________________
૩૫૪
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : વ્યવહારમાં પ્રગટ થતાં વાર લાગશે ! કારણ કે તમારો આચાર જે છેને, એ આચાર બદલાય નહીં તમારો, એટલે વાર લાગે. અમારે આચાર બધા ખલાસ થઈ ગયા હોય એટલે અમારે વાંધો નહીં. પણ તમે મારા જેટલા જ જ્ઞાની, પણ તમારો આચાર બરોબર ના હોય.
પ્રશ્નકર્તા : એટલે આપ જ્ઞાની છો ને પેલા ભાઈએ જ્ઞાની છે, તો એમાં તરતમતા ખરી ?
[૬.૨]
આચાર સુધારવા ! અક્રમ એટલે આચરણમાં નહીં તે ! પ્રશ્નકર્તા : વીતરાગ વિજ્ઞાન વીતરાગ વિજ્ઞાની પાસે પામ્યા પછી. પૂરી સમજ આવ્યા પછી, સમજ જ્ઞાનમાં પરિણમવાની કોઈ સમય મર્યાદા ખરી ?
દાદાશ્રી : સમયની મર્યાદા તો ખરીને ! હંમેશાં જ્ઞાન આપણી પાસે હોય, તેને પ્રગમતાં ટાઈમ લાગે છે. જેમ આ દૂધ હોય, એમાં સહેજ દહીં નાખીએ પછી તરત દહીં માંગીએ તો ના બને. એને માટે છ કલાક કે આઠ કલાક જોઈએ. ના જોઈએ ? એવી રીતે આ સમજ જ્ઞાનમાં પરિણમે એ અમુક ટાઈમ પછી થાય.
પ્રશ્નકર્તા : બધાને જુદી જુદી રીતે થાય ?
દાદાશ્રી : હા, દરેકને જુદી જુદી રીતે, જેવાં આવરણ. કોઈને બે કલાકમાં ય થઈ જાય અને કોઈને બે વર્ષમાં ય ના થાય. આવરણ ઉપર આધાર રાખે છે. મોહ ઉપર આધાર રાખે છે.
દાદાશ્રી : જ્ઞાનમાં ફેર નહીં, આચરણમાં ફેર ! પ્રશ્નકર્તા : તો એ વસ્તુ આચરણમાં લાવવી બહુ કઠિન કામ છે ?
દાદાશ્રી : આચરણમાં લાવવાનું હોય જ નહીં. અક્રમ એટલે આચરણ નહીં. એ અનુભવ તો એની મેળે આવ્યા જ કરે. કારણ કે આ ડિસ્ચાર્જ છેને, તે નિકાલ જ કરવાનો છે. બીજું કશું કરવાનું નથી !
અમે શું કહીએ કે એમના આચાર ભણી ના જોશો. એમને પલ સોલ્વ થયેલું છે. જે મનના વિચાર, વાણીના ઉચ્ચાર અને દેહના આચાર એ બધાં છે તે એ ડિસ્ચાર્જ વસ્તુ છે. ડિસ્ચાર્જ વસ્તુને કોઈ માણસ ફેરવી શકે નહીં અને ચાર્જ વસ્તુ જુદી છે. ચાર્જ એ બદલી શકાય. આચારવિચાર-ઉચ્ચાર ન બદલી શકાય. કારણ કે ડિસ્ચાર્જ છે એ. આપણા લોકો ડિસ્ચાર્જને જો જો કર્યા કરે છે.
ત વટવું પડે વિજ્ઞાનના કારણે કેટલાય જણને આ જ્ઞાન આપેલું છે. કોઈનેય વઢતો નથી. તમારા આચાર ઊંધા દેખાય તો ય હું વટું નહીં. કારણ કે આચાર તો જ્ઞાન થશે ત્યારે ફેરફાર થશે. અત્યારે આ તો સમજણ પડી છે ને ? સમજીને શમાવાનું છે. મારી પાસે બેસી બેસીને સમજ સમજ કરવાનું.
બે રસ્તા, એક ઊંધો ને એક છતો. છતે રસ્તે આવ્યા પછી બીજું શું થવાનું ? ઊંધું શી રીતે થવાનું ? બીજો રસ્તો જ નથી ત્યાં આગળ. ઊંધા રસ્તાથી તમે વિરુદ્ધ ચાલ્યા છો. પહેલાં જે રસ્તે ચાલ્યા હતા, તે ઊંધો
પ્રશ્નકર્તા : આ જ્ઞાન મહાત્માઓને આપ્યું. તો હવે એના આચરણમાં આ જ્ઞાનનું પ્રગટીકરણ કેટલું થવું જોઈએ ?