________________
આચાર સુધારવા !
૩૫૫
૩૫૬
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
હતો અને તમે તેનાથી વિરુદ્ધ ચાલ્યા છો. હવે એટલે છતે રસ્તે ચાલ્યા પછી તમે ક્યાં ભૂલા પડવાના ? અને વખતે મહીં જરા ખૂંચશે, તે દહાડે તરત બધા પૂછવા આવશે કે અહીં આગળ મને શું થાય છે ?
અને ત્યાં આગળ ક્રમિક માર્ગમાં તો બધા આચાર જોવામાં આવે છે. અહીં આચાર આપણે બંધ કરી દીધા. એટલે કોઈને વઢતા નથી ને ! આચાર જોઈને કોઈને વઢીએ છીએ કંઈ આપણે ?
પ્રશ્નકર્તા : ના, કદી નહીં.
દાદાશ્રી : અને ત્યાં તો આચારની વઢવાડમાં જ, મહીં અંદર ખરાબ વિચાર આવે તેનો વાંધો નથી. તેની કોઈ ખબર પડે જ નહીંને !
ત્યાં આગળ સામસામી લઢવાડ શેની છે ? સામસામી આચાર ખરાબ દેખાય એટલે. કારણ કે અંદર જે વિચાર ખરાબ આવે, તેનું કોઈ જોઈ શકતા નથી. એ આપણે અંદરનું આ સુધાયું. બહારનું બંધ રાખ્યું છે અને બહારનું તે વસ્તુ જ જુદી છે. કારણ કે પરિણામ પામી ગયેલી વસ્તુ છે. એટલે કૉઝીઝરૂપે નથી અત્યારે. આત્માનો અનુભવ થયા પછી કોઈ ગુનો જ લાગુ થતો નથી એવું આ અક્રમ વિજ્ઞાન છે. એટલે મારે કોઈને વઢવો જ નથી પડ્યો અત્યાર સુધી. કારણ કે નહીં તો દર ત્રીજે દહાડે મારે વઢવો જ પડે. બે શિષ્ય હોય ને એક ગુરુ હોય, તો શિષ્યને વઢ વઢ કરવો પડે. કેમ તમે આમ કરો છો ને કેમ તેમ કરો છો ? પણ આ અક્રમ વિજ્ઞાન છે એટલે કોઈને વઢવું જ ના પડે.
હોય આ આચારસંહિતાનો માર્ગ ! બાકી આમ આચાર સુધરે, એમાં શું ભલીવાર આવે ! આ આચારસંહિતાનો માર્ગ જ ન્હોય. આપણી શોધખોળ બહુ ઊંડી છે. સાયન્ટિફીક (વૈજ્ઞાનિક) શોધખોળ છે આ. જગત આખું આચારસંહિતા ઉપર જ ચાલેલું. પછી વિચાર ગમે તેવા આવતા હોય, પણ આચારસંહિતા સારી જોઈએ.
કો’ક દહાડો ખૂન કરાવવું છે ને પેલોય જાણે કે હું એનું ખૂન કરાવું. એ સાથે ફરવાનાં આચાર તો બહુ સારા દેખાય છે, પણ એને શું કરવાના ? એટલે આચાર અમે આ બધા ઊડાડી મેલ્યા. તે આચારથી મોક્ષમાર્ગ શોધવા નીકળ્યો હોયને, તો આમાં એકુંય માણસ માર્ગ પામે નહીં. એક્ય આચાર બદલાય નહીં ને એનો દહાડો વળે નહીં. આપણે આચાર જ ઊડાડી મેલ્યા.
અક્રમ શાથી કહેવાય છે કે આચારને ઊડાડી મેલ્યું. આખા જગતના ધર્મ આચારસંહિતા ઉપર છે અને આપણે એથી વિરુદ્ધ છીએ કે આચારસંહિતાની મોક્ષમાર્ગે જરૂર નથી. કેવો સરસ આ મોક્ષમાર્ગ ! બિલકુલ હરકત વગરનો. બધી બાજુથી તાળો મેળવી શકાય. અંધારામાં તાળો મળે. અજવાળામાં તાળો મળે.
પ્રશ્નકર્તા : આ આચારનો આખો આપણે છેદ ઊડાડી દીધો તો આ સમ્યક્ આચારને માટેનું કોઈ સ્થાન ખરું ?
દાદાશ્રી : ના. એ તો જેને એ આચાર હોયને, તે એને પોતાને ફાયદો અને જેના આચાર સારા ના હોય, તેને સહેજે એમ ને એમ દુઃખ થાય અહીં ને અહીં. પ્રોફિટ એન્ડ લોસ એ પોતે ભોગવી લે. અને અહીં સારા આચારવાળાની ખ્યાતિયે બોલાય કે ચંદુભાઈનો સ્વભાવ સારો અને કોઈ ખરાબ હોય તેનો ખરાબ છે સ્વભાવ, એવું કહે. પણ મોક્ષને માટે આચાર નડતાંય નથી ને ફાયદો કરતાં નથી.
મોક્ષને માટે આચારની નો વેલ્યુ, વેલ્યુ વગરનું કરી નાખ્યું. મોક્ષ જવું હોય તો આચારની જરૂર નથી. હવે અહીં સંસારમાં સુખ જોઈતું હોય તો આચારની જરૂર છે. મોક્ષે જવું હોય તો મોક્ષનો માર્ગ તું સમજી લે. તારો આચાર જોવાની અમારે કંઈ જરૂર નથી. અને જો તારે અહીં ભૌતિક સુખ જોઈતું હોય, તો આચાર સિવાય કશું ચાલશે નહીં. તે આચારથી ય સુખ નહીં મળે પાછું. આજના આચાર બધાંનાં છે એ આચારનું ફળ શું ? એનું ફળ સુખ નથી આવતું, દુઃખ આવે છે. આ સમ્યક્ આચારનું ફળ દુઃખ આવે છે. એનું કારણ એ છે કે આચાર છે પણ મન-વચન-કાયાની
વહુ અને ધણી બે સાથે ફરવા નીકળ્યા હોય, વહુ જાણે કે આને