________________
આચાર સુધારવા !
૩૬૧
૩૬૨
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
સદાચાર પાળતો આવ્યો છું. ત્યારે કહે, સદાચારી માણસ થા ને, કોણ ના પાડે છે ? સદાચારી થયો, એ તો પુદ્ગલ થયો ને ? પુદ્ગલ સદાચારી હોય એ આત્મા સદાચારી હોતો હશે ? એ આત્મા તો પરમાત્મા છે.
આપણું વિજ્ઞાન એવું છે ને, આ ત્રણેવને જુદું મૂકી દીધું બાજુએ, ડિસ્ચાર્જ સ્વરૂપે. જે આ દસ લાખ વર્ષમાં નથી બન્યું એવું આ નવેનવું બન્યું છે ! નહીં તો આમથી જઈએ તો ક્યારે પાર આવે ? આચાર સુધારતાં સુધારતાં, વાણી સુધારતાં સુધારતાં, મન સુધારતાં સુધારતાં ક્યારે પાર આવે એવું લાગતું'તું આમાં ? કોઈનો પાર આવશે ખરો, આ લોકોનો ? ઊલટાં વધારે ગુંચવાડામાં ઊંડા ઊતરતા જાય, કાદવમાં. એટલે મને નાનપણથી એમ લાગતું'તું કે આનો પાર આવે નહીં.
આ ટેકરો તે આમ રહીને દેખાય. તે આમ રહીને સવા કરોડ માઈલ ચાલવાનું. અલ્યા મૂઆ, એવું તો આ દેખાય છે. ત્યારે કહે, ‘વચ્ચે બ્રીજ બાંધ્યો નથી.’ આ બ્રીજ બાંધી દીધો આપણે હડહડાટ ને કહ્યું, ‘આમ રહીને જાવ.' પેલા સાધુઓ આમ રહીને સાઠ લાખ માઈલ સુધી ચાલ્યા છે ને, પેલું તો કરોડો માઈલ છેટું છે. હવે સાઠ લાખ માઈલ પાછાં આવવાનું ગમતું નથી એમને. અને આપણે તો ગયા જ નહોતા ને ? શું આમાં કાઢવાનું છે ? અનંત અવતારથી બફાય બફાય કર્યા, કેટલો બફારો ! ઠંડક થઈ બધાને ! આ બધા આવ્યા, તે બધાને ઠંડક વર્તે છે ને ?
પ્રશ્નકર્તા : બધાને ઠંડક. દાદાશ્રી : હા, માર્ગ છે સોનાનો !
મોક્ષનો માર્ગ અંતર્મુખી ! આ ભાઈ પહેલાં ક્રિયા ફેરવવા બહુ ગયેલા, પ્રયત્ન કરીને ! સંતો કહે, ક્રિયા આમ ફેરવો, આ ક્રિયા ફેરવો.” અલ્યા મૂઆ, આજની ક્રિયા તો પ્રતિક્રિયા છે. પ્રતિક્રિયા ફરતી હશે ? ઈફેક્ટ છે. એનાં કૉઝ બંધ કરાવ ને ! આ બધાને પૂછ્યું કે ભઈ, વિષય સંબંધી તમારો અભિપ્રાય હતો એ ફરી ગયો ? તો કહે, ‘હા. સંપૂર્ણ, સો ટકા.' તો પ્રતિક્રિયા ને અમારે લેવા
દેવા નથી. હવે આ અંતર્મુખી માર્ગ, જગત આખું બાહ્યમુખમાં હોય, બેનો મેળ એક કલાકેય શી રીતે થાય ? તમારી પ્રતિક્રિયા જોઈને ચિઢાયા કરે પેલો. શું જોઈને દાદા પાસે જાય છે ? કશું સુધરતો છે નહીં, એવો ને એવો જ છે, કહેશે.
ત ખોળો આચાર અક્રમમાં ! આ શરીર એવી બધી વસ્તુ સ્થળ છે ને, તે સ્થળમાં કંઈ ફરે એવું નથી. તે જેવું મહીં ગોઠવીને તૈયાર લાવ્યા હોય, તે પ્રમાણે આચાર બધો નીકળે ને તેથી આચારમાં લોકો ખોળવા જાય કે આ અક્રમ વિજ્ઞાનીના મહાત્માઓના આચાર જુઓ, તો ત્યાં આચાર જોવામાં મજા નહીં. કારણ કે આચાર ફરે નહીં. બીજું બધું ફરી જાય, આંતરિક ફરે, બહાર ના ફરે. એ આંતરિક ફરવાથી મોક્ષ. બહાર ફરવાથી મોક્ષ થાય અગર ના પણ થાય.
પ્રશ્નકર્તા : પણ આંતરિક ફરે, એના પરિણામે બહારનું ન ફરે ?
દાદાશ્રી : બીજા અવતારમાં બહારનું ફરે. આ અત્યારે ડિસ્ચાર્જ છે, એ તો ગયા અવતારનું આ બધું છે. આ તો ના ય ફેરફાર થાય. અમારા રૂબરૂ તમે બેબીને ટૈડકાવતા હોવ ગુસ્સે થઈને, તો અમે તમારો દોષ ના જોઈએ કે આ તમારો દોષ છે. અમે જાણીએ કે આ માલ ભરેલો છે એ નીકળે છે, એવું સમજીએ.
કોઈ ઉતાવળો ચાલે કે કોઈ ધીમો ચાલે, તેમાં કશું ફેરફાર થાય નહીં. ભરેલો માલ છે ! આ આવક નથી ને જાવક એકલી રહી છે. માટે અમુકની એ જાવકે જો ઓછી થઈ જાય તો પછી એનું બધું ખલાસ થઈ જશે. નવી આવક નથીને એટલે ખલાસ થઈને પછી નવી જ જાતનું થાય. એટલે આ તમારી જાવક એ કેટલો વખત રહે ? એ અમુક કાળ સુધી જ રહે. પછી બધું ય ખલાસ થઈ જાય. પહેલાં તમારે આવક અને જાવક એ બેઉ ચાલુ હતું એટલે ભેળસેળ નીકળતું હતું. હવે આ એકલો જ ભાગ ઊડી ગયો ચાર્જનો અને રહ્યું ડિસ્ચાર્જ, એ ડિસ્ચાર્જ બધું જતું રહેશે.
પ્રશ્નકર્તા : અમોએ આપની પાસે જ્ઞાન લીધું અને આ સત્સંગને