________________
ચારિત્રમોહ
આમ આખું એટલું બધું દેખાવું, એ તો બહુ એક્સ્પિરિયન્સ માંગે છે. ઘણા કાળનો જોતો જોતો આવેલો. ત્યારે શરીર સાથે બધું એક્ઝેક્ટ જુદું દેખાય. આ તમે વાતો કરો છોને, તે અહીં સુધીનું બધું ‘જોયા’ કરે. બધું આમ આમ હાથ કરીને વાતો કરે તેને આમ જુદું ‘જુએ’. અહીં તમે બીજી વ્યક્તિને ‘જોયા’ કરો એવી રીતે ચંદુભાઈને પોતે જુદા જુએ.
પ્રશ્નકર્તા : હા, બરાબર, કે એને બધું જુદું જ દેખાય પોતાનું. દાદાશ્રી : જુદું છે જ !
પ્રશ્નકર્તા : પણ પેલું દેખાતું નથી, આને દેખાય !
દાદાશ્રી : દેખાતું નથી એટલું જ નહીં એણે એવું સાંભળ્યુંય નથીને ! કોઈ દહાડો સાંભળે કશું તો કંઈ જુદું પડે, ને જુદું પડે તો કંઈક દેખાતું થાય. ખાલી સાંભળે કે મારા દાદાનું નામ નગીનભાઈ હતું તો એને પ્રેમ ઉત્પન્ન થાય. કશું સાંભળવાથી જ ખાલી. કશું જોયા પણ ના હોય. એવું આ તો બધું સાંભળવાથી જ્ઞાન પ્રગટે. પહેલી પ્રતીતિ બેસે પછી થોડો થોડો અનુભવ થાય અને પછી એનું ચાલે. અનુભવ થયો એટલે વર્તનમાં આવી જ જાય.
૩૪૭
પ્રશ્નકર્તા : મન-વચન અને કાયામાં મનનું જુદાપણું દેખાવું સહેલું હશે. પછી વાણીનું એથી મુશ્કેલ અને એથી મુશ્કેલ શરીરનું એવું હશે ખરું ?
દાદાશ્રી : ખરુંને તે તો. મનનું તો સાધારણ અજ્ઞાની માણસનેય જુદું દેખાય. ખરાબ વિચાર આવે છે એ બોલે છે તે ઇટસેલ્ફ સૂચવે છે કે એવી રીતે મનને જુદું જોઈ રહ્યો છે.
પ્રશ્નકર્તા : હા. પણ એ વાણીમાં એટલો જુદો ન પડી શકે. એને ભાન ન રહે એ વખતે. પછી આપણે કહીએ છીએ કે પાછળથી ખ્યાલ આવ્યો એમ.
દાદાશ્રી : હા. એ પછી ખ્યાલ આવે એ તો. અને શરીરે દોડતો
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
હોય અને દોડતો જુએ ત્યારે ખરું. ચંદુભાઈ આ સાહેબને વઢતા હોય અને તે પાછાં તમે ચંદુભાઈને જુઓ. એ પોતાને દેખાય કે “ઓહોહો, આ વઢી રહ્યા છે. શું જોઈને વઢી રહ્યા છે ?” એટલે આવી જુદું જોવાની વાત સાંભળે. આ વાત સાંભળવાથી આગળ જાગૃતિ આવે. સાંભળી જ ના હોય તો જાગૃતિ શી રીતે આવે ?
૩૪૮
આપણે આ ખેતરને ત્રણ જ ખૂણાની વાડ છે, કહે એટલે પછી એને આંખમાં દેખાય એ ત્રણ વાડવાળું ખેતર. એ સાંભળે પેલો. ચોથી વાડ ના હોય. ત્રણ જ વાડ ના હોય ? એવાં ખેતરાં ના હોય ?
પ્રશ્નકર્તા : હોય, ટ્રાયેંગલના હોય !
દાદાશ્રી : ત્રિકોણિયાં ખેતરાં. એવું સાંભળ્યા પછી એને દેખાય એવું. આ તો સૂક્ષ્મ, ઊંડી વૈજ્ઞાનિક શોધ છે આ, નહીં તો અક્રમ બોલાય નહીં. અક્રમ બોલવું એ કંઈ સહેલી વાત નથી. અક્રમ એટલે આખો સિદ્ધાંત કહેવાય આ તો અને આ વૈજ્ઞાનિક છે એ. ક્ષણે ક્ષણ એક વાળ જેટલી જગ્યા વૈજ્ઞાનિક સિવાય નથી આમાં. મારી જોડે સિદ્ધાંત જુએ ત્યારે ખબર પડે !
܀܀܀܀܀