્દી નહીં પહોંચો, પાંચ આજ્ઞાઓ બંધ થઈ ગઈ તો. આ કાળ જ આખો કુસંગનો કાળ છે. ઘરમાં કુસંગ, ઓફિસમાં કુસંગ, વ્યાપારમાં કુસંગ, જ્યાં જુઓ ત્યાં કુસંગ, કુસંગ, કુસંગ. આ આજના જે સત્સંગો બહાર ચાલે છે તે ય નર્યો કુસંગ જ છે. જો તમે અહીંયાથી બીજે જાવ ને તો એ તમારા માટે કુસંગ છે. હવે એવાં કાળમાં જો આ પાંચ આજ્ઞા ના હોય તો એ કોઈ કુસંગ એને ખઈ જાય. એટલે પાંચ આજ્ઞા પાળે એટલે કુસંગ અડે નહીં એને. નહીં તો અહીં પડી રહો, પાંચ આજ્ઞા ના પાળવી હોય તો મારી જોડે પડી રહો, તો ય કુસંગ નહીં અડે.
છતાં આ જ્ઞાન લે છે ત્યારથી પોઝિટિવ ભાવ તો થઈ જ જાય મહીં એને.
પ્રશ્નકર્તા : થઈ જ જાય બરોબર છે, દાદા. આપે કીધું કે પોઝિટિવ થયા એટલે સંજોગો મળી આવે.
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : માણસમાં નેગેટિવ હોય છે તે ગૂંચવાડામાં નાખે છે. માટે પોઝિટિવ જ રહો. આ જગતમાં જ્યાં સુધી માણસ ભયથી ધ્રૂજે છે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ધર્મ પામી શકે નહીં. અમે તમારો કોઈ બાપોય ઉપરી નથી’ કહીને તમારો ભય-ફફડાટ ચોગરદમનો કાઢી નાખીએ છીએ ને બીજું કંઈ ભય લાગતો હોય તો એ તમારો કાઢી નાખીએ, તેનો અર્થ નેગેટિવમાં લઈ જાવ તો ખરાબ થાય, એવી છૂટ આપવા નથી માંગતા !
૩૬૬
પ્રશ્નકર્તા : દાદા, અમને અમારા વિકાસની અંદર કયા કયા ભયસ્થાનો છે તે પણ આપની પાસેથી પૂછી લઈએ. કારણ કે પછી આપનું કોઈ વાક્ય એવું અમે નોંધારું ઊપાડી લઈએ, એના કરતાં અહીંયાં પૂછી લઈએ તો શું વાંધો છે ?
દાદાશ્રી : નોંધારું વાક્ય ઊપાડવાથી બહુ મુશ્કેલી પડી જાય. મને પૂછોને તો વાંધો ના આવે અને હવે મને કશું અડવાનું નથી' એવું બોલવામાં એ એકલું જોખમ છે. અમે કહ્યું છે ને કે ‘વિષયો વિષ નથી, વિષયોમાં નિડરતા એ વિષ છે’. એટલે મને કહે છે કે મને હવે કંઈ થાય નહીં, દાદાનો થઈ ગયો છું એટલે.' નિડરતા થઈ એ જ વિષ છે. બેફામ થઈ ગયો કે થઈ રહ્યું, ખલાસ. એ સ્થાન જ ન્હોય એ તો. નથી તમે આત્મામાં, નથી તમે ફાઈલમાં, આવું બેફામપણું ! ‘મને કોઈ અડે નહીં’ એ ક્યાંથી આવ્યું આ ?!
પ્રશ્નકર્તા : બરોબર છે, પેલા આત્મામાંય નથી અને ફાઈલમાંય નથી. દાદાશ્રી : આમાં બેઉ જગ્યાએ નથી અને આ નવો ક્યાંથી આવ્યો ? એટલે એ જોખમવાળું છે એટલે અમે કહીએ છીએ ને કે ‘ભઈ, અમે તમને એ ભય કાઢી નાખવા કહીએ છીએ કે વિષયો વિષ નથી, પણ વિષયોમાં નિડરતા એ વિષ છે.’
કારણ કે આ આચારનાં જોખમ નથી, તે બધું મેં જ્ઞાનથી જોઈને કહ્યું છે. નહીં તો આટલી બધી કોણ વહોરે આ જોખમદારી ?! એ તો બહુ જોખમદારી કહેવાય. અને તો જ તમે એકદમ નિવૃત્ત જ થઈ જાવ અને તો જ તમે આ ભયથી છૂટો. ભયથી છૂટી જાવ ને બીજી તમારી શંકા