________________
આચાર સુધારવા !
૩૫૯
ન પલટે આચાર, ફરે ભાવ !
આખું જગત ‘દ્રવ્ય’ પલટવા ફરે છે. દ્રવ્ય પલટવા એટલે આચાર ફેરવવા માગે છે. દેહના આચાર, મનના આચાર, વાણીના આચાર ફેરવવા માગે છે. દ્રવ્ય નથી ફરે એવું, માટે ભાવ ફેરવી નાખ. ‘દાદા’ પાસે જ્ઞાન લઈને ભાવ ફેરવી નાખ. એટલે જગત આખું છૂટ્યું ! આખું જગત દ્રવ્ય પલટાવવા જાય છે, જે સત્તા પોતાના તાબામાં નથી, તેને પલટાવવા જાય છે અને સત્તામાં છે તે ફેરવતા નથી.
આ જ્ઞાન મળ્યા પછી ભાવ બધાં ફરી જાય. આચાર, વિચાર ને ઉચ્ચાર એ દ્રવ્ય કહેવાય. દ્રવ્ય ન પલટે. પણ જો ભાવ પલટે, પછી ટાઈમ થાય ત્યારે દ્રવ્ય તો ઓગળી જાય. આપણે સો મણ બરફનો ઢગલો ઘેર લાવી મૂકીએ, તો ય ટાઈમ થાય એટલે ખલાસ થઈ જવાનો ને ! એ બાજુ જુઓ કે ના જુઓ તો ય ખલાસ થવાનું ને ?! અને સાચવ સાચવ કરવા માંડે તો ? તો ય સચવાય નહીં ને મહેનત નકામી જાય. માટે ફરી જા, આમ એબાઉટ ટર્ન, પૂંઠ દઈ દે. જ્ઞાન મળ્યા પછી પૂંઠ દેવાય, નહીં તો ના દેવાય.
એટલે શાસ્ત્રોને શીખવાની જરૂર નથી, ‘દાદા'ને શીખવાની જરૂર છે. દાદાને જોયા જ કરવાનાં છે. જોવાથી એક જ અવતારમાં બધું દ્રવ્ય પરિવર્તન થઈ જાય. ખાલી જોવાથી ભાવ જ એવાં થાય કે આવી વાણી, આવું વર્તન, આવું મન ! તે એવાં આપણા ભાવ થાય ! અને આ બધું તો ઓગળી જવાનું. પૂંઠ દઈને બેઠાં એટલે ઓગળી જવાનું. પણ નવો બરફ ક્યો ખરીદવાનો ? આ દાદાની આજ્ઞા પાળો છોને તો નવો એક અવતારનો બરફ જોઈએ, તે તૈયાર થઈ જાય. આ પાછલું એક-બે અવતારમાં છૂટી જવાનું, પણ નવો બરફ તો ચોખ્ખો ભેગો થવાનો.
અક્રમમાં ઊડાડ્યો બાહ્યાચાર !
આ ક્રમિક માર્ગ શું કહે છે કે બાહ્યાચાર પલટાય, પછી ભાવ પલટાય તો છૂટે એવું છે. તમે ઘેર રહીને ક્યારે સર્વાંશ થઈ રહો ને ક્યારે
તમારા બાહ્યાચાર પલટાય ? ત્યાં શી રીતે બાહ્યાચાર પલટાય ? એટલે
આ માર્ગ બિલકુલ અક્રમ છે અને સાયન્ટિફિક(વૈજ્ઞાનિક) છે અને ઓછી
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
મહેનતે કામ થાય એવું છે. બાહ્યાચાર એ અમારા જ્ઞાનમાં જોયું છે કે એ ન્યુટ્રલ વસ્તુ છે. એ અમારા જ્ઞાનમાં જોયા પછી આ માર્ગ મૂક્યો છે અને તે આ ભગવાનની આજ્ઞા લઈને મૂક્યો છે. એટલે બાહ્યાચાર ઊડાડી દીધો અમે. અંતરાચાર શરૂ થઈ જાય છે, જે એની મેળે જ ફેલાતો ફેલાતો બહાર આવીને ઊભો રહેશે. અને પેલું ક્રમિકમાર્ગમાં બહારથી અંદર જવાનું અને આ અક્રમ માર્ગમાં અંદરથી ચોખ્ખું થતું થતું બહાર આવવાનું. એટલે બાહ્યાચાર જોવાનો નહીં. બાહ્યાચાર બદલાય નહીં. કારણ કે પ્રકૃતિગુણ છે ને !
૩૬૦
આ તો વિજ્ઞાન છે. બાકી ક્રમિક માર્ગનું જ્ઞાન જે છે ને, તે બધુંય
છે તે આચાર જોયા વગર આગળ બીજી વાત ચાલે નહીં અને આપણે અહીંયા આચાર જોતાં નથી આ. એવું લાગે છે તમને ? અત્યારે ગમે તે માણસને ગમે તે આચાર હોય પણ હું એને વઢું નહીં. અને પેલામાં તો ? તેલ કાઢી નાખે. ક્રમિક માર્ગના ગુરુ કહેશે, ‘કેમ બીડીઓ પીઓ છો ? બીડી છોડી દો !'
આપણા વિજ્ઞાનમાં આ જ્ઞાન આપતી વખતે સુટેવો અને કુટેવો બેઉને બાજુએ બેસાડી દઈએ છીએ. આપણે સુટેવોના ગ્રાહક નથી અને કુટેવોના ત્યાગી નથી. આપણે પુણ્યાચાર ને પાપાચાર બન્નેને બાજુએ બેસાડી દઈએ છીએ. આપણે પુણ્યના ય ગ્રાહક નથી ને પાપના ય ત્યાગી નથી. એટલે આ એક અવતારના ઉદયને કોઈ ફેરવી શકે નહીં. જન્મથી જે ઉદય છે તે મરણ સુધીના ઉદયને કોઈ ફેરવી શકે નહીં.
આચાર, વિચાર તે ઉચ્ચાર, ન્હોય આત્માતા !
આચાર બે પ્રકારના છે : એક દુરાચાર ને એક સદાચાર. અને તેમાંય આત્મામાં તો આચાર છે જ નહીં. જે ચરે તેનામાં આચાર હોય. આત્મા ચરી ખાય એવો છે નહીં. આચાર, વિચાર ને ઉચ્ચાર એ ત્રણેવ આત્માના હોય.
ઉચ્ચાર કોનો ? ટેપરેકર્ડનો. અને વિચાર કોના ? મનના. આચાર કાયાનો, એમાં આત્માને શું લેવા-દેવા ? આત્મા જુદો, આ બધાં જુદા. આ આચાર એ તો કાયાનો ધર્મ. તે કોઈ કહેશે, હું સદાચારી માણસ, ઘણાં વર્ષથી